ઘોંઘાટ અને બૂમબરાડા માટે ફેમસ Bigg Bossમાં આ વખતે હશે એક મોટો ભજન સિંગર, મેકર્સે મહા-મહેનતે ઘરમાં આવવા મનાવ્યો

Singer Anup Jalota Married Thrice Including Niece Of Former Indian PM

divyabhaskar.com

Sep 10, 2018, 11:56 AM IST

મુંબઈઃ વિવાદાસ્પદ રિયાલિટી શો બિગ બોસની 12મી સીઝન શરુ થવા જઈ રહી છે. જેમ-જેમ શોના ઓનએર થવાની ડેટ નજીક આવી રહી છે તેમ-તેમ એક્સાઈટમેન્ટ વધી રહ્યું છે. 16 સપ્ટેમ્બરના રોજ શરુ થઈ રહેલા બિગ બોસમાં ભાગ લેનારા સ્પર્ધકોના નામ એક-એક કરીને સામે આવી રહ્યાં છે. મીડિયા રિપોર્ટ્સમાં એક નવું નામ 65 વર્ષીય ભજન સિંગર અનુપ જલોટાનું જોડાયું છે. તે આ શોમાં સેલિબ્રિટિ સ્પર્ધક તરીકે સામેલ થશે. અનુપની પર્સનલ લાઈફની વાત કરીએ તો તેમણે 3 લગ્ન કર્યા છે. બે પત્નીઓ સાથેના ડિવોર્સ બાદ તેમણે પૂર્વ પીએમ આઈકે ગુજરાલની ભત્રીજી સાથે લગ્ન કર્યા હતા. જેમનું 2014માં ગંભીર બીમારીને કારણે નિધન થયું હતું.

વિવાદોથી દૂર રહ્યાં અનૂપ જલોટા...


- મીડિયામાં આવી રહેલા અહેવાનો માનીએ તો અગાઉ અનૂપ જલોટા આ વિવાદાસ્પદ શોનો ભાગ બનવા માગતા નહોતા.
- પોતાના કરિયર દરમિયાન તમામ વિવાદોથી દૂર રહેલા અનૂપે શોના મેકર્સને તેનો ભાગ બનવા ઈન્કાર કરી દીધો હતો. જોકે ઘણા પ્રયાસ બાદ મેકર્સ તેમને શોમાં લાવવામાં સફળ થઈ ગયા છે.
- અનૂપ માટે વિવાદોથી ભરપૂર એવા બિગ બોસ શોમાં ટકી રહેવું સરળ નહીં હોય. શોના નેચર અને અનૂપ જલોટાની પર્સનાલિટીની જોઈ બિગ બોસના ઘરમાં તેમની ભૂમિકા કેવી રહેશે તે કહેવું મુશ્કેલ છે.

પ્રાઈમ ટાઈમ સ્લૉટમાં ટેલિકાસ્ટ થશે શો


- બિગ બોસ-12માં અત્યારસુધી દીપિકા કક્કડ, કરણવીર બોહરા, નેહા પેંડસે, ભારતી સિંહ, હર્ષ લિમ્બાચિયા અને સૃષ્ટિ રોડેના નામ ગેસ્ટ તરીકે ફાઈનલ થયા છે.
- તાજેતરમાં ચેનલે શોના ટાઈમમાં ફેરફારની જાહેરાત કરી હતી. 4 વર્ષ બાદ બિગ બોસ-12 ફરીવાર પ્રાઈમટાઈમ સ્લોટમાં ટેલિકાસ્ટ થશે. અગાઉ આ શો 10.30 અને વિકેન્ડના 9 વાગે ટેલિકાસ્ટ થતો. જોકે આ વખતે શો દરરોજ 9 વાગે જ ટેલિકાસ્ટ થશે.

ભાગીને કર્યા હતા પ્રથમ લગ્ન
- અનૂપ જલોટાની પર્સનલ લાઈફની વાત કરીએ તો તેમણે પ્રથમ લગ્ન ગુજરાતી યુવતી સોનાલી સેઠ સાથે કર્યા હતા. જોકે આ લગ્ન માટે તેના પરિવારજનો તૈયાર નહોતા. લાંબા સમય સુધી સાથે રહ્યાં બાદ તેમણે છૂટાછેડા લીધા હતા.
- જે પછી અનૂપે બીના ભાટિયા સાથે અરેન્જ મેરેજ કર્યા હતા. જોકે આ લગ્ન પણ વધુ ટકી શક્યા નહીં અને તેમણે છૂટાછેડા લઈ લીધા.
- અનૂપે ત્રીજા લગ્ન પૂર્વ પીએમ આઈકે ગુજરાલની ભત્રીજી મેઘા ગુજરાલ સાથે કર્યા જે બોલિવૂડ ડિરેક્ટર શેખર કપૂરના પ્રથમ પત્ની હતા. અનૂપ અને મેઘાને એક દીકરો આર્યમન પણ છે, જેનો જન્મ 1996માં થયો હતો. મેઘા જલોટાનું લીવરની બીમારીને કારણે 2014માં મોત થયું હતું.

Bigg Bossના આ Secrets નથી જાણતા તમે, દરેક સીઝનમાં દર્શકોને બનાવાય છે ‘મૂર્ખ’

X
Singer Anup Jalota Married Thrice Including Niece Of Former Indian PM
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી