અમિતાભ કરે છે રાષ્ટ્રભાષાને પ્રેમઃ રોમન હિંદી નહીં પરંતુ માત્ર દેવનાગરીમાં લખેલી સ્ક્રિપ્ટ જ વાંચે છે બિગ બી

બોલિવૂડ સ્ટાર અમિતાભ બચ્ચન તે સેલેબ્સના લિસ્ટમાં ટોચ પર છે, જેમનું હિંદી એકદમ સારું છે

divyabhaskar.com | Updated - Aug 31, 2018, 01:16 PM
amitabh bachchan busy with kaun bangega crorepati

મુંબઈઃ બોલિવૂડ સ્ટાર અમિતાભ બચ્ચન તે સેલેબ્સના લિસ્ટમાં ટોચ પર છે, જેમનું હિંદી એકદમ સારું છે. 'કૌન બનેગા કરોડપતિ'માં પણ અમિતાભ સ્પર્ધકો સાથે માત્રને માત્ર હિંદીમાં વાત કરે છે. હાલમાં જ આ શોની પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી અને તેમાં તેમને પૂછવામાં આવ્યું હતું કે આજકાલના સ્ટાર્સ હિંદીમાં વાત કરી શકતી નથી. તો તેમણે જવાબ આપ્યો હતો કે તેમને એ વાતનો ખ્યાલ છે કે આજકાલના સ્ટાર્સ વધુ પડતા વેસ્ટર્ન થઈ ગયા છે.


રોમન હિંદીમાં સ્ક્રિપ્ટ નથી મંજૂરઃ
બિગ બીએ કહ્યું હતું, ''મને જ્યારે પણ રોમન હિંદીમાં લખેલી સ્ક્રિપ્ટ મળે છે, ત્યારે હું પરત આપી દઉં છું. હું દેવનાગરીમાં જ સ્ક્રિપ્ટ લખીને આપવા માટે કહું છું. જ્યાં સુધી 'કેબીસી'ની વાત છે તો અહીંયા હું માત્ર હિંદીમાં જ વાત કરું છું. જો યંગ જનરેશનને હું હિંદીમાં બોલું તેમાંથી પ્રેરણા મળતી હોય તો આ સારી વાત છે. મારા ઘરમાં ભારતના અલગ-અલગ રાજ્યના લોકો રહે છે. ઘરમાં હિંદી, બંગાલી, પંજાબી, ઈંગ્લિશ જેવી ભાષા સૌથી વધુ બોલવામાં આવે છે.'' બિગ બીની માતા તેજી બચ્ચન શીખ હતી. તો પત્ની જયા બંગાળી છે. પુત્રવધૂ ઐશ્વર્યા મેંગ્લોરના બંટ સમુદાયની છે.


ગઈ સિઝનમાં 200 કરોડ રૂપિયામાં થઈ હતી ડીલઃ
'કેબીસી'ની નવમી સિઝન વખતે અમિતાભ બચ્ચને 75 એપિસોડ માટે 200 કરોડ રૂપિયાની ડિલ કરી હતી. આ વખતે એક એપિસોડ દીઠ 3 કરોડ રૂપિયા ફી લેવાના છે. આ વખતે 'કેબીસી'ની ટેગ લાઈન 'હર જવાબ પૂરા કરેગા એક અધૂરા ખ્વાબ'

અમિતાભ બચ્ચને શૅર કરી સાસુમા ઈન્દિરા, પત્ની જયા, દીકરી શ્વેતા અને દોહિત્રી નાવ્યાની તસવીર, એક જ ફ્રેમમાં ચાર પેઢીઓ

X
amitabh bachchan busy with kaun bangega crorepati
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App