લગ્ન / ભાઈજાનની બહેને આ ભવ્ય પેલેસમાં કર્યાં હતાં લગ્ન, આ જ મહેલમાં હવે દીપિકાનો પૂર્વ ગુજરાતી પ્રેમી ફરશે ફેરા

salman khan sister arpita khan also married in falaknuma palace

divyabhaskar.com

Feb 14, 2019, 06:36 PM IST

હૈદરાબાદઃ બોલિવૂડ એક્ટ્રેસ દીપિકા પાદુકોણના પૂર્વ પ્રેમી નિહાર પંડ્યાના 15 ફેબ્રુઆરીના રોજ સિંગર નીતિ મોહન સાથે હૈદરાબાદના ફલકનુમા પેલેસમાં છે. 14 ફેબ્રુઆરીના રોજ નીતિ મોહનની મહેંદી સેરેમની તથા સંગીત સેરેમની યોજાઈ ગઈ હતી. ઉલ્લેખનીય છે કે સલમાનની બહેન અર્પિતા ખાનના લગ્ન પણ આ જ મહેલમાં 2014માં યોજાયા હતાં. ફલકનુમા પેલેસનો સંબંધ હૈદરાબાદના જાણીતા નિઝામ સાથે રહ્યો છે. કહેવાય છે કે ભારતમાં વિલય પહેલા ફલકનુમા પેલેસ નિઝામનું ઓફિસિયલ રહેઠાણ ગણાતું હતું. આ ફેમિલીની પાસે એક જમાનામાં ઇન્ડિયન ગર્વમેન્ટથી પણ વધુ રૂપિયા હતા. જોકે, આજે હાલત એ છે કે તેમના વારસદારોને એક નાનકડા ફ્લેટમાં રહેવા મજબૂર થવું પડ્યું છે. હૈદરાબાદના અંતિમ નિઝામ ઉસ્માન અલી ખાન અને તેમના વારસદારો નાનકડાં એપાર્ટમેન્ટમાં રહે છે.

1340 કરોડ રૂપિયાનો પેપરવેટ યૂઝ કરતો હતો નિઝામઃ
હૈદરાબાદના અંતિમ નિઝામનું નામ ઉસ્માન અલી ખાન સિદ્દીકી હતું. નિઝામ 20 કરોડ ડોલર (1340 કરોડ રૂપિયા) ની કિંમતવાળા ડાયમંડનો યૂઝ પેપરવેટ તરીકે કરતો હતો. મોતીઓથી લઇને તેનો શોખ અને તેના ઘોડા અંગે આજે પણ હૈદરાબાદની આસપાસ ઘણી વાર્તાઓ સાંભળવા મળે છે. હૈદરાબાદના નિઝામનું શાસન મુગલ સામ્રાજ્ય તરીકે 31 જુલાઇ 1720માં શરૂ થયુ હતું. તેનો પાયો મીર કમારૂદ્દીન ખાને નાંખ્યો હતો, જ્યારે ઉસ્માન અલી ખાન આ ડાયનેસ્ટીના અંતિમ નિઝામ હતા.

ભારત સરકાર કરતાં પણ વધુ અમીર હતો નિઝામઃ
નિઝામ ઉસ્માન અલી ખાનને અત્યાર સુધીનો સૌથી અમીર ભારતીય માનવામાં આવે છે. ટાઇમ અને ફોર્ચ્યુન જેવી મેગઝીન્સે ઉસ્માનને આ પુરસ્કાર આપ્યો છે.એક રિપોર્ટ અનુસાર, 1940ના દશકમાં ઉસ્માન અલી ખાનની કુલ સંપત્તિ અંદાજે 2 અબજ ડોલર હતી. તે સમયે અમેરિકાની ઇકોનોમીના લગભગ 2 ટકા હતી.આઝાદીના ભારતની કુલ રેવન્યૂ ફક્ત એક અબજ ડોલર હતી, જ્યારે નિઝામની પાસે 2 અબજ ડોલરની સંપત્તિ હતી.

પેલેસમાં કામ કરતા હતા રાષ્ટ્રપતિ ભવનથી પણ વધુ કર્મચારીઃ
નિઝામની લાઇફસ્ટાઇલ ઘણી આકર્ષક હતી. નિઝામ પોતાના પેલેસમાં અંદાજે 6000 લોકો કામ કરતા હતા. જ્યારે હાલના તબક્કામાં નવી દિલ્હી સ્થિત રાષ્ટ્રપતિ ભવનમાં ફક્ત 1500 લોકોનો જ સ્ટાફ કામ કરે છે. આટલું જ નહીં નિઝામના મહેલમાં ફક્ત 38 લોકો કેન્ડલ સ્ટેન્ડની ધૂળ સાફ કરતા હતા.

