Home » Bollywood » TV » Latest Masala » Shahrukh Khan Charges 1.11 Lakh Per Minute As He Work 720 Mins in Total

‘કસૌટી જીંદગી કી-2’ માટે ચેનલને ભારે પડ્યો શાહરૂખ સાથેનો સંબંધ, આપવા પડ્યા 8 કરોડ રૂપિયા!

Divyabhaskar.com | Updated - Aug 26, 2018, 02:16 PM

શાહરૂખ ખાને કુલ 720 મિનિટ કામ કર્યું અને તેણે દરેક મિનિટ માટે 1.11 લાખ રૂપિયા ચાર્જ કર્યા છે.

  • Shahrukh Khan Charges 1.11 Lakh Per Minute As He Work 720 Mins in Total

    મુંબઈઃ એકતા કપૂરની મોસ્ટ અવેટેડ સીરિયલ ‘કસૌટી જીંદગી કી-2’ સપ્ટેમ્બરમાં શરુ થવા જઈ રહી છે. આ વખતે એરિકા ફર્નાન્ડિઝ અને પાર્થ સમથાન શોમાં લીડ રોલ પ્લે કરતા જોવા મળશે. બોલિવૂડ સુપરસ્ટાર શાહરૂખ ખાન પણ આ શો સાથે જોડાયો હતો. અમુક દિવસ પહેલા એકતા કપૂર સાથે શાહરૂખનો એક પ્રોમો રીલિઝ થયો હતો, જેમાં તે રોમાન્સ વિશે ડિસ્કશન કરતા જોવા મળી રહ્યાં હતા. હવે એવા અહેવાલ સામે આવ્યા છે કે, શોના પ્રમોશન માટે શાહરૂખ 8 કરોડ રૂપિયા જેટલી મોટી રકમ ચાર્જ કરી રહ્યો છે.

    માત્ર એક પ્રમોશનલ વીડિયોનો હતો વિચાર, પછી બદલી યોજના


    - સૂત્રોએ જણાવ્યું હતું કે, અગાઉ ચેનલે શાહરૂખ સાથે માત્ર એક પ્રમોશનલ વીડિયો બનાવવાનો વિચાર કર્યો હતો. જોકે પછીથી તેની સંખ્યા વધારી 4 કરવામાં આવી હતી.
    - રીલિઝ થયેલા પ્રોમો ઉપરાંત શાહરૂખ ખાન 3 અન્ય નેરેટિવ વીડિયો શૂટ કરી ચૂક્યો છે. જે ટૂંકસમયમાં રીલિઝ કરવામાં આવશે.
    - એકતા કપૂર સાથે લાંબી ચર્ચા બાદ ચેનલે નિર્ણય કર્યો છે કે, શાહરૂખ ખાન પ્રથમ 3 એપિસોડ માટે નેરેટર તરીકે અવાજ આપશે.
    - શાહરૂખ ખાનને શો માટે 8 કરોડ આપવામાં આવ્યા છે, જેમાંથી એકતા કપૂર સાથેના વીડિયો માટે 5 કરોડ અને અન્ય 3 પ્રોમો માટે 1-1 કરોડ રૂપિયા આપવામાં આવ્યા છે.

    શાહરૂખનો ટૉક શો પણ થશે પ્રમોટ


    - એક અહેવાલ અનુસાર, શાહરૂખ સાથેની આ ડીલ તેના ટૉક શો ‘ટેડ ટૉક’ને પ્રમોટ કરવાનો માર્ગ પણ છે. વાસ્તવમાં આ શોની પ્રથમ સીઝન ટીઆરપી મામલે ફેલ રહ્યો હતો. આ કારણે ચેનલે તેની પ્રમોશનલ સ્ટ્રેટેજીમાં ફેરફાર કર્યા છે.
    - મેકર્સ ‘કસૌટી..-2’થી ઘણી આશા રાખી રહ્યાં છે. કથિત રીતે શાહરૂખે એકતા કપૂર સાથેના પ્રોમો માટે 5-6 કલાક શૂટિંગ કર્યું હતું. અન્ય નેરેટિવ વીડિયોઝ શૂટમાં 2-3 કલાકનો સમય લાગ્યો હતો.
    - આમ જોતા શાહરૂખ ખાને કુલ 720 મિનિટ કામ કર્યું છે અને તેણે દરેક મિનિટ માટે 1.11 લાખ રૂપિયા ચાર્જ કર્યા છે.

    હિના ખાનને મળશે સૌથી વધુ ફી


    - હિના ખાન આ શોમાં સૌથી વધુ ફી લેવા જઈ રહી છે. તેને એક એપિસોડના 2.5 લાખ રૂપિયા આપવામાં આવશે તેવી ચર્ચા છે. હિના આ શોમાં નેગેટિવ રોલમાં જોવા મળશે. તેનો રોલ એ જ રહેશે જે ગત સિઝનમાં ઉર્વશી ઢોલકિયાએ કર્યો હતો.

    માતા-પિતાએ છોડી તો અક્કીએ આપ્યો બહેનનો સાથ, શાહરૂખે પણ બાળકની જેમ રાખ્યું મોટી બહેનનું ધ્યાન

(Latest Masala Gujarati News) સાથે જોડાયેલા અન્ય (TV Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in
(Read News in Gujarati from Divya Bhaskar)

More From Bollywood

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending

વીડિયો વધુ જુઓ