‘સેક્રેડ ગેમ્સ’માં એક્ટ્રેસ રાજશ્રીએ આપ્યો નવાઝુદ્દીન સાથે ટૉપલેસ લવ મેકિંગ સીન, કહ્યું- ‘લોકો મેસેજ કરી મને કહી રહ્યા છે એડલ્ટ સ્ટાર’

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

મુંબઈઃ ‘કિક’, ‘એંગ્રી ઈન્ડિયન ગોડેસેસ’ અને ‘મુંબઈ સેન્ટ્રલ’ જેવી ફિલ્મ્સમાં જોવા મળી ચૂકેલી રાજશ્રી દેશપાંડે હાલ નેટફ્લિક્સની વેબ સીરિઝ ‘સેક્રેડ ગેમ્સ’માં જોવા મળી રહી છે. આ સીરિઝમાં તેણે નવાઝુદ્દીન સિદ્દીકી સાથે ટોપલેસ અને સેક્સ સીન આપ્યા છે. પરંતુ રાજશ્રીએ જણાવ્યું કે, તેને આવા સીન આપવામાં કોઈ જ વાંધો નથી. આ નિવેદન તેણે એક ઈન્ટરવ્યૂ દરમિયાન આપ્યો હતો.

 

લોકોએ ગણાવી એડલ્ટ સ્ટાર


- રાજશ્રી નવાઝુદ્દીન સાથે અંગ્રેજી ફિલ્મ ‘એમસી માફિયા’માં કામ કરી ચૂકી છે અને તેમાં બંનેના સાથે ઈન્ટિમેટ સીન્સ હતા. 
- રાજશ્રીને આવા સીન્સ આપવા માટે કોઈ મુશ્કેલી થાય છે કે નહીં તે અંગે પ્રશ્ન કરવામાં આવ્યો તો તેણે જણાવ્યું  કે, આવા સીન આપવામાં તેને કોઈ મુશ્કેલી નથી થી, કારણ કે આ રિયલ સેક્સ નથી હોતું. માત્ર કેમેરાની કળા હોય છે. 
- તેણે આગળ જણાવ્યું હતું કે,"આ રિયલ ટાઈમ સિનેમાનો સમય છે. ‘સેક્રેડ ગેમ્સ’માં પણ મે નવાઝ સાથે એક લવ મેકિંગ સીન આપ્યો છે. મારા માટે આમાં બ્લાઉઝ ખોલવું મોટી વાત હતી, પરંતુ મે આમ કર્યું. જોકે આ સીનની એક તસવીર વોટ્સએપ પર વાયરલ થઈ ગઈ. કોલેજમાં એવું કહેવામાં આવ્યું કે- 'મંગળસૂત્ર સાથે હૉટ એક્ટ્રેસ'. આ સાથે દ આ સીન પોર્ન સાઈટ પર અપલોડ કરી દેવામાં આવ્યું અને તેનાથી પણ ખરાબ વાત તો એ છે કે લોકો મને મેસેજ કરી કહી રહ્યાં છે કે હું એડલ્ટ સ્ટાર છું. હું આ વાતોની અવગણના સિવાય બીજુ કરી પણ શું શકું."

 

આમ મળી 'સેક્રેડ ગેમ્સ'


- રાજશ્રીએ જણાવ્યું હતું કે, "કાસ્ટિંગ ડિરેક્ટર મુકેશ છાબડાએ ફોન કરી કહ્યું હતું કે અનુરાગ કશ્યપ મને કાસ્ટ કપવા માગે છે. તેમણે મને ‘એંગ્રી ઈન્ડિયન ગોડેસેસ’ અને ‘સેક્સી દુર્ગા’ (મલયાલમ ફિલ્મ)માં જોઈ હતી. મને આનંદ થયો કારણ કે હું તેમની સાથે કામ કરવા માગતી હતી. મે રોલ માટે ઓડિશન આપ્યું અને સિલેક્ટ થઈ ગઈ.’

 

અનુરાગ કશ્યપે કહ્યું હતું કે, સીન આપવામાં વાંધો હોય તો કહી દે જે


- રાજશ્રીની વાત માનીએ તો ડિરેક્ટર અનુરાગ કશ્યપે આ સીન માટે પહેલા જ તેને જાણ કરી દીધી હતી અને જણાવ્યું હતું કે કોઈ મુશ્કેલી હોય તો તે ના પાડી શકે છે. 
- રાજશ્રીને પ્રશ્ન કરવામાં કે શું તેને આ સીન માટે ના પાડવા જેવું કંઈ લાગ્યું નહીં તો તેણે કહ્યું હતું કે,"જ્યાં કામની વાત આવે ત્યાં મને શરમ આવતી નથી. કારણે સિનેમા મારું પેશન છે. મે અન્ય ફિલ્મ્સમાં પણ ન્યૂડિટી દેખાડી છે. પરંતુ હાલ તેના વિશે વધુ નથી કહી શકતી. માત્ર એટલું કહીશ કે તેની ફિલ્મ્સમાં જરૂર હતી એવી જ ‘સેક્રેડ ગેમ્સ’ માટે હતી.

 

એકપણ રિટેક વગર આપ્યો સીન


- રાજશ્રીએ જણાવ્યું હતું કે, ‘સેક્રેડ ગેમ્સ’ના સેક્સ સીન માટે તેણે એકપણ રિટેક આપ્યો નહોતો. તેણે કહ્યું હતું કે,"મુંબઈ પાસે બનેલા સેટ પર આ સીન શૂટ થયો. DOP (ડિરેક્ટર ઓફ ફોટોગ્રાફી) અસીમ બજાજ હતા અને અનુરાગ કશ્યપ પણ ત્યાં જ હતા. એક જ ટેકમાં સીન થયો, અમને કહેવામાં આવ્યું કે જે મનમાં આવે તે કરો. ધીમેથી શ્વાસ લઈ લેશો તો કોઈ વાંધો નહીં, કેમેરામાં સંભાળી લેશું.'

 

પતિને નથી રાજશ્રીના આવા સીન પર વાંધો


- રાજશ્રીના પતિને પત્નીના લવમેકિંગ સીન સાથે કોઈ જ વાંધો નથી. 
- એક્ટ્રેસે જણાવ્યું હતું કે,"પતિ કહે છે કે, તું પોતાની આત્માની વાત સાંભળ. જો જરૂર હોય તો ન્યૂડ સીન પણ આપી શકે છે. તેની માટે મારી મંજૂરી લેવાની જરૂરત નથી."

 

‘તારક મહેતા’ના દયાભાભીથી ‘કસોટી જીંદગી કી’ની પ્રેરણા સુધી, માતા બન્યા બાદ એક્ટ્રેસિસે લીધો બે કે ત્રણ વર્ષનો બ્રેક