• Home
  • Bollywood
  • TV
  • Mayur Vakani who is real as well as reel brother of Disha Vakani might quit the show too

શો છોડશે? / બહેન દિશા વાકાણી બાદ હવે મયુર વાકાણી પણ સીરિયલ 'તારક મહેતા..'માં નહીં કરે કામ?

Mayur Vakani who is real as well as reel brother of Disha Vakani might quit the show too

divyabhaskar.com

Mar 24, 2019, 10:12 AM IST

કિરણ જૈન, મુંબઈઃ 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'માં હાલમાં અસિત મોદી તથા દિશા વાકાણી વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે. દિશા વાકાણી આ સીરિયલમાં દયાભાભીનું પાત્ર ભજવે છે. અસિત મોદીએ દિશા વાકાણીને એક મહિનાની અંદર સીરિયલમાં પરત આવવાનું અલ્ટીમેટમ આપી દીધું છે. જો તે એક મહિનામાં સીરિયલમાં પરત ના આવી શકે તો તે કોઈ પણ નોટિસ આપ્યા વગર તેના સ્થાને અન્ય એક્ટ્રેસને લઈ આવશે. હવે, દિશા વાકાણી બાદ તેનો ભાઈ મયુર વાકાણી પણ આ શો છોડી રહ્યો છે. સીરિયલમાં પણ મયુર વાકાણી અને દિશા વાકાણી ભાઈ-બહેનની ભૂમિકામાં જોવા મળે છે.

દિશા બાદ શોમાં મયુરને નથી રહ્યો રસઃ
સૂત્રોના જણાવ્યા પ્રમાણે, મયુર ભાગ્યે જ 'તારક મહેતા'ની ટીમ સાથે શૂટિંગ કરતો હોય છે. તે અમદાવાદમાં રહે છે અને ત્રણ મહિને એકવાર મુંબઈ આવીને તેના હિસ્સાનું શૂટિંગ પતાવે છે. તેના બધા જ સીન્સ દયાબેન તથા તેના પરિવારની આસપાસ હોય છે. જોકે, જ્યારથી અસિત તથા દિશા વચ્ચે અણબનાવ બન્યો છે, ત્યારથી મયુરે પણ આ શોમાં કામ કરવાનો રસ દાખવ્યો નથી. જે રીતે મેકર્સે તેની બહેન પર આરોપ મૂક્યા છે, તેનાથી તે ઘણો જ નારાજ છે. ચર્ચા છે કે તેણે પોતાના પેપર્સ પણ આપી દીધા છે. divyabhaskar.comએ મયુર વાકાણીનો ફોન પર સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તેનો સંપર્ક થઈ શક્યો નહોતો.

દિશાના વર્તનથી દુઃખી અસિત મોદીઃ
સૂત્રોના જણાવ્યા પ્રમાણે, અસિત મોદી દિશાના અનપ્રોફેશનલ વલણને કારણે ઘણા જ અપસેટ છે. દિશા છેલ્લાં દોઢવર્ષથી આ શોમાં જોવા મળતી નથી. આટલું જ નહીં દિશા સેટ પર આવતી નથી અને તે શો પણ છોડતી નથી. દોઢ વર્ષથી પ્રોડ્યુસર્સ દિશા શોમાં પરત આવે તેની રાહ જોઈ રહ્યાં છે. હવે, અસિત મોદી આ મુદ્દે નિર્ણય કરવા માંગે છે. આ જ કારણે મયુર તથા અસિત વચ્ચે પણ વિવાદ થયો છે.

ટીઆરપીમાં નથી પડ્યો ફરકઃ

છેલ્લા દોઢ વર્ષથી દયાભાભી આ શોમાં જોવા મળતા નથી. શરૂઆતમાં પ્રોડ્યુસર્સ તથા મેકર્સને ડર હતો કે દયાભાભી સીરિયલમાં નહીં જોવા મળે તો ટીઆરપી ઘટી જશે. જોકે, દયાભાભી ના હોવા છતાંય આ સીરિયલ ટીઆરપીની રેસમાં ટોપ 10ની અંદર જ જોવા મળે છે.

X
Mayur Vakani who is real as well as reel brother of Disha Vakani might quit the show too
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી