Home » Bollywood » TV » Latest Masala » yeh rishta kya kehalta hai entered in top 5 in BARC rating

લાંબા સમય બાદ TRPની ટોપ ફાઈવની યાદીમાંથી બહાર 'તારક મહેતા...', 'યે રિશ્તા ક્યા કહેલાતા હૈં'એ મારી એન્ટ્રી

Divyabhaskar.com | Updated - Aug 03, 2018, 05:07 PM

બાર્ક(BARC)એ 30માં અઠવાડિયાની ટીઆરપી રેટિંગ જાહેર કરી છે. આ વખતે લિસ્ટમાં ઘણો જ મોટો ફેરફાર જોવા મળ્યો

  • yeh rishta kya kehalta hai entered in top 5 in BARC rating
    તારક મહેતા..માં જેઠાલાલ અને યે રિશ્તા ક્યા કહેલાતા હૈંમાં નાયરા-કાર્તિક

    મુંબઈઃ બાર્ક(BARC)એ 30માં અઠવાડિયાની ટીઆરપી રેટિંગ જાહેર કરી છે. આ વખતે લિસ્ટમાં ઘણો જ મોટો ફેરફાર જોવા મળ્યો હતો. 28 જુલાઈએ 10 વર્ષ પૂરા કરનાર કોમેડી શો 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' લાંબા સમય બાદ ટોપ ફાઈવના લિસ્ટમાં બહાર છે. ટીઆરપીની આ રેસમાં હવે 'તારક મહેતા' છઠ્ઠા નંબરે આવી ગયું છે. આ વખતે ટોપ 10માં પહેલી જ વાર ટીવી સીરિયલ 'ઈશ્ક મેં મર જાવા' એન્ટર થઈ છે.


    આ અઠવાડિયે પણ ટોચ પર 'નાગિન':
    બાર્કના અર્બન વ્યૂઅર્સમાં દર વખતની જેમ આ વખતે પણ 'નાગિન 3' ટોપ પર રહ્યું છે. સીરિયલમાં આવતા ટ્વિસ્ટ એન્ડ ટર્ન્સ ચાહકોને ખૂબ જ પસંદ આવ્યા છે. બીજા નંબરે 'કુંડલી ભાગ્ય', જ્યારે ત્રીજા નંબર 'કુમકુમ ભાગ્ય' છે. ચોથા નંબર ડાન્સ રિયાલિટી શો 'ડાન્સ દિવાને' અને પાંચમા સ્થાને 'યે રિશ્તા ક્યા કહેલાતા હૈં' છે.


    રૂરલ વ્યૂઅર્સમાં 'કુમકુમ ભાગ્ય' નંબર વનઃ
    બાર્કના રૂરલ વ્યૂઅર્સમાં એક નંબર પર 'કુમકુમ ભાગ્ય', બીજા નંબરે 'તારક મહેતા', ત્રીજા નંબરે 'મહેક', ચોથા નંબરે 'નાગિન 3' તથા પાંચમા નંબરે 'કુંડલી ભાગ્ય' છે.


    ઓવરઓલ રેટિંગમાં 'નાગિન' નંબર વનઃ
    બાર્કના ઓવરઓલ રેટિંગમાં નંબર વન પર 'નાગિન 3' જોવા મળે છે. જ્યારે બીજા સ્થાને 'કુંડળી ભાગ્ય', ત્રીજા સ્થાને 'કુમકુમ ભાગ્ય' જ્યારે ચોથા સ્થાને ઝી અનમોલ પર ટેલિકાસ્ટ થતી 'કુમકુમ ભાગ્ય' અને પાંચમા સ્થાને 'ડાન્સ દિવાને' છે.

    વાંચવાનું ચૂકશો નહીં: 'તારક મહેતા'માં દેખાતી ગોકુલધામના સેટની હકીકત, સોસાયટીમાં નથી એક પણ રૂમ, અંદરના સીન્સ થાય છે બીજે શૂટ

(Latest Masala Gujarati News) સાથે જોડાયેલા અન્ય (TV Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in
(Read News in Gujarati from Divya Bhaskar)

More From Bollywood

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending

વીડિયો વધુ જુઓ