Home » Bollywood » TV » Latest Masala » Big B Shared HIs thoughts on Salman Khan and his desire to host KBC

લાડલી પૌત્રી આરાધ્યા સાથે અમિતાભ બચ્ચન રમવા માંગે છે KBC, સલમાનની ઈચ્છા પર પણ બોલ્યા Big B

Divyabhaskar.com | Updated - Aug 28, 2018, 06:41 PM

અમિતાભે કહ્યું કે, સ્પર્ધક તરીકે હોટ સીટ પર 2-3 સવાલથી વધુ ટકી શકીશ નહીં.

  • Big B Shared HIs thoughts on Salman Khan and his desire to host KBC

    મુંબઈઃ ભારતીય ટીવી ઈન્ડસ્ટ્રીમાં સૌથી સફળ ગણાતા ગેમ શો ‘કૌન બનેગા કરોડપતિ’ (KBC)ની 10મી સિઝન શરૂ થવા જઈ રહી છે. ગત સિઝનના આંકડાઓ ટીઆરપી મામલે ઘણા જ શાનદાર રહ્યાં હતા અને આ વખતે પણ તેવું જ રહેશે તેવા સંકેત મળી રહ્યાં છે. KBCની લોન્ચિંગ પ્રેસ કોન્ફરન્સમાં અમિતાભને પ્રશ્ન કરાવામાં આવ્યો કે તેમણે પોતાની પૌત્રી આરાધ્યા સાથે આ ગેમ રમી છે કે નહીં. આ સવાલના જવાબમાં અમિતાભ બચ્ચને જણાવ્યું હતું કે,"આરાધ્યા સાથે KBC રમવાનો ચાન્સ મળ્યો નથી. તેની સાથે KBC રમવાનું ટૂંકસમયમાં જ શરૂ કરીશ. તે KBC વિશે જાણે છે અને તેને શોનું બેકગ્રાઉન્ડ મ્યૂઝિક ઘણું ગમે છે. તેની સ્કૂલમાં પણ ક્વિઝ કોમ્પિટિશન હોય છે."

    સલમાને વ્યક્ત કરેલી KBCના હોસ્ટ બનવાની ઈચ્છા પર બોલ્યા Big B


    - KBCના લોન્ચ સંબંધિત પ્રેસ કોન્ફ્રરન્સમાં અમિતાભને પ્રશ્ન કરવામાં આવ્યો હતો કે,‘શું તેઓ સ્પર્ધક તરીકે હોટ સીટ પર ટકી શકશે ખરા?’ આ સવાલના જવાબમાં અમિતાભે જણાવ્યું હતું કે,"હું કેબીસી-10માં સ્પર્ધક બનીને આવીશ તો હારી જઈશ. હું 2-3 સવાલથી વધુ ટકી શકીશ નહીં."
    - અમિતાભ બચ્ચનને સલમાનના KBCના હોસ્ટ બનવા અંગેનો સવાલ કરવામાં આવ્યો ત્યારે તેમણે જવાબમાં કહ્યું હતું કે,"તે KBC હોસ્ટ કરવા માટે આવી શકે છે. હું તેને શો પર આવવા આમંત્રણ આપીશ."
    - ઉલ્લેખનીય છે કે, સલમાન અને અમિતાભે ‘બાગબાન’, ‘બાબુલ’ જેવી ઘણી ફિલ્મ્સમાં સાથે કામ કર્યું છે.
    - હવે અમિતાભ દ્વારા હોસ્ટ કરાતો શો KBCની 10મી સિઝન 3 સપ્ટેમ્બરથી શરૂ થશે, જ્યારે સલમાન ખાનના શો ‘બિગ બોસ’ની 12મી સિઝન 16 સપ્ટેમ્બર 2018થી શરૂ થવા જઈ રહી છે.

    - અમિતાભ બચ્ચન અપકમિંગ ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર’માં પણ જોવા મળશે, જેમાં તેમની સાથે આલિયા, રણબીર કપૂર, મૌની રૉય અને નાગાર્જુન સહિતના સ્ટાર જોવા મળશે. તેઓ આલિયા અને રણબીર સાથે કામ કરવાની તક મળવા પર પોતાને ભાગ્યશાળી માને છે.

    પત્નીના મિસકેરેજના 2 મહિના બાદ TV એક્ટર કરન પટેલે તોડ્યું મૌન; કહ્યું,‘તે એવી ફિલ્મ હતી જે રીલિઝ ના થઈ શકી’

(Latest Masala Gujarati News) સાથે જોડાયેલા અન્ય (TV Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in
(Read News in Gujarati from Divya Bhaskar)

More From Bollywood

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending

વીડિયો વધુ જુઓ