• Gujarati News
  • National
  • 'સિંઘમ'ની સાળી તનિષાને પણ ફટાકરતો હતો અરમાન કોહલી, Neeru randhawa Filed A Police Complaint Against Armaan Kohli

હવે થયો ખુલાસો, 'સિંઘમ'ની સાળી તનિષાને પણ ફટાકરતો હતો અરમાન કોહલી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

મુંબઈઃ બોલિવૂડ એક્ટર અરમાન કોહલી પર અવાર-નવાર પ્રેમિકાઓને માર મારવાના આરોપ લાગતા હોય છે. હાલમાં જ અરમાને પોતાની લિવ-ઈન પાર્ટનર નીરૂ રંધાવાને માર માર્યો હતો અને તેની ફરિયાદને આધારે અરમાનને કસ્ટડીમાં લેવામાં આવ્યો હતો. કોર્ટે અરમાનને 26 જૂન સુધી કસ્ટડીમાં મોકલી આપ્યો છે. હાલમાં જ નીરૂએ એક જાણીતી અંગ્રેજી વેબસાઈટને આપેલા ઈન્ટરવ્યૂમાં કહ્યુ હતુ કે અરમાને કાજોલની બહેન તનિષાને પણ ફટકારી હતી.


નોકરોએ કહી આ વાતઃ
નીરૂ રંધાવાએ કહ્યું હતું કે અરમાને તનિષાને પણ માર માર્યો હતો. આ વાત તેને નોકરો પાસેથી જાણવા મળી હતી. આટલું જ નહીં અરમાન-તનિષાના કોમન ફ્રેન્ડ્સે પણ તેને એ વાત કહી હતી કે અરમાન, તનિષાને ઝૂડી નાખતો હતો.

 

સલમાન ખાનના 'મેનેજર'એ પ્રેમિકાના વાળ ખેંચીને જમીને પર ફેંકી, મારી મારીને કરી અધમૂવી


અરમાન-તનિષાનાં સંબંધો આ રીતે બંધાયાઃ
'બિગ બોસ 7'માં અરમાન તથા તનિષાના સંબંધો શરૂ થયા હતાં. બંને વચ્ચેની નિકટતા નેશનલ ટીવી પર પણ જોવા મળી હતી. આ જ કારણથી કાજોલ, અજય દેવગ તથા તનુજા અપસેટ થયા હતાં. 'બિગ બોસ'ના ઘરમાં પણ અરમાન કોહલી અન્ય સ્પર્ધકો સાથે માર-પીટ કરતો હતો.


'બિગ બોસ' બાદ તૂટ્યા સંબંધોઃ
'બિગ બોસ' પૂરૂ થયાના થોડા દિવસો બાદ જ તનિષા તથા અરમાનનાં સંબંધો તૂટી ગયા હતાં. અરમાનના હિંસક સ્વભાવને કારણે આ સંબંધો તૂટ્યા હોવાનું માનવામાં આવે છે.


અનેકવાર મારી નીરૂનેઃ
નીરૂએ કહ્યું હતું કે અરમાને તેને અનેકવાર માર માર્યો છે. તે આ સંબંધ તોડવા માંગતી હતી પરંતુ અરમાન તેને મનાવી લેતો હતો. આ સંબંધો તેની સૌથી મોટી ભૂલ છે.


મુનમુન દત્તાને પણ માર્યો હતો મારઃ
'તારક મહેતા..'ની બબિતાજી એટલે કે મુનમુન દત્તા તથા અરમાન કોહલી વચ્ચે અફેર હતું. અરમાને મુનમુન દત્તાને માર માર્યો હતો.