Bigg Boss શરૂ થાય પહેલાં જ સલમાન ખાને ખોલી સ્પર્ધકોની પોલ, એક પછી એક હટાવ્યા ચહેરા પરના નકાબ

Salman Khan Says Now Contestants Came For Limelight & Publicity

divyabhaskar.com

Sep 05, 2018, 06:26 PM IST

મુંબઈઃ સલમાન ખાને મંગળવારે વિવાદાસ્પદ રિયાલિટી શો ‘બિગ બોસ’ની 12મી સીઝનને લોન્ચ કરી હતી. જે પછી divyabhaskar.com સાથેની વાતચીતમાં સલમાને જણાવ્યું હતું કે, ‘શો દરવર્ષે ચેલેન્જીંગ બની રહ્યો છે. પહેલા જ્યારે લોકો ભાગ લેતા હતા ત્યારે તમામ વાસ્તવિક લાગતા હતા. પરંતુ હવે સમજાતું નથી કોઈ અસલી છે અને કોણ નકલી. મોટાભાગના લોકો માત્ર પબ્લિસિટી માટે આવે છે. તેઓ માત્ર લાઈમલાઈટમાં ટકી રહેવા ખાતર મારી સાથે જોડાવવા માગે છે."

સલમાને જણાવી પોતાની સૌથી મોટી મુશ્કેલી


- સલમાન ખાને કહ્યું કે,"મારા માટે એ નક્કી કરવું મુશ્કેલ છે કે કોણ સાચું છે અને કોણ નથી. ઘરની અંદર સ્પર્ધકોનો વ્યવહાર સંપૂર્ણ અલગ જ હોય છે. બધા સેલિબ્રિટી બનવા માગે છે. ત્યાંસુધી કે નોકરીની શોધ કરનારાઓ માટે પણ શો પ્લેટફોર્મ સાબિત થઈ રહ્યું છે. અરમાન કોહલીથી ગૌહર ખાન સુધી તમામને ખબર છે કે સલમાન સાથે કેવી રીતે ડીલ કરવું જોઈએ."
- "તેઓ માત્ર મારી સાથે વાતચીત કરવા માગે છે તે દુઃખદ છે. જોકે, આ લોકો માટે મનોરંજન બને છે. આ હોસ્ટ માટે મુશ્કેલ હોય છે કારણ કે તેમાં કંઈપણ સ્ક્રિપ્ટેડ નથી હોતું. હું દરેક સીઝનમાં આ બાબતને પડકાર તરીકે લઉં છું."
- સલમાને વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે,"હું તો તે વ્યક્તિ છું, જે વાસ્તવિક જેલમાં રહેલો છે. પરંતુ ‘બિગ બોસ’નું ઘર ડરાવે છે."

ટેલેન્ટેડ એક્ટર્સ સાથે કામ કરવું ગમશે


- સલમાન ખાને કહ્યું હતું કે,"મોટાભાગના પૂર્વ સ્પર્ધકો પાસે મારો નંબર છે. તેઓ મને મેસેજ કરે છે અને મારી પર વિશ્વાસ પણ રાખે છે. હું તમામને જવાબ આપું છું. તેઓ સંપૂર્ણ રીતે ચેન્જ થઈ ગયા છે."
- "ગૌતમ ગુલાટીથી મનવીર ગુર્જર, અશ્મિત પટેલ અને નૌરા ફતેહી સાથે કામ કર્યું છે અને તમામ ટેલેન્ટેડ છે. એલી અવરામ સાથે કામ કરવાની રાહ જોઈ રહ્યો છું. ભવિષ્યમાં પણ ટેલેન્ટેડ સ્પર્ધકો સાથે કામ કરવું ગમશે."

ગમે ત્યારે બાળકને જન્મ આપી શકે છે શાહિદ કપૂરની પત્ની, દરેક સમયે મીરા સાથે રહે છે બોલિવૂડ સ્ટાર

X
Salman Khan Says Now Contestants Came For Limelight & Publicity
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી