‘બિગ બોસ-12’નું લક્ઝૂરિયસ ઘર અંદરથી દેખાય છે આવું, સલમાનનો શો શરૂ પણ નથી થયો ને Leak થઈ Inside તસવીરો

Salman Khan Reality Show Bigg Boss 12 Inside Photos & Video Viral

divyabhaskar.com

Sep 14, 2018, 04:49 PM IST

મુંબઈઃ સલમાન ખાનનો શો ‘બિગ બોસ-12’ 16 સપ્ટેમ્બરથી શરુ થઈ રહ્યો છે. શોના ફેન્સ એ જાણવા ઉત્સુક હોય છે કે આ વખતે શોના મેકર્સે શું ફેરફાર કર્યા છે. આ દરમિયાન ‘બિગ બોસ-12’ના ઘરની અમુક ઈનસાઈડ તસવીરો અને વીડિયો સામે આવ્યા છે. વાસ્તવમાં ટ્વિટર પર ધ ખબરી નામના એક ટ્વિટર હેન્ડલ પરથી ઘરની અંદરની તસવીરો અને વીડિયોઝ શેર કરવામાં આવ્યા છે. જેમાં ઘરનું લિવિંગ એરિયા અને બેડ જોઈ શકાય છે. આ વખતે શોની થીમ બીચ (સમુદ્રી કિનારા) પર આધારિત છે જેના લીધે મેકર્સે ઘરને તે પ્રકારે ડિઝાઈન કરાવ્યું છે.

3 મહિના સુધી આ ઘરમાં રહેશે સ્પર્ધકો


- ‘બિગ બોસ’ના દરેક સીઝનમાં ઘરનું મહત્વ ઘણું વધારે હોય છે. લોકોની સાથે ઘરમાં રહેતા સ્પર્ધકો માટે ઘરની ડિઝાઈન ઘણી મહત્વપૂર્ણ હોય છે. તેઓ આ ઘરમાં અંદાજે 3 મહિના માટે રહેતા હોય છે. અહીં તેમને કોઈપણ પ્રકારની અસુવિધા ન થવી જોઈએ કારણ કે તેના લીધે તેઓ પર્ફોર્મ કરી શકે નહીં.
- ઘરની તસવીરોથી આ વખતના સ્પર્ધકોના કન્ફર્ટ માટે ઘણું ધ્યાન રાખવામાં આવ્યું હોવાનું લાગે છે. સેટ પરનો કલર ઘણો જ એટ્રેક્ટિવ લાગે છે.
- ઉલ્લેખનીય છે કે, બિગ બોસની ગત સિઝન 11માં 19 હજાર વર્ગફૂટમાં ઘર બનાવવામાં આવ્યું હતું. જેને આર્ટ ડિરેક્ટર ઓમંગ કુમારે પત્ની વનીતા સાથે મળી તૈયાર કર્યું હતું. ઘરના 4,600 વર્ગફૂટમાં ગાર્ડન અને 90 કેમેરા લગાવવામાં આવ્યા છે. જેને તૈયાર કરવા 200 લોકોએ 55 દિવસ કામ કર્યું હતું.

શો શરૂ થવા પહેલા જ ફેન્સ કરી શકશે ફેવરિટ સ્પર્ધકને વોટ


- માહિતી અનુસાર શોના ગ્રાન્ડ પ્રીમિયરના એક દિવસ પહેલા એટલે કે 15 તારીખના રોજ ફેન્સને શોમાં ભાગ લેવાની તક મળશે. મેકર્સે કરેલા ફેરફારને કારણે શોના ફેન્સે 15 સપ્ટેમ્બરના બપોરે 1 કલાકે કલર્સની VOOT એપથી લોગ ઈન કરવાનું રહેશે.
- જે પછી ‘બિગ બોસ’ સીઝન 12માં આવતા તમામ સ્પર્ધકો એક ટાસ્ક પર્ફોર્મ કરશે, તમારે માત્ર ફેવરિટ સ્પર્ધકને વોટ કરવાનું રહેશે અને તેને ‘બિગ બોસ’ના મુખ્ય ઘરમાં મોકલવાનું છે. આ ટાસ્કરને બિગ બોસના મેકર્સે ‘આઉટહાઉસ તાલા ખોલ’ નામ આપ્યું છે.
- ફેન્સ માત્ર એલિમિનેશનના એક દિવસ પહેલા જ પોતાના ફેવરિટ સ્પર્ધકને ઘરની બહાર જવાથી બચાવી શકતા હતા. જોકે તેઓ આ વખતે શોના પ્રારંભ પહેલા જ પોતાના ફેવરિટ સ્ટાર્સને વોટ કરી શકે છે.
- ફેન્સ સ્પર્ધકને ઘરમાં મોકલવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. આ વખતે શો 10.30ના બદલે 9 વાગે ટેલિકાસ્ટ કરવામાં આવશે. આ વખતે શોમાં કોમેડિયન ભારતી સિંહ અને હર્ષ લિમ્બાચિયા પ્રથમ સ્પર્ધક જોડી છે. જેમના ઘરમાં જવાની જાહેરાત સલમાને જાતે જ કરી હતી.

2 બાળકોનો પિતા છે આયુષ્માન ખુરાના, 11 વર્ષ સુઘી એક જ યુવતીને કરી ડેટ, જ્યારે લગ્નનો વારો આવ્યો તો ખિસ્સામાં હતા માત્ર 10 હજાર રૂપિયા, પત્નીને માને છે પ્રથમ અને અંતિમ ગર્લફ્રેન્ડ

X
Salman Khan Reality Show Bigg Boss 12 Inside Photos & Video Viral

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી