'બિગ બોસ 11'ની આ કંટેસ્ટન્ટ ફિલ્મોમાં કરશે ડેબ્યૂ, પ્રભાસ સાથે જોવા મળશે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

મુંબઇ: પોપ્યુલર રિયાલિટી શો 'બિગ બોસ 11' પૂર્ણ થઇ ગયુ છે જેમાં હિના ખાનને પાછળ છોડી શિલ્પા શિંદે વિનર બની હતી. ફિનાલે બાદ હવે તમામ કંટેસ્ટન્ટ પોતાની રૂટીન લાઇફમાં વ્યસ્ત બની ગયા છે અને ફેન્સ પણ ફરી તેમને ઓન-સ્ક્રીન પર જોવાની રાહ જોઇ રહ્યાં છે. આ સીઝનમાં કોમનર તરીકે એન્ટ્રી કરનાર અર્શી ખાન જલ્દી એક ફિલ્મમાં નજરે પડશે. સુત્રો અનુસાર અર્શી 'બાહુબલી' ફેમ પ્રભાસ સાથે સ્ક્રીન શેર કરવાની છે. 

 

અર્શીએ સોશિયલ મીડિયા પર આપી જાણકારી

 

અર્શીએ પોતાના ટ્વિટર હેન્ડલથી ટ્વીટ કરી આ જાણકારી પોતાના ફેન્સને આપી છે. અર્શીએ ટ્વીટ કરતા લખ્યુ, "#ArshiKhan signed on for a big film project also starring Prabhas. Thank you @BeingSalmanKhan @ColorsTV @EndemolShineIND @BiggBoss. Special thanks to #NevadaPutman." જો કે અર્શીના આ પ્રોજેક્ટ વિશે વધુ જાણકારી સામે આવી નથી પરંતુ 'બિગ બોસ'ની આ સીઝન આ કોમનર કંટેસ્ટન્ટ માટે ઘણી લકી સાબિત થઇ છે. ફિલ્મમાં ડેબ્યૂ કર્યા પહેલા સમચાર હતા કે અર્શી ખાન 'ખતરો કે ખેલાડી'ની આગળની સીઝનમાં પણ સામેલ થવાની છે.

 

આગળની સ્લાઇડમાં જુઓ, સબંધિત વધુ તસવીરો..

અન્ય સમાચારો પણ છે...