‘બિગ બોસ-12’ માટે હિના ખાનથી ડબલ ફી મેળવી રહી છે દીપિકા કક્કડ, મેકર્સ સાથે થઈ કરોડોની ડીલ

હિના ખાને જ્યારે બિગ બોસમાં એન્ટ્રી કરી હતી ત્યારે મેકર્સ તેને અઠવાડિયાના 7-8 લાખ રૂપિયા આપતા હતા.

divyabhaskar.com | Updated - Sep 04, 2018, 02:03 PM
Deepika Kakar Will Get Double Fee From Actress Hina Khan

મુંબઈઃ ટીવીનું સૌથી મોટુ રિયાલિટી શો બિગ બોસ 12 વહેલી તકે નાના પડદે આવી રહ્યું છે. આ શોના ફેન્સ તેની રાહ જોઈ રહ્યાં છે. છેલ્લા અમુક દિવસથી આ શો સાથે જોડાયેલી ઘણા અહેવાલો સોશ્યિલ મીડિયા પર ચર્ચાનો વિષય બન્યા છે. બિગ બોસ-12ના સેલિબ્રિટી સ્પર્ધકો અંગે ઘણા નામ સામે આવ્યા છે. આ નામોમાં ટીવી સીરિયલ ‘સસુરાલ સિમરા કા’ ફેમ દીપિકા કક્કડ પણ છે. એક અહેવાલ અનુસાર, દીપિકાએ બિગ બોસના ઘરમાં રહેવા માટે હાં પાડી દીધી છે. જોકે, હવે શો સાથે જોડાયેલી વધુ એક સમાચાર વાયરલ થઈ રહ્યાં છે, એક અહેવાલ અનુસાર, દીપિકાને શોમાં એન્ટ્રી કરવા માટે હિના ખાનથી ડબલ ફી ઓફર કરવામાં આવી રહી છે. આ માટે તેણે મેકર્સ સાથે કરોડો રૂપિયાની ડીલ પણ કરી લીધી છે.

એક અઠવાડિયાના મળશે 14-16 લાખ રૂપિયા


- બિગ બોસ સીઝન 12ના મેકર્સે દીપિકા કક્કડને એક અઠવાડિયા માટે 14-16 લાખ રૂપિયા આપવાની ઓફર કરી છે. દીપિકાને આપવામાં આવનારી રકમન હિના ખાનને બિગ બોસ-11 માટે આપેલી રકમ કરતા ડબલ છે.
- હિના ખાને જ્યારે બિગ બોસમાં એન્ટ્રી કરી હતી ત્યારે મેકર્સ તેને અઠવાડિયાના 7-8 લાખ રૂપિયા આપતા હતા. પરંતુ તે પછી જ્યારે દીપિકા કક્કડની ફી સાંભળી હિના ખાન પણ ચોંકી જશે.
- આ વર્ષે બિગ બોસની સીઝન તેના નિર્ધારિત સમયથી એક મહિના અગાઉ શરૂ થઈ રહ્યો છે. આ વિવાદિત શો સપ્ટેમ્બરથી ઓન એર થવા જઈ રહ્યો છે. આ વખતે શોનું લોન્ચ લોનાવાલાને બદલે ગોવામાં શિફ્ટ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

રીષિને છોડી સલૂન ચલાવવા લાગી હતી રણબીર કપૂરની માતા, પતિ પર કર્યો હતો કેસ

X
Deepika Kakar Will Get Double Fee From Actress Hina Khan
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App