તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જયાપ્રદાએ ત્રણ સંતાનોના બાપ સાથે કર્યાં લગ્ન, આજ સુધી નથી મળ્યો પત્નીનો દરજ્જો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

મુંબઈઃ બોલિવૂડ એક્ટ્રેસ જયાપ્રદા ટીવી પર ડેબ્યૂ કરવાની છે. તે ટીવી શો 'પર્ફેક્ટ પતિ'માં સાસુમાના રોલમાં જોવા મળશે. આ સીરિયલ 3 સપ્ટેમ્બરથી શરૂ થશે. બોલિવૂડ જ નહીં સાઉથમાં પણ જયાએ હિટ ફિલ્મ્સ આપી છે. ટીવી સીરિયલ 'પર્ફેક્ટ પતિ'માં કામ કરનારી જયાપ્રદાને રિયલ મેરેજ લાઈફ સફળ રહી નહોતી. તેણે ત્રણ બાળકોના પિતા એવા ફિલ્મ પ્રોડ્યુસર શ્રીકાંત નાહટા સાથે લગ્ન કર્યાં છે. જોકે, તેને આજ સુધી પત્નીનો દરજ્જો મળ્યો નથી. લગ્ન કર્યા હોવા છતાંય તે આજે પણ એકલી જ રહે છે.


પહેલી ફિલ્મમાં ડાન્સ કરવા માટે મળ્યાં હતાં 10 રૂ.:
14 વર્ષની ઉંમરમાં જયાપ્રદાનું સ્કૂલના એન્યુઅલ ફંક્શનમાં ડાન્સ પર્ફોમન્સ જોઈને ડિરેક્ટરે તેને તેલુગુ ફિલ્મમાં ડાન્સ નંબરની ઓફર કરી હતી. ફિલ્મમાં 3-4 મિનિટના ડાન્સ નંબર માટે જયાપ્રદાને 10 રૂપિયા મળ્યાં હતાં. 17 વર્ષની ઉંમરમાં જયાપ્રદા એક સફળ એક્ટ્રેસ હતી. 1979માં 'સરગમ'થી બોલિવૂડ ડેબ્યૂ કર્યું હતું.

 

પડી હતી ઈનકમ ટેક્સની રેડઃ
80ના દાયકામાં જયાપ્રદાની ગણના બોલિવૂડની ટોપ એક્ટ્રેસિસમાં થતી હતી. દરેક પ્રોડ્યુસર તથા ડિરેક્ટર તેને પોતાની ફિલ્મમાં લેવા માંગતા હતાં. આ સમયે તેના ઘરે ઈનકમ ટેક્સની રેડ પડી હતી. આ સમય જયાપ્રદાના જીવનનો સૌથી ખરાબ સમય હતો. રેડ પડ્યા બાદ એક્ટ્રેસની કરિયરનો ગ્રાફ ધીમે ધીમે પડવા લાગ્યો હતો. આ જ સમયે પ્રોડ્યુસર શ્રીકાંત નાહટાએ જયાપ્રદાને સાથ આપ્યો હતો અને ઘણી જ મદદ કરી હતી.


પહેલાં મિત્ર બન્યા અને પછી નિકટ આવ્યાઃ
જયાપ્રદા તથા શ્રીકાંત નાહટા ધીમે-ધીમે મિત્ર બની ગયા હતાં અને પછી એકબીજાની નિકટ આવ્યા હતાં. બંને લગ્ન કરવા માંગતા હતાં. જોકે, શ્રીકાંત પહેલેથી જ પરિણીતી તથા ત્રણ સંતાનોનો પિતા હતાં. જોકે, જયાપ્રદા તો શ્રીકાંતની પાછળ પાગલ હતી. તેને આ વાતથી કોઈ ફેર પડતો નહોતો. બોલિવૂડમાં પણ જયાપ્રદા તથા શ્રીકાંતના અફેરની ચર્ચા જોર-શોરથી થવા લાગી હતી. અંતિ, શ્રીકાંત તથા જયાપ્રદાએ લગ્ન કરવાનો નિર્ણય લીધો હતો. શ્રીકાંતે પોતાની પહેલી પત્નીને ડિવોર્સ આપ્યા વગર જયા સાથે 1986માં લગ્ન કર્યાં હતાં. આ વાત ચાહકો તથા બોલિવૂડ માટે શોકિંગ હતી. આટલું જ નહીં શ્રીકાંતની પહેલી પત્નીએ આ વાતનો ક્યારેય વિરોધ કર્યો નહોતો.


આ રીતે કરિયરનો આવ્યો અંતઃ
જયાપ્રદાએ લગ્ન કરતાં જ તેને ફિલ્મ્સ મળવાની બંધ થઈ ગઈ હતી. ધીમે-ધીમે જયાની કરિયર પૂરી થઈ ગઈ હતી. આ બાજુ અંગત જીવન પણ મુશ્કેલીભર્યું હતું. શ્રીકાંત પહેલી પત્ની તથા ત્રણ બાળકોને છોડવા તૈયાર નહોતો. આથી જયાપ્રદાને પત્નીનો દરજ્જો મળ્યો નહીં.


બહેનના દીકરાને લીધો દત્તકઃ
જયાપ્રદાને પોતાનું કોઈ સંતાન નથી. તેણે પોતાની બહેનનો દીકરો સિદ્ધુને દત્તક લીધો હતો. તે પોતાના દત્તક દીકરા સાથે જ રહે છે. 1994માં જયાપ્રદાએ તેલુગુ દેશમ પાર્ટીમાંથી રાજાકરણમાં એન્ટ્રી લીધી હતી. જોકે, પછી ચંદ્રબાબુ નાયડુ સાથે મતભેદ થતા તેણે સમાજવાદી પાર્ટી જોઈન કરી હતી અને રામપુર બેઠક પરથી સાંસદ બની હતી. ફેબ્રુઆરી, 2010માં સમાજવાદી પાર્ટીએ જનરલ સેક્રેટરી અમર સિંહને કાઢી મૂક્યા હતાં. જોકે, જયાપ્રદા સમાજવાદી પાર્ટીમાં હોવા છતાંય અમરસિંહને સપોર્ટ કરતી હતી. આથી પછી સમાજવાદી પાર્ટીએ જયાપ્રદાની પાર્ટીમાંથી હકાલપટ્ટી કરી હતી. હવે, જયાપ્રદા અજીતસિંહની પાર્ટી રાષ્ટ્રિય લોકદળની સભ્ય છે.

 

પૂરગ્રસ્ત કેરળની મદદ માટે આગળ આવ્યો અક્ષય કુમાર, આપ્યું દાન