બ્રેક-અપ / બોલિવૂડ સિંગર નેહા કક્કર હજી પણ નથી ભૂલી શકી પોતાનો પ્રેમી, આંખોમાંથી આવ્યા આંસુ તો શિલ્પા શેટ્ટીએ સંભાળી

neha kakkar got emotional after break up with himansh kohli

divyabhaskar.com

Feb 18, 2019, 11:14 AM IST

મુંબઈઃ ડાન્સ રિયાલિટી શો 'સુપર ડાન્સર ચેપ્ટર 3'માં બોલિવૂડ સિંગર નેહા કક્કર આવી હતી. શોમાં નેહા જજ શિલ્પા શેટ્ટી, ગીતા કપૂર, અનુરાગ બાસુ સાથે બેઠી હતી. શોમાં 'માહી વે...' પર્ફોમન્સ દરમિયાન પૂર્વ પ્રેમી હિમાંશ કોહલીને યાદ કરીને રડી પડી હતી.

શોમાં કહી આ વાતઃ
શોમાં ડાન્સ ગુરૂ ઐશ્વર્યાએ સ્પર્ધક દેવકી સાથે 'માહી વે..' પર ડાન્સ કર્યો હતો. આ ડાન્સ જોતા જોતા નેહા કક્કરને પોતાનો પૂર્વ પ્રેમી હિમાંશ કોહલી યાદ આવી ગયો હતો. નેહાએ કહ્યું હતું કે તેણે પોતાના દરેક ગીત દિલથી ગાયા છે પરંતુ આજે જ્યારે તે ગીતો સાંભળે છે, ત્યારે તેને દર્દ મહેસૂસ થાય છે. તે ઘણી જ હર્ટ છે. ઉલ્લેખનીય છે કે આ પહેલાં 'ઈન્ડિયન આઈડલ'ના સેટ પર નેહા કક્કર રડી પડી હતી.

ગીતા કપૂર-શિલ્પા શેટ્ટીએ સંભાળીઃ
નેહા સતત રડતી હોવાને કારણે ગીતા કપૂરે પહેલાં તેને સંભાળી હતી. ત્યારબાદ શિલ્પા શેટ્ટીએ સિંગરનો હાથ પકડીને ચૂપ કરાવી હતી. નેહાએ જ્યારે રડવાનું બંધ કર્યું ત્યારે શિલ્પા શેટ્ટીએ કહ્યું હતું કે નેહા મજબૂત બનવાનું. જીવનમાં બસ બે વસ્તુ યાદ રાખો. પહેલી ક્યારેય ફરિયાદ ના કરો અને બીજી ક્યારેય સ્પષ્ટતા ના કરો. શિલ્પાની વાત સાંભળીને નેહા હસવા લાગી હતી. નેહાએ પછી કહ્યું હતું કે તેનો ઉછેર ઘણી જ સારી રીતે થયો છે. તેને શીખવવામાં આવ્યું છે કે મા-બાપના સારા બાળક બનીને રહેવાનું. અત્યાર સુધી તેને જીવનમાં એ પ્રયાસ કર્યો છે કે તે આસપાસના લોકોને ખુશ રાખે પરંતુ ઘણીવાર જીવનમાં ખરાબ લોકો મળી જાય છે.

બ્રેક-અપથી ભાંગી પડી હતી નેહાઃ
નેહા આ સંબંધ તૂટવાથી ઘણી જ દુઃખી છે. તેણે ઈન્સ્ટા સ્ટોરીમાં એક પછી એક પોસ્ટ કરી હતી અને પોતાનું દર્દ વ્યક્ત કર્યું હતું. તેણે લખ્યું હતું, ''મેં મારું બધું જ આપી દીધું અને મને બદલામાં શું મળ્યું...હું શૅર પણ નથી કરતી કે શું મળ્યું.'' ઉલ્લેખનીય છે કે ચાહકો નેહા તથા હિમાંશના લગ્નની રાહ જોતા હતાં. થોડા સમય પહેલાં જ 'ઈન્ડિયન આઈડલ'ના સેટ પર હિમાંશ કોહલીએ નેહાને પ્રપોઝ કર્યું હતું.

નેહાએ કહ્યું, ''આજે હું ભાંગી પડી...''
નેહાએ પોતાની પોસ્ટમાં લખ્યું, ''મને ખ્યાલ નથી કે આ દુનિયામાં આટલા ખરાબ લોકો પણ રહે છે. બધું જ ગુમાવ્યા બાદ હવે હોશમાં આવ્યા તો પણ શું. મને ખ્યાલ છે કે હું એક સેલિબ્રિટી છું અને હું આવું લખું તેવી આશા કોઈને નહીં હોય પરંતુ આખરે હું એક માણસ છું. આજે હું વધુ પડતી ભાંગી પડી છું અને તેથી જ મારી લાગણીઓને કંટ્રોલ કરી શકું એમ નથી. મને ખ્યાલ છે કે હવે તમામ લોકો વાત કરશે અને મને આ જ વાત પર જજ કરશે. ખબર નહીં લોકો શું બોલશે. કેટલાંક લોકો તો એવી વાતો પણ કરશે, જે મેં ક્યારેય કરી જ નથી પરંતુ મને આની આદત પડી ગઈ છે. બધું સાંભળવાની અને હવે સહન કરવાની. મને ખ્યાલ છે કે સેલિબ્રિટિઝના 2 ચહેરાઓ હોય છે. એક પર્સનલ તથા એક પ્રોફેશનલ. પર્સનલ લાઈફ ભલે ગમે તેટલી ખરાબ ચાલતી હોય પરંતુ પ્રોફેશનલ લાઈફમાં હંમેશા હસતા રહેવું પડે છે.'' ઉલ્લેખનીય છે કે હિંમાશે 'યારિયા'થી બોલિવૂડ ડેબ્યૂ કર્યું હતું. આમાં નેહાએ 'સની સની' સોંગ ગાયું હતું. બંનેની મિત્રતા આ જ ફિલ્મના સેટ પરથી થઈ હતી.

પુલવામા હુમલોઃ શહીદોના પરિવારની મદદ માટે આગળ આવ્યું બોલિવૂડ

X
neha kakkar got emotional after break up with himansh kohli
neha kakkar got emotional after break up with himansh kohli
neha kakkar got emotional after break up with himansh kohli
neha kakkar got emotional after break up with himansh kohli
neha kakkar got emotional after break up with himansh kohli

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી