'બિગ બોસ'ના લોન્ચિંગમાં લક્ઝૂરિયસ ક્રૂઝથી આવ્યો સલમાન, સ્ટેજ પર ગંજી પહેરીને આપ્યું ધમાકેદાર પર્ફોમન્સ

સલમાન ખાનનો વિવાદાસ્પદ શો 'બિગ બોસ'ની 12મી સિઝનનું લોન્ચિંગ ગોવામાં કરવામાં આવ્યું હતું

divyabhaskar.com | Updated - Sep 04, 2018, 05:12 PM

મુંબઈઃ સલમાન ખાનનો વિવાદાસ્પદ શો 'બિગ બોસ'ની 12મી સિઝનનું લોન્ચિંગ ગોવામાં કરવામાં આવ્યું હતું. સલમાન પ્રેસ કોન્ફરન્સ વેન્યૂ પર વ્હાઈટ રંગની લક્ઝૂરિયસ ક્રૂઝમાં આવ્યો હતો. તેના હાથમાં 'બિગ બોસ'ની નવી સિઝનનું પોસ્ટર હતું. જેને લઈને સલમાને પોઝ આપ્યા હતાં. આટલું જ નહીં સ્ટેજ પર આવીને સલમાન ખાને 'માશા અલ્લાહ', 'બેબી કો બેઝ પસંદ', 'ઓ ઓ જાને જાના', 'અલ્લાહ દુહાઈ હૈં..' સહિત અનેક સોંગ્સ પર ડાન્સ કર્યો હતો. શો શરૂ થતા પહેલાં જ સલમાન ખાને સ્પર્ધકોને વોર્નિંગ આપી હતી કે જો ઘરની અંદર કોઈ પણ સ્પર્ધક પોતાની લિમિટ પાર કરશે તો તેને તે જ સમયે ઘરમાંથી બહાર કાઢી મૂકવામાં આવશે. 'બિગ બોસ'નો લોગો વાદળી રંગનો છે. સલમાન સાથે કલર્સ ચેનલના સીઈઓ રાજ નાયક આ સિઝનને લોન્ચ કરશે.


'બિગ બોસ'માં 21 સ્પર્ધકોઃ
'બિગ બોસ'માં આ વખતે 21 સ્પર્ધકો જોવા મળશે. જેમાં 9 કોમનર, 3 સેલિબ્રિટી જોડી, 6 સ્પર્ધકો એકલા આવશે. શોમાં દીપિકા કક્કર આવવાની છે.


આ કોમનર્સ આવી શકેઃ
રિપોર્ટ્સ પ્રમાણે, નોઈડાનો રોબિન ગુર્જન દાદી શ્યામવતી દેવી સાથે 'બિગ બોસ'ના ઘરમાં આવશે. આ સિવાય ઉદિત કપૂર, સોમ મંગનાનીના નામ પણ આવ્યા છે. ઉદિત એક ફિટનેસ મોડલ તથા મિકેનિકલ એન્જિનિયર છે. જ્યારે સોમા એક ન્યૂ કમર એક્ટ્રેસ છે.


હાઈએસ્ટ પેઈડ સ્પર્ધકોઃ
'બિગ બોસ'માં માહિકા શર્મા તથા ડેની ડીની જોડી હાઈએસ્ટ પેઈડ છે. તેમને દર અઠવાડિયે 95 લાખ રૂપિયા આપવામાં આવશે. દેબીના તથા ગુરમીતની જોડીને દર અઠવાડિયે 90 લાખ રૂપિયા આપવામાં આવશે.

સલમાન ખાન ભલે ના હોય સૌથી મોંઘો એક્ટર, ભાઈજાન પાસે છે કરોડોની સપંત્તિ

X
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App