પાંચ વર્ષ પહેલાં 'કેબીસી'ના શૂટિંગ દરમિયાન અનિલ કપૂર પડી ગયો હતો અમિતાભ બચ્ચનના પગમાં

'કેબીસી'ની 10મી સિઝનને અમિતાભ બચ્ચન હોસ્ટ કરી રહ્યાં છે.

divyabhaskar.com | Updated - Sep 03, 2018, 04:35 PM
kaun banega crorepati season 10 start from 3rd september

મુંબઈઃ 'કૌન બનેગા કરોડપતિ' 3 સપ્ટેમ્બરથી શરૂ થઈ રહ્યો છે. 'કેબીસી'ની 10મી સિઝનને અમિતાભ બચ્ચન હોસ્ટ કરી રહ્યાં છે. આ સિઝનને લઈ પ્રોડ્યુસર્સને ઘણી જ આશા છે. 'કેબીસી'ની છઠ્ઠી સિઝનમાં અનિલ કપૂરે અમિતાભના પગમાં પડી ગયો હતો.


અનિલ કપૂર આવ્યો હતો શોમાં:
'કેબીસી'માં બોલિવૂડ સેલેબ્સ આવતા રહેતા હોય છે. આવી જ રીતે અનિલ કપૂર 'કેબીસી'ની સિઝન 6માં આવ્યો હતો. અમિતાભ બચ્ચને અનિલ કપૂરને તેની ફિલ્મ 'સ્લમડોગ મિલિયોનર' અંગે સવાલ કર્યો હતો.


પહેલાં નહોતી કરવી ફિલ્મઃ
અનિલ કપૂરે શોમાં કહ્યું હતું કે પહેલાં તે આ ફિલ્મ કરવા માંગતો નહોતો. કારણ કે તે ડેની બોયલને ઓળખતો નહોતો. પછી તેણે સ્ક્રિપ્ટ વાંચી અને પોતાના પાત્ર અંગે જાણ થઈ હતી. ત્યારબાદ તેને અહેસાસ થયો કે અમિતાભ બચ્ચન નાના પડદે આમ જ કરે છે.


'કેબીસી'ના પ્રોડ્યુસરને કર્યો ફોનઃ
અનિલ કપૂરે આગળ કહ્યું હતું કે તેણે તરત જ 'કેબીસી'ના પ્રોડ્યુસર સિદ્ધાર્થ બાસુને ફોન કરીને આ શો અંગેની માહિતી લીધઈ હતી. ત્યારબાદ તે શોના સેટ પર ગયો હતો. જ્યાં મોક સેશન ચાલતું હતું. તે સતત ત્રણ દિવસ સુધી ગયો હતો. ત્યારબાદ તેણે કહ્યું હતું, ''અમિતજી તમારા પગ ક્યા છે, હું પગે પડવા માંગું છું. મારી કરિયરમાં આનાથી વધારે એજ્યુકેટિવ શો જોયો નથી.''


શોમાં કર્યો ડાન્સ અને લાગ્યો પગેઃ
'કેબીસી'માં અમિતાભના કહેવા પર અનિલે ડાન્સ કર્યો હતો. પછી અનિલે પણ અમિતાભને ડાન્સ માટે કહ્યું હતું. તેણે કહ્યું હતું, ''સર, મારો ડાન્સ તો ઘણો જ ઈઝી હતો. દર્શકો તમારે સ્ટેપ્સ જોવા માંગે છે.'' અનિલે આટલું કહેતા જ અમિતાભ અનિલને સીટ પર બેસવાનું કહ્યું અને અચાનક જ અનિલ એક્ટર અમિતાભના પગમાં પડી ગયો હતો.

દીકરી શ્વેતા નંદાને સપોર્ટ કરવા આવ્યા બિગ બી, જોવા મળ્યો બચ્ચન પરિવાર

X
kaun banega crorepati season 10 start from 3rd september
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App