ટીવીના આ કૃષ્ણની ચાહકો કરવા લાગ્યા હતાં પૂજા, એક ચેન સ્મોકર ચાહકે તો ડરથી છોડી દીધું હતું સ્મોકિંગ

રામાનંદ સાગરની સીરિયલ 'શ્રીકૃષ્ણા'ના સ્વપ્નિલ જોષી રાતોરાત સ્ટાર બની ગયો હતો

divyabhaskar.com | Updated - Sep 03, 2018, 11:11 AM
in real life swapnil joshi mariied twice time

મુંબઈઃ રામાનંદ સાગરની સીરિયલ 'શ્રીકૃષ્ણા'ના સ્વપ્નિલ જોષી રાતોરાત સ્ટાર બની ગયો હતો. આ સમયે તેની ઉંમર માત્ર 16 વર્ષની હતી. આ શો બાદ તેની એ હદે લોકપ્રિયતા વધી ગઈ હતી કે ચાહકો તેને પગે લાગતા હતાં. હાલમાં સ્વપ્નિલ મરાઠી સિનેમામાં વ્યસ્ત છે.


divyabhaskar.com સાથેની ખાસ વાતચીતમાં સ્વપ્નિલે કહ્યું હતું કે તેણે પોતાની કરિયરની શરૂઆતમાં 'રામાયણ'માં લવની ભૂમિકા ભજવી હતી. જોકે, 'શ્રીકૃષ્ણા'એ તેને ઓળખ, ફૅમ તથા પૈસા આપ્યા હતાં. 16 વર્ષની ઉંમરમાં તેને ચાહકો ભગવાનની જેમ ટ્રિટ કરતાં હતાં. તેની પાસે ભક્તિભાવથી આવતા હતાં. તે લોકો તથા ભગવાનની વચ્ચે મીડિયમ બની ગયો હતો. તેના માટે હંમેશા 'શ્રીકૃષ્ણા' સ્પેશ્યિલ રહેશે.


પગે લાગીને રડવા લાગ્યો ચાહકઃ
સ્વપ્નિલે કહ્યું હતું કે જ્યારે તે કોલેજના ફર્સ્ટ યરમાં હતો ત્યારે એક ચાહકે તેની પાસે આવ્યો અને પગે લાગીને રડવા લાગ્યો હતો. તેના માટે આ મોમેન્ટ ઘણી જ અજીબ હતી. થોડી મિનિટ્સ બાદ તેણે કહ્યું હતું કે તે ચેન સ્મોકર હતો પરંતુ હવે તેણે સ્મોકિંગ બંધ કરી દીધું છે. ભગવાનથી તેને ડર લાગે છે. તે જ્યારે પણ સિગારેટ પીતો હતો, ત્યારે તેને ભગવાન તરીકે તે દેખાય છે.


બે લગ્નઃ
સ્વપ્નિલે 2005માં ડેન્ટિસ્ટ અપર્ણા જોષી સાથે લગ્ન કર્યાં હતાં. આ તેના લવમેરેજ હતાં પરંતુ આ સંબંધો માત્ર ચાર વર્ષ ચાલ્યા અને 2009માં ડિવોર્સ થયા. ત્યારબાદ 2011 લીના આરાધ્યે સાથે લગ્ન કર્યાં. લીના પણ ડેન્ટિસ્ટ છે.


મુંબઈ યુનિવર્સિટીમાં કર્યો અભ્યાસઃ
18 ઓક્ટોબર, 1977માં મુંબઈમાં જન્મેલા સ્વપ્નિલે બીજેપીસી ઈન્સ્ટિટ્યૂશન એન્ડ જુનિયર કોલેજ, ચારણી રોડ મુંબઈમાંથી સ્કૂલ પૂરી કરી છે. ત્યારબાદ મુંબઈ યુનિવર્સિટીમાંથી કોમર્સમાં ગ્રેજ્યુએશન કર્યું છે. સ્વપ્નિલે લોની ડિગ્રી પણ લીધી છે.


સ્ટેજ પર જતાં લાગ્યા 2 કલાકઃ
સૂત્રોના જણાવ્યા પ્રમાણે, એક પબ્લિક ઈવેન્ટમાં સ્વપ્નિલને જમીનથી સ્ટેજ પર પહોંચતા બે કલાકથી વધુનો સમય થયો હતો. સ્વપ્નિલ આ ઈવેન્ટમાં ચીફ ગેસ્ટ હતો. જ્યારે સ્વપ્નિલ સ્ટેજ તરફ આગળ વધ્યો ત્યારે તેને ચાહકોએ ઘેરી લીધો હતો. બધા તેને પગે લાગતા હતાં અને આથી જ સ્ટેજ પર પહોંચતા બે કલાકનો સમય થયો હતો. જોકે, 'શ્રીકૃષ્ણા' સીરિયલ બાદ તે લાંબા સમય સુધી પડદાં પરથી દૂર રહ્યો હતો અને તેણે પોતાનો અભ્યાસ પૂર્ણ કર્યો હતો.


લોકપ્રિય સીરિયલ્સઃ
'લવ કુશ', 'શ્રીકૃષ્ણા', 'અમાનત', 'કહતા હૈં દિલ', 'દેશ મેં નિકલા હોગા ચાંદ', 'હરે કાંચ કી ચૂડિયા', 'સજન રે ઝૂઠ મત બોલો', 'પાપડ પોલ', 'ગોલમાલ હૈં ભાઈ સબ ગોલમાલ હૈં', 'કૌન હોઈ મરાઠી કરોડપતિ'

ગુજરાતી સુંદરીનો ડંકો, મિસ યુનિવર્સમાં કરશે ભારતનું પ્રતિનિધિત્વ, બોલિવૂડ નહીં સિવિલ સર્વિસિઝમાં બનાવવી છે કરિયર

X
in real life swapnil joshi mariied twice time
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App