Divya Bhaskar

Home » Bollywood » TV » Latest Masala » Have you seen The Promo Of Sunil Grover and Shilpa Shindes New Show Dhan Dhana Dhan

રીલિઝ થયો સુનિલ ગ્રોવરના કમબેક શોનો પ્રોમો, ધોની, રોહિત સાથે કરી ધમાલ મસ્તી

Divyabhaskar.com | Updated - Apr 07, 2018, 06:01 PM

સુનીલ ગ્રોવર ડિઝીટલ પ્લેટફોર્મ પર 'ધનધનાધન' નામનો શો લઈને આવી રહ્યો છે

  • છેલ્લા ઘણા સમયથી સુનીલ ગ્રોવરના ફેન્સ નાના પડદા પર તેના પાછા ફરવાની રહા જોઈ રહ્યાં છે. ત્યારે સુનીલ ડિઝીટલ પ્લેટફોર્મ પર 'ધનધનાધન' નામનો શો લઈને આવી રહ્યો છે. આ શોમાં સુનીલનાં કેરેકટરનું નામ 'પ્રોફેસર એલબીડબલ્યૂ' રાખવામાં આવ્યું છે. થોડા સમય પહેલા જ આ નવા શોનાં ત્રણ પ્રોમો રીલિઝ થયા છે. પહેલા પ્રોમોમાં સુનીલ મુંબઈ ઈન્ડિયન્સનાં ખેલાડી. રોહિત શર્મા, હાર્દિક પંડ્યા અને બુમરાહ સાથે જોવા મળી રહ્યો છે. જ્યારે બીજા એક પ્રોમોમાં સુનિલ ચેન્નઈ સુપર કિંગ્સના ખેલાડીઓ ધોની, બ્રાવો, અને જાડેજા સાથે જોવા મસ્તી કરતો જોવા મળી રહ્યો છે. ભલે આ શોને ડિઝિટલ પ્લેટફોર્મ પર શરૂ કરવામાં આવશે. તેમ છતા સુનીલના ફેન્સ. આ શોને કલર્સ ચેનલ પર શનિ-રવિ રાત્રે 11 વાગે માણી શકશે. આ શોમાં સુનીલની સાથે અલી અસગર, સુરેશ મેનન, સુગંધા મિશ્રા પણ જોવા મળશે. શોનું નિર્માણ 'કોમેડી નાઈટ્સ વિથ કપિલ' અને 'ધ કપિલ શર્મા શો'ની ક્રિએટિવ હેડ પ્રીતિ સિમોસે દ્વારા કરવામાં આવી રહ્યું છે.

(Latest Masala Gujarati News) સાથે જોડાયેલા અન્ય (TV Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in
(Read News in Gujarati from Divya Bhaskar)

More From Bollywood

Trending