• Home
  • Bollywood
  • TV
  • payal rohtagi post a video on twitter and clerified about kerala tweet

કેરળમાં જાહેરમાં થાય છે ગૌહત્યા, આથી ભગવાને આપી સજા, આ ટ્વિટ બાદ હવે એક્ટ્રેસ આપી રહી છે સ્પષ્ટતા

મારા ધર્મમાં ગાયની પૂજા કરવામાં આવે છે અને આથી જ કહ્યું હતું કે ગૌહત્યા થવી જોઈએ નહીંઃ પાયલ

divyabhaskar.com | Updated - Sep 02, 2018, 04:26 PM
payal rohtagi post a video on twitter and clerified about kerala tweet

મુંબઈઃ બોલિવૂડ એક્ટ્રેસ પાયલ રોહતીએ થોડા સમય પહેલાં જ કેરળ પૂરને લઈને આપત્તિજનક ટ્વિટ કરી હતી. ત્યારબાદ તેને સોશ્યિલ મીડિયામાં ઘણી જ ટ્રોલ કરવામાં આવી હતી. આ ટ્વિટમાં તેણે કેરળ પૂરને ગૌહત્યા સાથે જોડ્યું હતું. જોકે, હવે પાયલે પોતાની ટ્વિટમાં સ્પષ્ટતા કરી છે. તેણે પોતાના ટ્વિટર હેન્ડલ પરથી એક વીડિયો શૅર કર્યો છે. જેમાં તેણે સ્પષ્ટતા આપી હતી. પાયલે વીડિયોની સાથે કેપ્શન આપ્યું હતું, ''પાયલ રોહતગીનો જવાબ એ લોકોને જેમને અંગ્રેજી આવડતું નથી...''


ખોટી રીતે ટ્વિટને રજૂ કરીઃ
પાયલ કહે છે, ''મારા આ વીડિયોથી હું લોકોની સામે આવી છું. કારણ કે મને લાગે છે કે મારી એક ટ્વિટને લોકોએ ખોટી રીતે રજૂ કરી છે. મારો જન્મ હિંદુ પરિવારમાં થયો છે. મારા ધર્મમાં ગાયને માતા માનીને પૂજા કરવામાં આવે છે અને અમે તેનું સન્માન કરીએ છીએ. જ્યારે મેં વાંચ્યું કે કેરળમાં ગાયોને લોકો જાહેરમાં કાપે છે, ત્યારે મેં તેના આધાર પર કહ્યું કે કેરળમાં આ બધું થવું જોઈએ નહીં. કારણ કે એક ધર્મના લોકોનો જે વિશ્વાસ છે, જો તેને બીજા ધર્મના તેને માનતા નથી. એનો અર્થ એ નથી કે તમે તેની મજાક ઉડાવો, કારણ કે તે ધર્મમાં ગાયને મારવી પાપ છે. મેં આ જ બેઝ પર મારી ટ્વિટ કરી અને કેટલાંક લોકોએ તેને ખોટી રીતે રજૂ કરી. આથી મારે સામે આવવું પડ્યું.''


કેરળ પ્રત્યે સહાનુભૂતિઃ
પાયલે આગળ કહ્યું હતું, ''મારી સહાનુભૂતિ કેરળના લોકોની સાથે છે. મારાથી જે થઈ શકે તે હેલ્પ કરી છે. હા એટલું જરૂર છે કે મેં તેનો ફોટો પાડીને સોશ્યિલ મીડિયામાં શૅર નથી કર્યો. આ સિવાય હું એટલું જ ઈચ્છીશ કે જો તમે એક ધર્મમાં માનતા નથી તો તેની જાહેરમાં મજાક ના ઉડાવો. હું ભગવાન નથી કે હું કોઈ પણ વિસ્તારમાં પૂર ના લાવી શકું. હું માત્ર મારા ધર્મની માન્યતાઓ તમારી સાથે શૅર કરી શકું છું.''

પાયલે કરી હતી આવી ટ્વિટઃ
પાયલ રોહતગીએ ટ્વિટ કરી, ''કેરળમાં ગૌહત્યા બૅન કરવામાં આવી નહોતી. મારા પ્રેમાળ કેરળવાસીઓ તથા રાજનેતાઓ, હિંદુઓની ભાવનાઓને ઠેસ પહોંચાડવી સારી નહીં. જો તમે આ બધું જાહેરમાં કરો તો ભગવાન પણ જાહેરમાં દંડ આપે છે. સોરી પરંતુ ભગવાન એક જ છે. તમારે કોઈની પણ ધાર્મિક માન્યતાઓને ઠેસ પહોંચાડવી જોઈએ નહીં.''

કેરળ પૂરને લઈ એક્ટ્રેસની વિચિત્ર વાત; કહ્યું, ''ભગવાને કરેલાં કર્મોની આપી સજા...''

X
payal rohtagi post a video on twitter and clerified about kerala tweet
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App