1884માં શરૂ થયું હતું પેલેસનું બાંધકામઃ
એક અંગ્રેજ આર્કીટેક્ટ દ્વારા આ મહેલની ડિઝાઇન બનાવવામાં આવી હતી. તેનો પાયો સર વિકાર દ્વારા માર્ચ 3, 1884માં નાખવામાં આવ્યો હતો. ફલકનુમા પેલેસનુ નિર્માણકાર્ય નવ વર્ષ સુધી ચાલ્યુ. ડિસેમ્બર 1889માં સર વિકાર ફલકનુમા પેલેસના ગોલ બંગલા અને ઝનાના મહેલમાં સ્થાયી થયા હતા. આ મહેલનું સમગ્ર બાંધકામ ઇટાલીયન માર્બલથી કરવામાં આવ્યુ છે જે કુલ 93971 સ્કવેર મીટરમાં ફેલાયેલો છે. આ મહેલની રચના એક વીંછીના આકારમાં કરવામાં આવી હતી જે પોતાના બન્ને ડંખો ઉતર દિશામાં ફેલાવે છે. મધ્યભાગમાં મુખ્ય ઇમારત, કિચન, ગોલ બંગલા, ઝનાના મહેલ અને હરમ ક્વાર્ટર્સનો સમાવેશ થતો હતો. નવાબ એક પ્રવાસી પણ હતા, જેનો ઓછાયો ઇમારતના નિર્માણમાં પણ જોઇ શકાય છે. સર વિકાર (હૈદરાબાદના તત્કાલિન પ્રાઇમ મિનિસ્ટર) આ મહેલને અંગત નિવાસસ્થાન તરીકે ઉપયોગમાં લેતા હતા. ત્યારબાદ 1897-1898ના અરસામાં તે હૈદરાબાદના છઠ્ઠા નિઝામના હસ્તક આવ્યો હતો. 1950 બાદ જ્યારે નિઝામ અહીંથી ગયા ત્યારે ફલકનુમા પેલેસ સુનો પડ્યો. ત્યારબાદ અહીં છેલ્લા મહેમાન ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ રાજેન્દ્ર પ્રસાદ હતા, જે 1951માં અહીં આવ્યા હતા. ત્યારબાદ આ મહેલમાં મોટુ રિસ્ટોરેશન કાર્ય કરવામાં આવ્યુ અને તેને 30 વર્ષ સુધી તાજ હોટેલ્સને વર્ષ 2000માં લીઝ પર આપવામાં આવ્યો. ત્યારના નિઝામ પ્રિન્સ મુકરમ જાહ બહાદુરે તેને લીઝ પર આપ્યો જે મુજબ નિઝામને તેના નફાનો 50 ટકા અથવા તો દર મહિને 25 લાખ મળે તેવા કરાર થયા. રિસ્ટોરેશનમાં નિઝામની ભવ્યતા અને ઇતિહાસને ધ્યાનમાં રાખીને કાર્ય પૂર્ણ કરવામાં આવ્યુ. તેમાં ફાઇન આર્ટવર્ક, એડીશનલ રેસ્ટોરાં સહિતની સુવિધાઓ વિકસિત કરવામાં આવી. રિનોવેટ થયેલી ફલકનુમા પેલેસ હોટલને નવેમ્બર 2010માં ખુલ્લી મુકવામાં આવી. તેમાં હોટલ્સના રૂમ અને હોલને ઓર્નેટ ફર્નીચરથી ડેકોરેટ કરવામાં આવ્યા હતા. તેમજ હેન્ડીક્રાફ્ટને ફ્રાન્સથી મંગાવવામાં આવ્યુ હતુ. ઇન્ટેરીયરમાં પણ વિવિધતા પોરવીને ભવ્યતા આપી છે. તેમજ આઉટડોર અને ટેરેસમાં રેર આર્ટીફેક્ટ્સ, પેઇન્ટીંગ અને સ્ટેચ્યુ મુકવામાં આવ્યા છે. આ મહેલમાં 101 સીટીંગનો ડાઇનીંગ હોલ છે જે વિશ્વનો સૌથી મોટો માનવામાં આવે છે.તે સિવાય દરબાર હોલ, વોલ્નટ ફર્નીચર, હેન્ડક્રાફ્ટેડ અરીસાઓ અને ભવ્ય વુડન ફર્નીચર પણ છે. 2017માં ભારત સરકાર અહીં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રી ઇવાન્કા ટ્રમ્પની મેજબાની કરી હતી.

(જુઓ, ફલકનુમા પેલેસની ખાસ તસવીરો....)

X
salman khan sister arpita khan also married in falaknuma palace
salman khan sister arpita khan also married in falaknuma palace
salman khan sister arpita khan also married in falaknuma palace
salman khan sister arpita khan also married in falaknuma palace
salman khan sister arpita khan also married in falaknuma palace
salman khan sister arpita khan also married in falaknuma palace
salman khan sister arpita khan also married in falaknuma palace
salman khan sister arpita khan also married in falaknuma palace
salman khan sister arpita khan also married in falaknuma palace
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી