1

Divya Bhaskar

Home » Bollywood » TV » Latest Masala » TV Actress Toral Rasputra Was Living With Parents Since Last 3 Years

‘બાલિકાવધૂ’માં ‘આનંદી’ બનનાર ગુજરાતી એક્ટ્રેસ તોરલે લીધા ડિવોર્સ, 3 વર્ષથી બિઝનેસમેન પતિથી અલગ રહેતી હતી પિયરમાં

Divyabhaskar.com | Last Modified - Jul 10, 2018, 03:15 PM IST

તોરલે 2012માં બિઝનેસમેન ધવલ સાથે લગ્ન કર્યા હતા, જોકે લગ્નના અમુક સમય બાદ જ બંનેની મેરિડ લાઈફમાં સમસ્યાઓ આવવા લાગી

  • TV Actress Toral Rasputra Was Living With Parents Since Last 3 Years

    મુંબઈઃ TV શો ‘બાલિકા વધૂ’માં આનંદીનો રોલ કરી લોકપ્રિય થનારી ગુજરાતી એક્ટ્રેસ તોરલ રાસપુત્રા(30) પોતાની પર્સનલ લાઈફના કારણે ચર્ચામાં છે. એક અહેવાલ અનુસાર, તોરલે 6 વર્ષ જૂના લગ્ન સંબંધનો અંત આણતા છૂટાછેડા લઈ લીધા છે. તોરલે 2012માં બિઝનેસમેન ધવલ સાથે લગ્ન કર્યા હતા, જોકે લગ્નના અમુક સમય બાદ જ બંનેની મેરિડ લાઈફમાં સમસ્યાઓ આવવા લાગી હતી. આ જ કારણે 2015માં તોરલ પોતાનું સાસરું છોડી પિયર આવી ગઈ હતી. લાંબા સમય સુધી પોતાના માતા-પિતા સાથે રહ્યાં બાદ તોરલે પતિ સાથે વાત કરી, જોકે પરિસ્થિતિ કંટ્રોલમાં ન આવતા તોરલ અને તેના પતિએ સહમતિ સાથે અલગ થવાનો નિર્ણય લીધો.

    છૂટાછેડા પર તોરલે કહ્યું કે,‘હું અને ધવલ હંમેશા મિત્રો રહીશું’


    - તોરલે એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે,‘હાં, અમે છૂટાછેડા લઈ લીધા છે. અમે લગ્ન સંબંધને ટકાવવા ઘણા પ્રયાસ કર્યા પરંતુ તેમા સફળ ન રહ્યાં. ઘણીવાર પરિસ્થિતિ એવી નથી રહેતી જેવી અમે ઈચ્છીએ છીએ. જોકે હું અને ધવલ હંમેશા મિત્રો રહીશું.’
    - "સમયની સાથે અમારા સંબંધ એવી સ્થિતિએ પહોંચી ગયું હતું, જ્યાંથી પરત ફરવું મુશ્કેલ હતું. અમને આ વાત સમજમાં આવી ગઈ હતી."
    - "વાસ્તવમાં છૂટાછેડાના અમુક મહિના પહેલા અમે બંનેએ પોતાના મુદ્દાઓને ઉકેલવાનો પ્રયાસ કર્યો હતો. બંને આ માટે અમુક દિવસ સાથે પણ રહ્યાં. પરંતુ અંતે સંબંધ ટકાવવામાં નિષ્ફળ જ રહ્યાં."

    ઘણા ટીવી શોઝમાં કામ કરી ચૂકી છે તોરલ


    - તોરલે 2007માં ‘ધૂમ મચાઓ ધૂમ’થી ટીવી ડેબ્યૂ કર્યું હતું. તે ‘બાલિકા વધૂ’ ઉપરાંત ‘યહાં કે હમ સિકંદર’, ‘રિશ્તોં કી ડોર’, ‘કેસરિયા બાલમ આવો હમારે દેશ’, ‘એક નઈ છોટી સી જીંદગી’, ‘ઝલક દિખલા જા’, ‘કોમેડી નાઈટ બચાઓ’, ‘સસુરાલ સિમર કા’ જેવા શોમાં કામ કરી ચૂકી છે.

    ડૉ. હાથીના નિધનથી આઘાતમાં ‘તારક મેહતા'ના કલાકાર, એક દિવસ પહેલા જ સાથે કર્યું'તું શૂટિંગ, ભીડેએ કહ્યું- 'તે ‘આઝાદ’ થઈ ગયો'

(Latest Masala Gujarati News) સાથે જોડાયેલા અન્ય (TV Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in
(Read News in Gujarati from Divya Bhaskar)

More From Bollywood

Trending