• Home
  • Bollywood
  • TV
  • Tv Actress Mandana Karimi Drastic Transformation Burka To bikini in 15 Years

એક સમયે બુરખો પહેરતી હતી ટીવી શો ‘ઈશ્કબાઝ’ની એક્ટ્રેસ, 15 વર્ષમાં થઈ ઘણી બોલ્ડ, બિકિની ફોટો શૅર કરી કહ્યું, "મે લાંબી મુસાફરી કરી છે"

Tv Actress Mandana Karimi Drastic Transformation Burka To bikini in 15 Years

divyabhaskar.com

Dec 19, 2018, 03:57 PM IST

મુંબઈઃ ‘બિગ બોસ-9’ની સ્પર્ધક અને ટીવી શો ‘ઈશ્કબાઝ’ની એક્ટ્રેસ મંદાના કરીમી પોતાના ટ્રાન્સફોર્મેશનને કારણે ચર્ચામાં છે. મંદાનાએ સોશ્યિલ મીડિયા પર પોતાની એક Then & Now તસવીર શેર કરી છે, જેમાં તે ઘણી અલગ જોવા મળી રહી છે. વાસ્તવમાં મંદાનાએ પોતાની એક 15 વર્ષ જૂની તસવીરને વર્તમાન લુક સાથે સરખાવી છે. મંદાના વર્તમાન લુકમાં બિકિનીમાં જોવા મળી રહી છે તો અગાઉના લુકમાં તેણે બુરખો પહેર્યો છે. મંદાનાએ લખ્યું હતું કે,"આ કહેવું ખોટું નથી કે મે 15 વર્ષોમાં લાંબી મુસાફરી કરી છે. મે સ્કૂલિંગ બાદ જ ઈરાન છોડી દીધું અને પોતાના સ્વપ્નોને પૂર્ણ કરવા પાછળ લાગી ગઈ હતી. સંપૂર્ણ એશિયામાં ફર્યા બાદ ભારત આવી. જેને હું મારું ઘર માનું છું. ભગવાનની કૃપાથી અને હાર્ડવર્કના કારમે મે ફિલ્મ્સમાં કામ કર્યું. હું બધાને એ કહેવા માગીશ કે હાર્ડવર્ક અને દૃઢ ઈચ્છા શક્તિથી કંઈપણ મેળવી શકો છો. પોતાની પરનો વિશ્વાસ કર્યારેય ના ગુમાવવો, માત્ર પોતાના સ્વપ્ન માટે લડો. ઘણા લોકો છે જે તમને ભટકાવશે અને ડિમોટિવેટ કરશે પરંતુ તમારે તમારી પર વિશ્વાસ રાખવો જોઈએ."

5 મહિના બાદ જ બીજા પતિથી અલગ થઈ હતી મંદાના...


- મંદાના કરીમી પોતાની પર્સનલ લાઈફના કારણે લાઈમલાઈટમાં રહી છે. મંદાનાએ બીજા લગ્નના 5 મહિના બાદ પોતાના બીજા પતિ ગૌરવ ગુપ્તા વિરુદ્ધ ઘરેલું હિંસાનો કેસ કર્યો હતો.
- વાસ્તવમાં મંદાનાએ 25 ફેબ્રુઆરી 2017ના બિઝનેસમેન ગૌરવ સાથે લગ્ન કર્યા હતા. એવામાં તેણે મુશ્કેલ નિર્ણય લેતા ફરિયાદ નોંધાવી હતી. મંદાનાએ રોજીંદા જીવન માટે પતિથી 10 લાખ રૂપિયા મહિનાનું મેન્ટેન્સ ખર્ચ અને 2 કરોડ રૂપિયા કમ્પનસેશન માંગ્યું હતું.
- મંદાનાએ ગૌરવ પર ધર્મ બદલવા દબાણ કરવાનો આરોપ પણ લગાવ્યો હતો. તેનો આરોપ હતો કે ગૌરવ તેને હિંદુ બનાવવા માગતો હતો. આ સાથે જ મંદાના પાસે એક્ટિંગ પણ છોડાવવા માગતો હતો કારણ કે એક્ટ્રેસના સાસરીપક્ષના લોકોને આ વાત ગમતી નહોતી.

‘ગે’ સાથે થયા હતા પ્રથમ લગ્ન


- દિલ્હી બેઝ્ડ બિઝનેસમેન ગૌરવ સાથે બીજા લગ્ન કરતા પહેલા મંદાનાએ 18 ફેબ્રુઆરી 2011ના રોજ લલિત તેહલાન સાથે પ્રથમ લગ્ન કર્યા હતા. જોકે આ વાતને મંદાનાએ નકારી હતી, પરંતુ તેમનું મેરેજ સર્ટિફિકેટ મીડિયામાં લીક થઈ ગયું હતું.
- મીડિયા રિપોર્ટ્સ અનુસાર, લલિત તેહલાન ‘ગે’ છે. તે ફેશન ડિઝાઈનર રોહિત બલ સાથે રિલેશનશિપમાં રહી ચૂક્યો છે. લલિત અને રોહિત ઘણીવાર એકબીજા સાથે ઈન્ટિમેટ થતા જોવા મળી ચૂક્યા છે.
- 2011માં રોહિત સાથેના બ્રેકઅપ બાદ લલિતે મંદાના સાથે સિક્રેટ મેરેજ કર્યા. અમુક અહેવાલ અનુસાર, મંદાનાએ પ્રથમ લગ્ન સિટિઝનશિપ મેળવવા કરી હતી, જે પછી કપલ અલગ થઈ ગયું હતું.

એક સમયે એરહોસ્ટેસ બનવા માગતી હતી મંદાના


- 19 માર્ચ 1988ના તેહરાન (ઈરાન)માં જન્મેલી મંદાનાએ પોતાના કરિયરનો પ્રારંભ એક એરહોસ્ટેસ તરીકે કર્યો હતો. જે પછી તેણે મૉડલિંગમાં હાથ અજમાવ્યો. આ પછી તેણે એના સિંહ, સત્યા પૉલ, જે.જે. વૈધ અને સંદીપ ખોસલા જેવા ડિઝાઈનર્સ માટે રેમ્પ વોક કર્યું.
- મંદાનાએ બોલિવૂડ ડેબ્યૂ ભલે ‘ભાગ જૉની’થી કર્યું હોય, પરંતુ આ પહેલા તે અર્જુન રામપાલ-જેકલીન ફર્નાન્ડિઝ તથા રણબીર કપૂર સ્ટારર ‘રૉય’માં કેમિયો કરતી જોવા મળી હતી. આ ઉપરાંત તેણે ‘મેં ઔર ચાર્લ્સ’ અને ‘ક્યા કૂલ હૈ હમ-3’ ફિલ્મ્સમાં પણ જોવા મળી ચૂકી છે.

ZEROની રીલિઝ પહેલા ડર્યો બોલિવૂડનો કિંગ ખાન, આ પહેલા પણ બે ફિલ્મ્સ નકારી ચૂક્યા છે દર્શકો

X
Tv Actress Mandana Karimi Drastic Transformation Burka To bikini in 15 Years
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી