Divya Bhaskar

Home » Bollywood » TV » Latest Masala » check out bigg boss 12 leaked contestant name list

'ગોપી બહૂ'થી 'છોટી બહૂ' સુધી, BIGG BOSSના ઘરમાં જોવા મળશે આ સેલેબ્સ, સિઝન 12માં આવ્યો Twist

Divyabhaskar.com | Updated - Aug 30, 2018, 12:02 PM

'બિગ બોસ 12' સપ્ટેમ્બર મહિનામાં શરૂ થાય છે. આ વખતે શોમાં 21 સ્પર્ધકો હોવાની ચર્ચા છે

  • check out bigg boss 12 leaked contestant name list
    +11બીજી સ્લાઈડ્સ જુઓ

    મુંબઈઃ 'બિગ બોસ 12' સપ્ટેમ્બર મહિનામાં શરૂ થાય છે. આ વખતે શોમાં 21 સ્પર્ધકો હોવાની ચર્ચા છે. સૂત્રોના મતે, પહેલાં સેલેબ્સ ઘરમાં જોડીઓ તરીકે એન્ટ્રી લેવાના હતાં પરંતુ હવે આ સિઝનનો પ્લોટ ચેન્જ કરી દેવામાં આવ્યો છે. હવે સેલેબ સિંગલ એન્ટ્રી લેશે. શોના કેટલાંક સ્પર્ધકોના નામ લીક થઈ ગયા છે. આ વખતે પણ શોમાં કોમનર જોવા મળશે. કોમનર સાથે સેલેબ્સની જોડી બનાવવામાં આવશે. કેટલાંક સેલેબ્સ-કોમનરને અલગ જગ્યાએ રાખવામાં આવશે, તેમ માનવામાં આવી રહ્યું છે.


    દેવોલિના ભટ્ટાચાર્યઃ
    'સાથ નિભાના સાથિયા'ની ગોપી વહુ એટલે કે દેવોલિના આ સિઝનમાં જોવા મળશે. તેણે પોતાની કરિયરની શરૂઆત 2011માં 'સાવરે સબકે સપને પ્રીતો'થી કરી હતી. હાલમાં દેવોલિનાનાં હાથમાં કોઈ નવા પ્રોજેક્ટ્સ નથી.


    સૃષ્ટિ રોડેઃ
    'છોટી બહુ' તથા 'ઈશ્કબાઝ' ફૅમ સૃષ્ટિ રોડે પણ 'બિગ બોસ'માં જોવા મળશે. પહેલાં સૃષ્ટિ પોતાના બોયફ્રેન્ડ મનિષ નાગદેવ સાથે આવવાની હતી પરંતુ હવે તે સિંગલ આવશે. સૃષ્ટિ કોમનર સાથે જોડી બનાવશે.


    વિભા છિબ્બરઃ
    'બિદાઈ' ફૅમ વિભા પણ આ શોમાં જોવા મળશે. પહેલાં વિભા પોતાના દીકરા પુરૂ સાથે એન્ટ્રી લેવાની હતી પરંતુ હવે વિભા એકલી જ આ શોમાં જોવા મળશે.


    (વાંચો, 'બિગ બોસ 12'ના ઘરમાં કોણ-કોણ જોવા મળશે....)

    બિગ બોસ 12: એડલ્ટ સ્ટારને મળશે અઠવાડિયાના 95 લાખ રૂ., TVના 'રામ-સીતા'ને 90 Lakhs

  • check out bigg boss 12 leaked contestant name list
    +10બીજી સ્લાઈડ્સ જુઓ

    રિદ્ધિમા પંડિતઃ
    'બહુ હમારી રજનીકાંત' ફૅમ રિદ્ધિમા પંડિત પણ ઘરમાં જોવા મળશે. રિદ્ધિમા 'ખતરો કે ખિલાડી 9'માં પણ ભાગ લઈ ચૂકી છે અને તે ટોપ 3માં આવી હતી. રિદ્ધિમાનાં સંબંધો રીતિક રોશનના ભાઈ સાથે છે.

     

  • check out bigg boss 12 leaked contestant name list
    +9બીજી સ્લાઈડ્સ જુઓ

    દિવ્યા અગ્રવાલઃ
    'બિગ બોસ 11'ના સ્પર્ધક પ્રિયંક શર્માની પૂર્વ પ્રેમિકા દિવ્યા પણ આ શોમાં જોવા મળશે. 'બિગ બોસ'ની 11મી સિઝનમાં દિવ્યા ફેમિલી મેમ્બર તરીકે શોમાં આવી હતી. આ વખતે સ્પર્ધક તરીકે આવશે. તે 'સ્પ્લિટ્સવિલા'માં પણ જોવા મળી હતી.

  • check out bigg boss 12 leaked contestant name list
    +8બીજી સ્લાઈડ્સ જુઓ

    શુભિ જોષીઃ
    'સ્પ્લિટ્સવિલા 8'માં જોવા મળતી શુભિ પણ આ વખતે 'બિગ બોસ'ના ઘરમાં આવશે. તે કોમેડિયન સિદ્ધાર્થ સાગર સાથેના રિલેશનશીપને લઈ ચર્ચામાં છે.

  • check out bigg boss 12 leaked contestant name list
    +7બીજી સ્લાઈડ્સ જુઓ

    સ્કારલેટ મી રોઝઃ
    યુથ બેઝ્ડ રિયાલિટી શો 'સ્પ્લિટ્સવિલા'ની વિનર સ્કારલેટ પણ આ શોમાં જોવા મળશે.

     

  • check out bigg boss 12 leaked contestant name list
    +6બીજી સ્લાઈડ્સ જુઓ

    નેહા પેંડસેઃ
    'મે આઈ કમ ઈન મેડમ'માં સંજના બનતી નેહા પણ આ સિઝનમાં જોવા મળશે. નેહા 'ફેમિલી ટાઈમ વિથ કપિલ શર્મા'માં કો-હોસ્ટ હતી. છેલ્લે 'એન્ટરટેઈમેન્ટ કી રાત'માં જોવા મળી હતી.

     

  • check out bigg boss 12 leaked contestant name list
    +5બીજી સ્લાઈડ્સ જુઓ

    શાલીન ભનોતઃ
    ટીવી એક્ટર શાલીન પણ આ વખતે 'બિગ બોસ'ના ઘરમાં જોવા મળશે. 2015માં શાલિન એક્ટ્રેસ પત્ની દલજીત કૌરને ડિવોર્સને કારણે ચર્ચામાં આવ્યો હતો. દલજીતે શાલીન પર ડોમેસ્ટિક વાયોલન્સનો કેસ કર્યો હતો.

  • check out bigg boss 12 leaked contestant name list
    +4બીજી સ્લાઈડ્સ જુઓ

    સુમેર એસ પરીછાઃ
    'પમ્મી આંટી' તરીકે લોકપ્રિય સુમેર આ વખતે શોમાં આવે તેમ માનવામાં આવે છે. પાંચ વર્ષ કુચીપુડી તથા 12 વર્ષથી ક્લાસિકલ ડાન્સની ટ્રેનિંગ લીધી છે. સુમેર દિલ્હીનો છે. ઓસ્ટ્રેલિયામાં અભ્યાસ દરમિયાન સુમેરે આરજેનું કામ કર્યું હતું.

     

  • check out bigg boss 12 leaked contestant name list
    +3બીજી સ્લાઈડ્સ જુઓ

    પરમસિંહઃ
    'સાડા હક' તથા 'ગુલામ' જેવી સીરિયલ્સમાં કામ કરી ચૂકેલો પરમ સિંહ આ શોમાં જોવા મળે તેમ માનવામાં આવે છે. 29 વર્ષીય પરમ વેબસીરિઝમાં પણ ચમકી ઉઠ્યો છે.

