'ધક ધક ગર્લ' માધુરી દીક્ષિતની દરિયાદિલી, ભાડામાં રહેતા શોના નાનકડાં સ્પર્ધકને ખરીદીને આપ્યું ઘર

dance deewane contestant alok shaw lived in kolkata

divyabhaskar.com

Sep 14, 2018, 06:26 PM IST

મુંબઈઃ બોલિવૂડ એક્ટ્રેસ માધુરી દીક્ષિત હાલમાં 'ડાન્સ દિવાને'માં જજ તરીકે જોવા મળે છે. આ શોમાં વિવિધ ઉંમરના સ્પર્ધકો ડાન્સ કરવા માટે આવે છે. આમાં ત્રણ જનરેશન નક્કી કરવામાં આવી છે. પહેલી જનરેશમાં બાળકો, બીજી જનરેશનમાં યુવાનો તથા ત્રીજી જનરેશનમાં 40થી ઉપરની વયના લોકો આવે છે. માધુરીને આ શોમાં ફર્સ્ટ જનરેશનમાંથી આવતા આલોક શૉનું પર્ફોમન્સ ઘણું જ પસંદ છે. આલોક કોલકાતાનો છે અને તે ભાડાના ઘરમાં રહેતો હોય છે. માધુરી અન્ય જજ સાથે મળીને આલોકને કોલકાતામાં પોતાનું ઘર લઈ આપે છે.

માધુરીએ આપ્યાં પાંચ લાખ રૂપિયાઃ
જ્યારે માધુરી દીક્ષિતને જાણ થઈ કે આલોક શૉ ભાડાના મકાનમાં રહે છે. ત્યારે માધુરીએ શોના અન્ય જજ શશાંક ખેતાન તથા હોસ્ટ અર્જુન બિજલાની સાથે મળીને ચર્ચા કરી હતી. ત્રણેય આલોકને ઘર આપવા માટે તૈયાર થયા હતાં. આલોકને કોલકાતામાં 10 લાખ રૂપિયાનું ઘર ખરીદીને આપ્યું હતું. માધુરીએ પાંચ લાખ રૂપિયા તથા શશાંક-અર્જુને અઢી-અઢી લાખ રૂપિયા આપ્યાં હતાં. ત્રીજા જજ તુષાર કાલિયાએ સ્પર્ધક જ્યોતિને લાઈફ-ટાઈમ ડાન્સ ટ્રેનિંગનો ખર્ચ ઉઠવવાનું વચન આપ્યું છે.

(આલોક શોના નવા ઘરની તસવીરો....)

X
dance deewane contestant alok shaw lived in kolkata
dance deewane contestant alok shaw lived in kolkata
dance deewane contestant alok shaw lived in kolkata
dance deewane contestant alok shaw lived in kolkata
dance deewane contestant alok shaw lived in kolkata
COMMENT

Next Stories

  ની  સંપૂર્ણ વાંચનસામગ્રી