Divya Bhaskar

Home » Bollywood » TV » Latest Masala » અરમાન કોહલીએ 'તારક મહેતા'ની આ 'સુંદર ભાભી'ને પણ ઝૂડી હતી, arman kohli beaten babita aka mun mun dutt

અરમાન કોહલીએ 'તારક મહેતા'ની આ 'સુંદર ભાભી'ને પણ ઝૂડી હતી, મોરેશિયસમાં થયો હતો ડ્રામા

Divyabhaskar.com | Updated - Jun 05, 2018, 05:34 PM

2008માં મુનમુન દત્તાનાં સંબંધો બોલિવૂડ એક્ટર અરમાન કોહલી સાથે હતાં

  • અરમાન કોહલીએ 'તારક મહેતા'ની આ 'સુંદર ભાભી'ને પણ ઝૂડી હતી, arman kohli beaten babita aka mun mun dutt
    +2બીજી સ્લાઈડ્સ જુઓ

    મુંબઈઃ 'બિગ બોસ'નો પૂર્વ સ્પર્ધક અરમાન કોહલી ફરીવાર ચર્ચામાં છે. અરમાન કોહલીએ પોતાની લીવ-ઈન પાર્ટનર નીરૂ રંધાવાને ઢોર માર માર્યો છે અને નીરૂએ પોલીસ ફરિયાદ પણ કરી છે. હાલમા નીરૂ કોકિલાબેન હોસ્પિટલમાં સારવાર લઈ રહી છે. જોકે, માત્ર નીરૂ જ નહીં મુન મુન દત્તાને પણ માર માર્યો હતો. 2008માં મુનમુન દત્તાનાં સંબંધો બોલિવૂડ એક્ટર અરમાન કોહલી સાથે હતાં. બબિતા જ્યારે અરમાનને ડેટ કરતી ત્યારે તેની ઉંમર 21 વર્ષ હતી. તો અરમાન કોહલી 36 વર્ષનો હતો. એટલે કે મુનમુન દત્તા પોતાનાથી 15 વર્ષ મોટા અરમાનને ડેટ કરતી હતી.


    મોરેશિયસમાં અરમાને માર માર્યો હતોઃ
    2008માં મોરેશિયસ અરમાન તથા મુન મુન દત્તા વેલેન્ટાઈન ડે સેલિબ્રિટ કરવા ગયા હતાં. કોઈ વાત પર આ બંને વચ્ચે ઝઘડો થયો હતો અને ગુસ્સામાં અરમાન કોહલીએ પોતાની પ્રેમિકા મુન મુન દત્તાને જાનથી મારી નાખવાનો પ્રયાસ કર્યો હતો, આટલું જ નહીં અરમાને પોતાનો જીવ લેવાનો પણ પ્રયાસ કર્યો હતો. અરમાનની મોરેશિયસમાં ધરપકડ પણ કરવામાં આવી હતી. કોર્ટમાં અરમાને દંડ પણ ભરવો પડ્યો હતો. ડોલી બ્રિન્દ્રા અને તેનો પતિ કૈઝાદ પણ આ સમયે ત્યાં જ હતાં, તેમણે મુન મુન દત્તાનો જીવ બચાવ્યો હતો. ડોલીની જણાવ્યા પ્રમાણે, અરમાને પોતાના મગજ પરનો કાબૂ ગુમાવી દીધો હતો અને તે બિલ્ડિંગ પરથી નીચે કૂદકો મારવા જતો હતો.

    (વાંચો, હાલમાં સિંગલ છે બબિતા....)

  • અરમાન કોહલીએ 'તારક મહેતા'ની આ 'સુંદર ભાભી'ને પણ ઝૂડી હતી, arman kohli beaten babita aka mun mun dutt
    +1બીજી સ્લાઈડ્સ જુઓ

    બ્રેક-અપ બાદ સિંગલ છે મુનમુનઃ
    મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, અરમાન કોહલી સાથેના બ્રેક-અપ બાદથી જ મુનમુન દત્તા સિંગલ છે. દાવો કરવામાં આવે છે કે અલગ થયા બાદ જ અરમાનનો સ્વભાવ ગુસ્સાવાળો થઈ ગયો છે. જોકે, અરમાનનું નામ તાન્યા સિંહ તથા તનિષા મુખર્જી સાથે જોડાઈ ચૂક્યું છે.

  • અરમાન કોહલીએ 'તારક મહેતા'ની આ 'સુંદર ભાભી'ને પણ ઝૂડી હતી, arman kohli beaten babita aka mun mun dutt

    જેઠાલાલ સાથે જૂની મિત્રતાઃ
    જેઠાલાલ અને બબિતાનાં સંબંધો જૂના છે. એટલે કે મુનમુન દત્તા તથા જેઠાલાલ એટલે કે દિલીપ જોષી સીરિયલ 'હમ સબ બારાતી'માં સાથે જોવા મળ્યાં હતાં. કહેવાય છે કે દિલીપ જોષીએ જ બબિતાનાં રોલ માટે મુનમુન દત્તાનું નામ સજેસ્ટ કર્યું હતું. એક્ટ્રેસ પહેલાં મુનમુન દત્તા મોડલિંગ માટે જાણીતી હતી.જેઠાલાલ સાથે જૂની મિત્રતાઃ
    જેઠાલાલ અને બબિતાનાં સંબંધો જૂના છે. એટલે કે મુનમુન દત્તા તથા જેઠાલાલ એટલે કે દિલીપ જોષી સીરિયલ 'હમ સબ બારાતી'માં સાથે જોવા મળ્યાં હતાં. કહેવાય છે કે દિલીપ જોષીએ જ બબિતાનાં રોલ માટે મુનમુન દત્તાનું નામ સજેસ્ટ કર્યું હતું. એક્ટ્રેસ પહેલાં મુનમુન દત્તા મોડલિંગ માટે જાણીતી હતી.

(Latest Masala Gujarati News) સાથે જોડાયેલા અન્ય (TV Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in
(Read News in Gujarati from Divya Bhaskar)

More From Bollywood

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending