Divya Bhaskar

Home » Bollywood » TV » Latest Masala » Dharmendra And Bobby Deol Seen in Dus Ka Dum – Dumdaar Weekend

ધરમપાજીએ સલમાન ખાન સામે કરી સની દેઓલની ફરિયાદ, ‘મારી સાથે નથી કરતો વાત’

Divyabhaskar.com | Updated - Aug 25, 2018, 07:46 PM

ધરમપાજી અને બોબી દેઓલ પોતાની અપકમિંગ ફિલ્મના પ્રમોશન માટે સલમાન ખાનના શો ‘દસ કા દમ’માં પહોંચ્યા હતા.

  • Dharmendra And Bobby Deol Seen in Dus Ka Dum – Dumdaar Weekend

    મુંબઈઃ દેઓલ પરિવાર હાલ પોતાની નવી ફિલ્મ ‘યમલા પગલા દીવાના ફિર સે’ના પ્રમોશનમાં વ્યસ્ત છે. જેના માટે તેઓ સતત પ્રમોશન કરવા માટે ટીવી શોઝમાં જઈ રહ્યાં છે. તાજેતરમાં ધરમપાજી અને બોબી દેઓલ પોતાની અપકમિંગ ફિલ્મના પ્રમોશન માટે સલમાન ખાનના શો ‘દસ કા દમ’માં પહોંચ્યા હતા. શોમાં ધરમપાજી સની દેઓલની ફરિયાદ કરતા જોવા મળ્યા હતા.

    સની દેઓલ નથી કરતો પિતા સાથે વાત


    - ધરમપાજીએ સલમાનના એક સવાલને કારણે સની દેઓલની ફરિયાદ કરી હતી.
    - શો દરમિયાન સલમાને પ્રશ્ન કર્યો હતો કે,‘કેટલા ટકા ભારતીય પિતાના ઘરે આવવા પર તેમને માન આપવા ઉભા થઈ જાય છે?’
    - આ સવાલના જવાબમાં પહેલા બોબી દેઓલે કહ્યું કે,"આજકાલ સમય બદલાઈ ગયો છે, હવે આમ નથી જોવા મળતું. જ્યારે અમે નાના હતા ત્યારે પિતા ઘરે આવતા તો અમે લોકો એકદમ સીધા ઉભા રહી જતા હતા."
    - જે પછી સલમાન ખાન સની દેઓલની વાત કરતા ધરમપાજીને કહે છે કે, ‘તમારી હાજરીમાં ક્યારેય સનીને બેસતા જોયો નથી."
    - સલમાનની આ વાત પર ધર્મેન્દ્રએ પોતાની પીડા વ્યક્ત કરતા કહ્યું હતું કે,"તે ઘણો ઈન્ટ્રોવર્ટ છે. હું તેને ઘણીવાર કહું છું કે, યાર મારી સાથે કંઈ તો વાત કર. ઘણીવાર હું તેની સાથે વાત કરવા માટે તરસું છું. તેનો સ્વભાવ જ એવો છે. તે અંદરથી ઘણો ઈમોશનલ છે. તે રડશે પણ વાત નથી કરતો."
    - ઉલ્લેખનીય છે કે, સની દેઓલ પોતાના ઈન્ટ્રોવર્ટ સ્વભાવને કારણે સંપૂર્ણ ઈન્ડસ્ટ્રીમાં જાણીતો છે. એકવાર અમૃતા સિંહે આ અંગે ખુલાસો કર્યો હતો કે,"સની દેઓલ પોતાની પ્રથમ ફિલ્મનું શૂટ કરી રહી હતી તો સની જરાય વાત કરતા નહોતા."

(Latest Masala Gujarati News) સાથે જોડાયેલા અન્ય (TV Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in
(Read News in Gujarati from Divya Bhaskar)

More From Bollywood

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending