Home » Bollywood » TV » Latest Masala » Entertainment is unlimited as the real life jodi Bharti Singh & Haarsh Joins BB12

સલમાન ખાને 'બિગ બોસ'ના પહેલાં સ્પર્ધકનું નામ કર્યું જાહેર, કોમેડિયન ભારતી સિંહ ગુજરાતી પતિ સાથે રહેશે ઘરમાં

Divyabhaskar.com | Updated - Sep 04, 2018, 05:49 PM

ભારતીએ સલમાનને કહ્યું કે,‘જે રીતે તમે વિકેન્ડના સ્પર્ધકોની ક્લાસ લગાવો છો, તે જ રીતે મારી સાસુ પણ મારી ક્લાસ લગાવે છે’

 • Entertainment is unlimited as the real life jodi Bharti Singh & Haarsh Joins BB12

  મુંબઈઃ ભારતના સૌથી મોટા રિયાલિટી શો બિગ બોસ-12નું ગોવામાં આયોજીત ગ્રાન્ડ લોન્ચ ઈવેન્ટમાં પ્રથમ સેલિબ્રિટી જોડીની જાહેરાત કરવામાં આવી હતી. આ કપલ અન્ય કોઈ નહીં પરંતુ કોમેડિયન ભારતી સિંહ અને તેનો પતિ હર્ષ લિમ્બાચિયા છે. બિગ બોસ 12માં એન્ટ્રી અંગે ભારતીએ જણાવ્યું હતું કે,"બિગ બોસમાં આવવાનું કારણ પૈસા જ છે. હું આ શો જીતવા માગુ છું. હર્ષ બહાર થઈ પણ જાય તો પણ તેમની પાસે ઘણું કામ છે પરંતુ હું આ શો જીતવા માગીશ." આ સમયે ભારતી સિંહે સલમાનને કહ્યું હતું કે, ‘જે રીતે તમે વિકેન્ડના સ્પર્ધકોની ક્લાસ લગાવતા હોવ છો, તે જ રીતે મારી સાસુ પણ મારી ક્લાસ લગાવે છે."

  સલમાને કર્યો સૌથી લાંબી રિલેશનશિપનો ખુલાસો


  - જ્યારે સલમાનને તેના સૌથી લાંબા રિલેશનશિપ અંગેનો પ્રશ્ન કર્યો તો તેણે જણાવ્યું હતું કે, ‘મારું સૌથી લાંબુ રિલેશનશિપ બિગ બોસ સાથે જ રહ્યું છે."
  - રિપોર્ટ્સ અનુસાર, આ વખતે ઘરમાં કુલ 21 લોકોની એન્ટ્રી થશે. શોના ફોર્મેટમાં અમુક ફેરફાર કર્યા બાદ ઘરમાં માત્ર સામાન્ય જોડીઓ જ આવશે.
  - એક અહેવાલ અનુસાર, સલમાન ખાનને બિગ બોસ-12માં સ્પેશ્યિલ પાવર મળશે. તે કોઈપણ સ્પર્ધકને બહાર થતા બચાવી શકશે.

  ભારતી 'લલ્લી'ના રોલથી થઈ હતી લોકપ્રિયઃ


  - ભારતીનો જન્મ ત્રણ જુલાઈ, 1986માં અમૃતસર, પંજાબમાં થયો છે. તેને 'ધ ગ્રેડ ઈન્ડિયન લાફ્ટર ચેલેન્જ' (2008)ની ચોથી સિઝનથી ખરી ઓળખ મળી હતી.
  - આ શોમાં ભારતી ફાઈનલમાં સેકન્ડ રનર-અપ રહી હતી. આ શોમાં તેણે લલ્લી નામનું કેરેક્ટર પ્લે કર્યું હતું. જે દર્શકોને ઘણું જ પસંદ આવ્યું હતું.

  આ શોમાં મળી હતી જોવાઃ


  - 'ધ ગ્રેડ ઈન્ડિયન લાફ્ટર ચેલેન્જ' સિવાય ભારતી 'કોમેડી સર્કસ કે સુપરસ્ટાર', 'કોમેડી સર્કસ કે તાનસેન' તથા 'કોમેડી સર્કસ કે અજૂબે' જેવા કોમેડી રિયાલિટી શોમાં જોવા મળી હતી.
  - ડાન્સિંગ રિયાલિટી શો 'ઝલક દિખલાજા'માં ભારતીએ પોતાના ડાન્સથી ચાહકોના દિલ જીત્યા હતાં. ભારતીએ કૃષ્ણા અભિષેક સાથે 'કોમેડી નાઈટ્સ બચાઓ તાજા'ને પણ હોસ્ટ કર્યો છે.

  પંજાબી-હિંદી ફિલ્મ્સમાં કર્યું છે કામ


  - ભારતીએ પંજાબી ફિલ્મ્સ 'એક નૂર', 'યમલે જટ યમલે' તથા 'જટ એન્ડ જૂલિયેટ 2'માં કામ કર્યું છે.
  - આ સિવાય અક્ષય કુમારની બોલિવૂડ ફિલ્મ 'ખિલાડી 786' તથા પુલકિત સમ્રાટ-યામી ગૌતમની ફિલ્મ 'સનમ રે'માં પણ જોવા મળી હતી.

  હર્ષને ભાઈ ગણાવતી હતી ભારતી


  - ઘણા કોમેડી શોમાં રાઈટર રહેલા હર્ષ લિમ્બાચિયા ભારતી સાથે સોશ્યિલ મીડિયા સાઈટ્સ પર ઘણા કિસ્સા શેર કરતા રહે છે.
  - ભારતી અને હર્ષ ડાન્સ રિયાલિટી શો ‘નચ બલિયે-8’ (2017)માં સામેલ થનાર સૌથી મોંઘા સ્પર્ધકો હતા. સૂત્રોના જણાવ્યાં અનુસાર, તેમને એક એપિસોડના 30 લાખ રૂપિયા આપવામાં આવ્યા હતા.
  - હર્ષ, ભારતી (32)થી 7 વર્ષ નાનો છે. બંનેએ લાંબા સમયના ડેટિંગ બાદ લગ્ન કર્યા હતા. જોકે ડેટિંગ સમયે ભારતી હર્ષને પોતાનો ભાઈ ગણાવતી હતી.

  ICUમાં છે જ્હોનની ‘સત્યમેવ જયતે’નો મ્યૂઝિક ડિરેક્ટર, ‘દબંગ ખાન’નો છે ફેવરિટ

(Latest Masala Gujarati News) સાથે જોડાયેલા અન્ય (TV Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in
(Read News in Gujarati from Divya Bhaskar)

More From Bollywood

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending

વીડિયો વધુ જુઓ