રિયાલિટી શો જીતીને સાત વર્ષના બાળકે બદલ્યું પોતાના ગરીબ માતા-પિતાનું જીવન, જીત્યા 10 લાખ રૂપિયા

રિયાલિટી શો 'ડાન્સ દિવાને'ને કોલકાતાના આલોક શોએ જીતી લીધો છે. તેને ટ્રોફી સિવાય 10 લાખ રૂપિયા મળ્યા છે.

Kiran Jain/divyabhaskar.com | Updated - Sep 16, 2018, 03:48 PM
at the age of 7, alok shaw fulfilled his parents dream

મુંબઈઃ રિયાલિટી શો 'ડાન્સ દિવાને'ને કોલકાતાના આલોક શોએ જીતી લીધો છે. તેને ટ્રોફી સિવાય 10 લાખ રૂપિયા મળ્યા છે. પોતાની જનરેશનમાં આલોક ટોપ પર રહ્યો હતો જ્યારે સેકન્ડ જનરેશનમાં કિશન અને થર્ડ જનરેશનમાં દિનાનાથ ટોપ પર રહ્યાં હતાં. આ શો જીતીને આલોકે પોતાના પેરેન્ટ્સનું જીવન બદલી નાખ્યું છે. આલોકના પિતા કોલકાતામાં રસ્તા પર ફરીને કપડાં વેચે છે. સાત વર્ષીય આલોકે માત્ર ચાર વર્ષની ઉંમરમાંથી ડાન્સ કરવાની શરૂઆત કરી હતી.


આલોકની માતા પણ છે ડાન્સની દિવાનીઃ
શો દરમિયાન આલોકની માતાએ કહ્યું હતું કે તે પોતે પણ ડાન્સની શોખીન છે અને પ્રોફેશનલી આમાં આગળ વધવા માંગતી હતી પરંતુ તેમ શક્ય બન્યું નહીં. આથી જ તે ઈચ્છતી હતી કે દીકરો આલોક તેના સપના પૂરા કરે. સાત વર્ષીય આલોકે શોમાં પોતાના ડાન્સથી બોલિવૂડ સેલેબ્સના દિલ જીતી લીધા હતાં.


3 જનરેશનમાં હતો આ શોઃ
આ શોના જજમાં માધુરી દીક્ષિત, ડિરેક્ટર શશાંત ખૈતાન તથા કોરિયોગ્રાફર તુષાર કાલિયા હતાં. અર્જુન બિજલાની શોને હોસ્ટ કરતો હતો. શોના ફોર્મેટમાં ત્રણ અલગ-અલગ જનરેશન હતી. જેમાં ફર્સ્ટ જનરેશનમાં 16 વર્ષથી નીચેની ઉંમરના સ્પર્ધકો, સેકન્ડ તથા થર્ડમાં ક્રમશઃ 17-34 અને 35થી ઉપરના સ્પર્ધકો સામેલ હતાં.


કોલકાતાની ગલીઓમાં કપડાં વેચે છે આલોકના પિતાઃ
આલોક પોતાના પેરેન્ટ્સ સાથે કોલકાતામાં ભાડાના મકાનમાં રહે છે. ઘરની પરિસ્થિતિ ઘણી જ ખરાબ છે. તેના પિતા કોલકાતાના રસ્તાઓ પર ફરી-ફરીને બાળકોના કપડાં વેચે છે. માતા જ્યોતિ હાઉસવાઈફ છે. શો દરમિયાન માધુરીને ખ્યાલ આવ્યો હતો કે આલોકની પાસે પોતાનું ઘર નથી અને તેને ઘર આપવાનો નિર્ણય કર્યો હતો. માધુરીએ શો સાથે જોડાયેલા જજ શશાંક તથા હોસ્ટ અર્જુન સાથે વાત કરી હતી. ત્રણેયે સાથે મળીને આલોકને કોલકાતામાં ઘર ગિફ્ટમાં આપ્યું હતું. આલોકે પિતાના ઘરના ઘરનું સપનું પૂરું કર્યું હતું. આ ઘરની કિંમત 10 લાખ રૂપિયા છે, જેમાં માધુરીએ પાંચ લાખ આપ્યા છે અને શશાંક-અર્જુને અઢી-અઢી લાખ રૂપિયા આપ્યા છે. આલોક પોતના પેરેન્ટ્સનું એક માત્ર સંતાન છે. તેનું ઘર હાવડા સ્ટેશનથી 2 કિમી દૂર લિલુઆ દાસપાડા ઓટો સ્ટેન્ડની પાસે છે. નવું ઘર જૂના ઘરની નજીકમાં આવેલી બિલ્ડિંગમાં છે.


મેદાનમાં પ્રેક્ટિસ કરતો ત્યારે લોકો હસતાઃ
divyabhaskar.com સાથે થયેલી વાતચીતમાં આલોકે કહ્યું હતું, ''મારા પિતા કોલકાતાના રસ્તા પર બાળકોના કપડાં વેચે છે અને મોમ હાઉસવાઈફ છે. તેમને ખબર છે કે મને ડાન્સ કરવો ઘણો જ પસંદ છે પરંતુ અમારી પાસે એટલા પૈસા નથી કે હું ડાન્સ ક્લાસમાં જઈ શકું. ત્યારબાદ મારા ડાન્સ ગુરૂ વિકાસસરે મારી જવાબદારી લીધી. મારા ઘરમાં ડાન્સની પ્રેક્ટિસ થાય તેવો કોઈ રૂમ નથી અને તેથી જ વિકાસસર મને મેદાનમાં શીખવતા હતાં. લોકો અમારી મજાક ઉડાવતા હતાં અને કહેતા હતાં કે આ રીતે ડાન્સ શીખાય નહીં પરંતુ અંતે અમારી મહેનત રંગ લાવી.''


શરૂ કરશે ડાન્સ ક્લાસઃ
આલોકે આગળ કહ્યું હતું, ''હું મારા પેરેન્ટ્સને ડાન્સ ક્લાસ શરૂ કરવાનું કહેવાનો છું. આ ડાન્સમાં ક્લાસમાં જે લોકો પાસે ડાન્સ શીખવાના પૈસા નથી, તેવા લોકો આવશે.''


મુંબઈ નહીં રહેઃ
આલોકે કહ્યું હતું, ''મને ડાન્સ કરવો પસંદ છે પરંતુ હું મુંબઈમાં રહીશ નહીં. મુંબઈ ઘણું જ મોઘું શહેર છે અને મારા પેરેન્ટ્સ અહીંયા ગુજરાન ચલાવી શકશે નહીં. અમે પાછા કોલકાતા જઈશું. અહીંયા હું ભણીશ અને મારું સપનું પૂરું કરીશ. હું સખ્ત મહેનત કરીને મારી પોતાની ઓળખ બનાવીશ. મારા એક્ટર બનવું છે. મને શાહરૂખ ખાન ઘણો જ પસંદ છે અને તેના જેવું બનવું છે. તેનામાંથી મને ઘણી જ પ્રેરણા મળે છે અને મારે તેને મળવું છે.''

EXCLUSIVE: દિશા વાકાણીએ 'તારક મહેતા'નું શરૂ કર્યું શૂટિંગ, નવરાત્રિમાં થશે ગ્રાન્ડ એન્ટ્રી

X
at the age of 7, alok shaw fulfilled his parents dream
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App