9/11ના આતંકવાદી હુમલાને 17 વર્ષ બાદ પણ નથી ભૂલાવી શક્યો ‘યે હૈ મોહબ્બતેં’નો એક્ટર

‘ઈન્ડિયન આઈડલ-1’નો ફાઈનલિસ્ટ રહેલા અમિતે અમુક વર્ષ પહેલા સોંગ ‘લંબી જુદાઈ’ મોનિકાને ડેડીકેટ કર્યું હતું.
‘ઈન્ડિયન આઈડલ-1’નો ફાઈનલિસ્ટ રહેલા અમિતે અમુક વર્ષ પહેલા સોંગ ‘લંબી જુદાઈ’ મોનિકાને ડેડીકેટ કર્યું હતું.
અમિત અને મોનિકા.
અમિત અને મોનિકા.
અમિતે કરેલી પોસ્ટ.
અમિતે કરેલી પોસ્ટ.
મોનિરા નરુલા.
મોનિરા નરુલા.

divyabhaskar.com

Sep 14, 2018, 01:23 PM IST

મુંબઈઃ 11 સપ્ટેમ્બર 2001ના અમેરિકાના વર્લ્ડ ટ્રેડ સેન્ટર પર થયેલા આતંકી હુમલાને 17 વર્ષ થઈ ચૂક્યા છે. પરંતુ આજેપણ લોકો તે ઘટનાને ભૂલી શક્યા નથી. ટીવી એક્ટર અમિત ટંડને આ હુમલામાં પોતાની ગર્લફ્રેન્ડ મોનિકા નરુલાને ગુમાવી હતી. અમિતે તાજેતરમાં સોશ્યિલ મીડિયા પર એક પોસ્ટમાં મોનિકાને યાદ કરતા લખ્યું કે, 9/11ના હુમલાએ તેની લાઈફ બદલી નાંખી.

અમિતે લખી ભાવુક પોસ્ટ


- અમિતે ઈન્સ્ટાગ્રામ પર તસવીર શેર કરતા લખ્યું કે,"17 વર્ષ પહેલા લાઈફ હંમેશા માટે બદલાઈ ગી હતી. મિસ યૂ મોનિકા, તને ક્યારેય નહીં ભૂલી શકું."
- ઉલ્લેખનીય છે કે, 2004માં ‘ઈન્ડિયન આઈડલ-1’નો ફાઈનલિસ્ટ રહેલા અમિતે અમુક વર્ષ પહેલા સોંગ ‘લંબી જુદાઈ’ મોનિકાને ડેડીકેટ કર્યું હતું. આ સોન્ગ રીલિઝ સમયે અમિતે મોનિકા વિશે વાત કરી હતી.

હુમલા સમયે મોનિકા બિલ્ડિંગની અંદર હતી


- અમિતે ઈન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે,"મોનિકા નરુલા મારા જીવનનો ખાસ ભાગ હતી. અમે કોલેજમાં સાથે હતા. પરંતુ કમનસીબે 11 સપ્ટેમ્બર 2001ના તે વર્લ્ડ ટ્રેન્ડ સેન્ટરમાં હતા. મોનિકા તે લોકોમાં સામેલ હતી જેણે હંમેશા મને કામ પ્રત્યે અને પોતાની એક્ટિંગ માટે પ્રોત્સાહિત કર્યો છે. તે હંમેશા કહેતી હતી કે,‘મુંબઈ જા..તુ અમેરિકામાં અભ્યાસ કરવા માટે નથી બન્યો..જા તારા ભાગ્યમાં એક્ટર બનવાનું લખ્યું છે.’"

‘હું તેને હોસ્પિટલમાં શોધી રહ્યો હતો’


- અમિતે જણાવ્યું હતું કે,"તેના મોત બાદ મારા મગજે મને કંઈક કહ્યું. હું જાણતો હતો કે તે સમયે મારે કંઈક અલગ કરવાની જરૂર હતી. કારણ કે હું તે સમયે ભાંગી પડ્યો હતો. મારા માટે તેના મોતના આઘાતમાંથી બહાર આવવું મુશ્કેલ હતું. હું પોતાને સંભાળવામાં નિષ્ફળ થઈ રહ્યો હતો. મે અમેરિકાથી મુંબઈ ભાગવાનો નિર્ણય કરી લીધો હતો. મને લાગ્યું કે, અહીં જીવન માટેનો હેતુ મળશે. જ્યારે મે લંબી જુદાઈ ગીત વિશે વિચાર્યું ત્યારે મોનિકા મારા વિચારોમાં હતી. સંપૂર્ણ સમયે હું તેને હોસ્પિટલમાં શોધતો હતો અને જ્યારે બિલ્ડિંગ પડી તો ખબર પડી કે મે તેને ગુમાવી દીધી છે. ‘લંબી જુદાઈ’ તેના વિશે જ છે."

છેલ્લે પત્નીને કારણે પણ ચર્ચામાં આવ્યો હતો અમિત


- અમિત છેલ્લે પત્ની રુબી ટંડનને કારણે ચર્ચામાં આવ્યો હતો. દુબઈના સરકારી અધિકારીઓને ધમકી આપવાના આરોપમાં રુબી મહિનાઓ સુધી જેલમાં બંધ રહી હતી. મે મહિનામાં તેને જામીન પર છોડવામાં આવી હતી.
- ઉલ્લેખનીય છે કે, અમિત અને રુબીએ 2009માં લગ્ન કર્યા હતા. બંનેને 7 વર્ષની દીકરી જીયાના પણ છે. એક અહેવાલ અનુસાર, રુબીના જેલ જવા પહેલા તેના અને અમિતના લગ્ન જીવન મુશ્કેલીઓમાં હોવાના અહેવાલ સામે આવ્યા હતા.
- રુબી મુંબઈમાં ક્લિનિક ચલાવી રહી છે. તેની ક્લાઈન્ટ લિસ્ટમાં મોની રૉય, સંજીદા શેખ, ઈકબાલ ખાન, વિક્રમ ભટ્ટ જેવા સેલેબ્સ સામેલ છે.

આ શોમાં કામ કરી ચૂક્યો છે અમિત


- અમિત રિયાલિટી શો ‘ઈન્ડિયન આઈડલ-1’ને કારણે ચર્ચામાં આવ્યો હતો. જે પછી તેણે ‘યે હૈં મોહબ્બતેં’, ‘ક્યોંકી સાસ ભી કભી બહૂ થી’, ‘ભાભી’, ‘અદાલત સીઝન-2’, ‘કૈસા યે પ્યાર હૈ’, ‘જરા નચકે દિખા’ જેવા ટીવી સીરિયલમાં કામ કર્યું છે.

Film Review: મનમર્ઝિયાં

X
‘ઈન્ડિયન આઈડલ-1’નો ફાઈનલિસ્ટ રહેલા અમિતે અમુક વર્ષ પહેલા સોંગ ‘લંબી જુદાઈ’ મોનિકાને ડેડીકેટ કર્યું હતું.‘ઈન્ડિયન આઈડલ-1’નો ફાઈનલિસ્ટ રહેલા અમિતે અમુક વર્ષ પહેલા સોંગ ‘લંબી જુદાઈ’ મોનિકાને ડેડીકેટ કર્યું હતું.
અમિત અને મોનિકા.અમિત અને મોનિકા.
અમિતે કરેલી પોસ્ટ.અમિતે કરેલી પોસ્ટ.
મોનિરા નરુલા.મોનિરા નરુલા.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી