Home » Bollywood » TV » Latest Masala » શશાંકને લગ્ન માટે યુવતીએ કર્યો હતો રિજેક્ટ I Shashank Vyas Once Rejected By Girl

'આનંદી'ના પતિ 'જગ્યા'નું ટ્રાન્સફોર્મેશન, એક સમયે છોકરીએ લગ્ન માટે પાડી દીધી'તી ના

Divyabhaskar.com | Updated - Apr 06, 2018, 11:59 AM

ટીવી એક્ટર શંશાકને લગ્ન માટે હાલ ઉતાવળ નથી, જોકે તેના માતા-પિતા યોગ્ય યુવતી શોધી રહ્યાં છે

 • શશાંકને લગ્ન માટે યુવતીએ કર્યો હતો રિજેક્ટ I Shashank Vyas Once Rejected By Girl
  +4બીજી સ્લાઈડ્સ જુઓ
  શશાંક વ્યાસ.

  મુંબઈઃ ‘બાલિકા વધૂ’ (2008-2018)માં જગ્યાનો રોલ પ્લે કરતા શશાંક વ્યાસ હાલ પોતાના બદલાયેલા લુકને કારણે ચર્ચામાં છે. તાજેતરમાં તેણે પોતાની અમુક તસવીરો શેર કરી હતી. જેમાં તે જબરદસ્ત ફિટ જોવા મળી રહ્યો છે. આ સાથે તેણે પોતાના વર્કઆઉટનો વીડિયો પણ શેર કર્યો હતો, જેમાં તે એબ્સ બનાવતો જોવા મળી શકે છે. શશાંકે વીડિયોમાં તેને આટલી ફિટ બોડી મેળવવા માટે મદદ કરનાર તમામ લોકોનો આભાર માન્યો હતો. ઉલ્લેખનીય છે કે, એક સમયે શંશાક વ્યાસને લગ્ન માટે યુવતીએ રિજેક્ટ કરી દીધો હોવાની વાત તેણે જ જણાવી હતી.

  યુવતીને કરી હતી આ વાત, જે પછી તેણે કર્યો હતો રિજેક્ટ


  - અમુક સમય પહેલા 31 વર્ષીય શંશાકે એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યું કે, તેને અરેન્જ મેરેજ પ્રપોઝલ દરમિયાન રિજેક્શનનો સામનો કરવો પડ્યો હતો. શશાંકે કહ્યું હતું કે,‘હું પરિવારના કારણે એક યુવતીને મળ્યો હતો. જેણે મને રિજેક્ટ કરી દીધો. વાસ્તવમાં મુલાકાત દરમિયાન તેણે મને કંઈપણ પ્રશ્ન કરવો તો તે માટે કહ્યું, આ સમયે મે તેને મારી લાઈફને તમામ વાતો જણાવવા જેવી લાગી. આ સમયે મે તેને 13-14 કલાક કામ કરતો હોવાની વાત જણાવી. આ સાથે જ એવો ટાઈમ હોય છે જ્યારે અમારી પાસે કોઈ કામ નથી હોતું. આમ ફાયનાન્સિયલ સમસ્યાઓ, અફેર્સની અફવા, હિટ્સ, ફ્લિપો અને ટીવી ઈન્ડસ્ટ્રીની ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડતો હોય છે. મે તે યુવતીને એક્ટરની લાઈફના તમામ પાસા જણાવી દીધા હતા. તે યુવતી સાથેની મિટિંગ બાદ તેના પરિવારથી કોઈ રિસ્પોન્સ ન આવ્યો અને ન પછી બીજી કોઈ મિટિંગ થઈ. આ વાત સ્પષ્ટ છે કે, તેણે મને રિજેક્ટ કરી દીધો હતો.’

  અગાઉ નહોતો કરવા માગતો કોઈ એક્ટ્રેસ સાથે લગ્ન...

  - શશાંકે જણાવ્યું કે,‘હું કહેતો હતો કે ક્યારેય ટીવી ઈન્ડસ્ટ્રીની યુવતી સાથે લગ્ન નહીં કરું, જોકે હવે એવું નથી. મે રવિ દુબે અને શરગુન મેહતા (ટીવી સ્ટાર્સ)ને જોયા છે. મને હવે લાગે છે કે, એક એક્ટરને એક્ટર જ સમજી શકે છે. જીવનમાં ઘણા સરપ્રાઈઝ રહેલા છે. મને આ વાત અરેન્જ મેરજના પ્રથમ અનુભવ બાદ સમજમાં આવી. મારા પિતા વિકાસ વ્યાસ સતત યુવતી શોધી રહ્યાં છે. તે સંબંધીઓને મળતા રહે છે અને મારી પસંદ પ્રમાણેની યુવતી દેખાડવાની વાત કરે છે. મારા માટે વય મહત્વની નથી. હું એક્ટર છું અને પોતાના કરિયર પર ફોક્સ કરી રહ્યો છું.’

  (આગળની સ્લાઈડ્સમાં જાણો, ટીવીના એક્ટર સાથે જોડાયેલી અન્ય વાતો.......)

 • શશાંકને લગ્ન માટે યુવતીએ કર્યો હતો રિજેક્ટ I Shashank Vyas Once Rejected By Girl
  +3બીજી સ્લાઈડ્સ જુઓ

  - 30 નવેમ્બર 1986ના મધ્યપ્રદેશના ઉજ્જૈનમાં જન્મેલા શશાંકે ‘બાલિકા વધૂ’થી પોતાના કરિયરનો પ્રારંભ કર્યો હતો. આ શોમાં તે જગદીશ ઉર્ફ જગ્યાનો રોલમાં જોવા મળ્યો.

 • શશાંકને લગ્ન માટે યુવતીએ કર્યો હતો રિજેક્ટ I Shashank Vyas Once Rejected By Girl
  +2બીજી સ્લાઈડ્સ જુઓ

  - શશાંકને વર્ષ 2012માં ‘બાલિકા વધૂ’ માટે બેસ્ટ કેરેક્ટર પોટ્રેયલ કેટેગરીમાં ગોલ્ડન પૈટલ એવોર્ડ મળી ચૂક્યો છે.

 • શશાંકને લગ્ન માટે યુવતીએ કર્યો હતો રિજેક્ટ I Shashank Vyas Once Rejected By Girl
  +1બીજી સ્લાઈડ્સ જુઓ

  - શશાંક અક્ષય કુમારની ફિલ્મ ‘તીસ માર ખાં’ (2010)થી બોલિવૂડ ડેબ્યૂ કરી ચૂક્યો છે.

 • શશાંકને લગ્ન માટે યુવતીએ કર્યો હતો રિજેક્ટ I Shashank Vyas Once Rejected By Girl

  - ડેબ્યૂ ફિલ્મમાં શશાંકે કૈમિયો જ કર્યો હતો.

(Latest Masala Gujarati News) સાથે જોડાયેલા અન્ય (TV Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in
(Read News in Gujarati from Divya Bhaskar)

More From Bollywood

Trending

વીડિયો વધુ જુઓ