ડૉ. હાથીનો રોલ કરતા કવિ કુમાર આઝાદના નિધન બાદ TRP મામલે બીજા નંબેર પહોચ્યું ‘તારક મેહતા..’, ‘નાગિન-3’ હજુપણ સૌથી આગળ

સામાન્ય રીતે બીજા નંબરે ‘કુમકુમ ભાગ્ય’ અથવા ‘કુંડલી ભાગ્ય’ હોય છે.

divyabhaskar.com | Updated - Jul 19, 2018, 07:27 PM
Taarak Mehta Ka Ooltah Chashmah Got Jump in TRP And Reached To No 2

મુંબઈઃ TV વર્લ્ડ હંમેશા ટીઆરપી રેટિંગની રાહ જોતું હોય છે. 28માં અઠવાડિયાની બાર્ક રિપોર્ટ જાહેર કરવામાં આવી જેમાં ઘણા સીરિયલના રેટિંગમાં ફેરફાર જોવા મળી રહ્યો છે. જોકે ‘નાગિન-3’એ પોતાનું પ્રથમ સ્થાન જાળવી રાખવામાં સફળતા મેળવી છે. ગયા અઠવાડિયા આઠમા ક્રમે રહેનાર ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’ને શાનદાર રેટિંગ મળી છે અને તે બીજા નંબરે પહોંચી ગયું છે. ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ શોમાં ‘ડૉ. હાથી’નો રોલ કરનાર કવિ કુમાર આઝાદનું આકસ્મિક નિધન થયું હતું. સામાન્ય રીતે બીજા નંબરે ‘કુમકુમ ભાગ્ય’ અથવા ‘કુંડલી ભાગ્ય’ હોય છે.

ડાન્સ રિયાલિટી શોને ફટકો


- ડાન્સ રિયાલિટી શો ‘ડાન્સ દીવાને’ની ટીઆરપીમાં ભારે ઘટાડો જોવા મળ્યો હતો અને આ શો છઠ્ઠા નંબરે પહોંચી ગયો છે.
- ‘કુંડલી ભાગ્ય’ (ત્રીજા ક્રમે) અને ‘કુમકુમ ભાગ્ય’ (ચોથા ક્રમે)ની રેટિંગમાં પણ આ અઠવાડિયે ઘટાડો જોવા મળ્યો હતો, તેઓ અનુક્રમે સીરિયલ ‘યે રિશ્તા ક્યા કહલાતા હૈ’ સાતમા ક્રમે રહ્યો.
- ટોપની લિસ્ટમાં અન્ય શોમાં ‘ઈશ્ક સુબહાનલ્લાહ’ (પાંચમા ક્રમે), ‘કુલ્ફી કુમાર બાજેવાલા’ (આઠમા ક્રમે), ‘શક્તિઃ અસ્તિત્વ એક અહસાસ કી’ (નવમા ક્રમે), ઈન્ડિયન આઈડલ (દસમાં ક્રમે) સામેલ છે.

‘બાટલા હાઉસ’માંથી સૈફ અલી ખાનને કરાયો બહાર, જ્હોન અબ્રાહમની થઈ એન્ટ્રી,આતંકીઓના એન્કાઉન્ટર પર બનશે ફિલ્મ

X
Taarak Mehta Ka Ooltah Chashmah Got Jump in TRP And Reached To No 2
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App