Home » Bollywood » TV » Latest Masala » સલમાન ખાનના 'મેનેજર'એ પ્રેમિકાના વાળ ખેંચીને જમીને પર ફેંકી, niru randhava police complian against arman kohli

સલમાન ખાનના 'મેનેજર'એ પ્રેમિકાના વાળ ખેંચીને જમીને પર ફેંકી, મારી મારીને કરી અધમૂવી

Divyabhaskar.com | Updated - Jun 05, 2018, 05:35 PM

અરમાન કોહલીએ નીરૂ રંધાવાને માર માર્યો અને તેને કારણે તે હોસ્પિટલમાં દાખલ થઈ છે.

  • સલમાન ખાનના 'મેનેજર'એ પ્રેમિકાના વાળ ખેંચીને જમીને પર ફેંકી, niru randhava police complian against arman kohli
    +2બીજી સ્લાઈડ્સ જુઓ
    નીરૂ-અરમાન, હોસ્પિટલમાં સારવાર લેતી નીરૂ

    મુંબઈઃ 'બિગ બોસ'ની સાતમી સિઝનના સ્પર્ધક અરમાન કોહલીનો ફરી વરવો ચહેરો સામે આવ્યો છે. અરમાન કોહલીની પ્રેમિકા નીરૂ રંધાવાએ તેની પર કેસ કર્યો છે. ઉલ્લેખનીય છે કે 'પ્રેમ રતન ધન પાયો'માં અરમાન કોહલી એક્ટર સલમાનનો મેનેજર બન્યો હતો.


    અરમાને માર્યો મારઃ
    અરમાન કોહલીએ નીરૂ રંધાવાને માર માર્યો અને તેને કારણે તે હોસ્પિટલમાં દાખલ થઈ છે. ખરાબ રીતે ઈજાગ્રસ્ત થયા બાદ નીરૂએ અરમાન પર કેસ કર્યો છે. નીરૂએ સાંતાક્રૂઝ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી છે. અરમાન પર આઈપીસીની ધારા 326 અંતગર્ત કેસ કરવામાં આવ્યો છે. જો આ આરોપો સાચા સાબિત થયા તો તેને સાત વર્ષની સજા થઈ શકે છે.


    પૈસાને કારણે થયો ઝઘડોઃ
    નીરૂએ કહ્યું હતું કે પૈસાને કારણે આ ઝઘડો થયો હતો. પહેલાં અરમાને તેને ગાળો ભાંડી હતી. ત્યારબાદ વાળ પકડીને જમીન પર ઢસડી હતી. તેણે અરમાન પાસે હોસ્પિટલ જવાની ભીખ માંગી હતી. ત્યારે અરમાને તેની પાસેથી વચન લીધું હતું કે તે પોલીસને કંઈ કહેશે નહીં.


    ફેબ્રુઆરીમાં તોડ્યું હતું નાકઃ
    નીરૂએ વધુમાં કહ્યું હતું કે અરમાને પહેલીવાર ફેબ્રુઆરીમાં તેની પર હાથ ઉપાડ્યો હતો અને તેનું નાક તોડી નાખ્યું હતું. આ સંબંધો તેની સૌથી મોટી ભૂલ હતી. તે અરમાનને છોડીને દુબઈમાં નોકરી કરતી હતી. ત્રણ મહિના પછી પાછો અરમાન આવ્યો અને તેને લઈ ગયો હતો. તે દુબઈમાં બધું જ છોડીને ઈન્ડિયા શિફ્ટ થઈ ગઈ હતી.

    (વાંચો, આ પહેલાં પણ અરમાન કરી ચૂક્યો છે મારપીટ...)

  • સલમાન ખાનના 'મેનેજર'એ પ્રેમિકાના વાળ ખેંચીને જમીને પર ફેંકી, niru randhava police complian against arman kohli
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
    અરમાન તથા નીરૂ રંધાવા

    અરમાન નહોતો ઘરેઃ
    પોલીસ જ્યારે અરમાનના ઘરે ગઈ ત્યારે તે નહોતો.


    આ પહેલાં પણ કરી ચૂક્યો છે મારપીટઃ
    અરમાન કોહલીના 'તારક મહેતા..'ની બબિતા એટલે કે મુન મુન દત્તા સાથે સંબંધો હતા અને તેની સાથે પણ મારપીટ કરી હતી અને તેને જાનથી મારવાનો પ્રયાસ કર્યો હતો.

  • સલમાન ખાનના 'મેનેજર'એ પ્રેમિકાના વાળ ખેંચીને જમીને પર ફેંકી, niru randhava police complian against arman kohli
    'બિગ બોસ'ના ઘરમાં અરમાન કોહલી તથા તનિષા

    તનિષા સાથે હતાં સંબંધોઃ
    'બિગ બોસ'ના ઘરમાં અરમાન કોહલી તથા તનિષા વચ્ચેની નિકટતા ચર્ચાનું કારણ બની હતી. એવી પણ ચર્ચા હતી કે બંને લગ્ન કરવાના છે. જોકે, પછીથી આ બંનેના સંબંધોનો અંત આવી ગયો હતો.

(Latest Masala Gujarati News) સાથે જોડાયેલા અન્ય (TV Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in
(Read News in Gujarati from Divya Bhaskar)

More From Bollywood

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending

વીડિયો વધુ જુઓ