  • check out bigg boss 12 leaked contestant name list
    +2બીજી સ્લાઈડ્સ જુઓ

    શોએબ-દીપિકાઃ
    ટીવી કપલ શોએબ ઈબ્રાહિમ તથા દીપિકા કક્કર પણ આશોમાં આવશે. દીપિકા તથા શોએબે આ વર્ષે 22 ફેબ્રુઆરીના રોજ લગ્ન કર્યાં હતાં. દીપિકાએ ધર્મ પરિવર્તન કરીને શોએબ સાથે લગ્ન કર્યાં છે. તે હિંદુમાંથી મુસ્લિમ બની છે. તેણે હવે પોતાનું નામ ફૈઝા ઈબ્રાહિમ રાખ્યું છે. જેને કારણે સોશ્યિલ મીડિયામાં તેને ટ્રોલ પણ ખરવામાં આવી હતી. દીપિકાનાં આ બીજા લગ્ન છે.

  • check out bigg boss 12 leaked contestant name list
    +1બીજી સ્લાઈડ્સ જુઓ

    પોર્ન સ્ટાર ડેની ડી-માહિકા શર્માઃ
    માહિકા શર્મા બોલિવૂડમાં કામ કરવા માંગે છે. તે ચાહકોનું ધ્યાન પોતાની તરફ ખેંચવાની એક તક છોડતી નથી. તે હંમેશા પોતાના વિવાદાસ્પદ સ્ટેટમેન્ટ તથા સોશ્યિલ મીડિયામાં ડબલ મિનિંગ પોસ્ટને કારણે ચર્ચામાં રહે છે. હાલમાં જ માહિકાએ પોતાના હિરોને ઈન્ટ્રોડ્યૂસ કર્યો હતો અને તે એડલ્ટ ફિલ્મ સ્ટાર ડેની ડી છે. બંને 'ધ મોર્ડન કલ્ચર' ફિલ્મમાં સાથે કામ કરવાના છે. આ જ કારણે બંનેને 'બિગ બોસ'ના ઘરમાં આવવાની તક મળી છે. જ્યારે ડેની સાથે વાત કરવામાં આવી તો તેણે કહ્યું હતું કે શો માટે તેનો એપ્રોચ કરવામાં આવ્યો છે પરંતુ તેણે હજી નક્કી કર્યું નથી કે તે શોમાં જશે નહીં કે નહીં. માહિકા શર્માની સાથે ટીમ અપ કરવામાં ડેનીએ રસ દાખવ્યો હતો. તેણે કહ્યું હતું કે તે 'બિગ બોસ'ના ઘરમાં માહિકાની સાથે રહેવા માંગશે. તે ઘણી જ સ્વીટ છે.

  • check out bigg boss 12 leaked contestant name list

    ગુરમીત ચૌધરી-દેબિના બેનર્જીઃ
    ટીવીના રામ-સીતા એટલે કે ગુરમીત ચૌધરી અને દેબિના બેનર્જી શોના બીજા હાઈએસ્ટ પેડ સ્પર્ધક રહેશે. બંનેને દર અઠવાડિયે 90 લાખ રૂપિયા આપવામાં આવશે. દેબિના અને ગુરમીતની મુલાકાત 2008માં ટીવી સીરિયલ ‘રામાયણ’ના સેટ પર થઈ હતી. આ સીરિયલમાં તેઓ રામ-સીતાના રોલથી લોકપ્રિય થયા હતા. અહીંથી જ બંનેની લવ સ્ટોરીનો પ્રારંભ થયો હતો અને નાના પડદાના આ કપલે રિયલ લાઈફમાં 15 ફેબ્રુઆરી 2011ના રોજ લગ્ન કરી લીધા હતા. ગુરમીત ટૂંકસમયમાં જેપી દત્તાની ફિલ્મ ‘પલટન’માં જોવા મળશે, જ્યારે દેબીના ટીવી શો ‘તેનાલી રામા’માં જોવા મળી રહી છે.

(Latest Masala Gujarati News) સાથે જોડાયેલા અન્ય (TV Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in
(Read News in Gujarati from Divya Bhaskar)

More From Bollywood

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending