તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

3500 રૂ.માં ચાલતું આ એક્ટરનું Family, જાણો એક ફિલ્મ માટે લે છે કેટલી Fee

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મુંબઇઃ ભોજપુરી સ્ટાર દિનેશ લાલ યાદવ 'નિરહુઆ'ની બે ફિલ્મ 'નિરહુઆ ચલલ સસુરાલ-3' અને 'નિરહુઆ ચલલ અમેરિકા'નું મુહૂર્ત બુધવારે મુંબઇમાં કરવામાં આવ્યું હતું. નિરહુઆ હાલ ભલે ભોજપુરીનો સુપરસ્ટાર હોય પરંતુ તેની લાઇફમાં ખૂબ સંઘર્ષ જોયો છે. ગરીબ પરિવારમાં જન્મેલા નિરહુઆનો એક સમય એવો પણ હતો કે તેના પિતા 3500 રૂપિયામાં ફેમિલીનું ગુજરાન ચલાવતાં હતાં. જોકે, હવે સુપરસ્ટાર બન્યા પછી નિરહુઆ એક ફિલ્મ માટે 40થી 50 લાખ રૂપિયા લે છે.
 
3500 રૂપિયામાં ચાલતું સાત લોકોનું ફેમિલી
-એક સમય એવો પણ હતો કે દિનેશના પિતા મહિને માત્ર 3500 રૂપિયાની કમાણી કરતા હતાં અને આ જ કમાણીમાં સાત લોકોનો પરિવાર ચાલતો હતો.
-દિનેશ લાલ યાદવ 'નિરહુઆ' ગાજીપુરના નાના ગામ ટંડવાનો રહેવાસી છે. જ્યારે દિનેશ નાનો હતો ત્યારે તેના પિતાની આર્થિક સ્થિતિ સારી ન હતી.
- રૂપિયા કમાવા માટે તેના પિતા કુમાર યાદવ નિરહુઆ અને તેના ભાઇને લઇને કોલકાતા આવ્યાં. જોકે તે દરમિયાન તેણે પત્ની અને ત્રણ દીકરીઓને ગામમાં જ રાખી.
- કોલકાતામાં કુમાર યાદવ બેલઘરિયાના આગરાપાડાની ઝુંપડપટ્ટીમાં પોતાના બન્ને દીકરાઓ સાથે રહેતા હતાં. આ દરમિયાન તે 3500 રૂપિયામાં મજૂરી કરતા હતાં. અહીં જ દિનેશે પોતાનું શરૂઆતનો અભ્યાસ શરૂ કર્યો.
 
પિતા ઇચ્છતા હતા નોકરી કરે દિનેશ
- 1997માં કુમાર યાદવ પોતાના ગામ પરત ફર્યા. ત્યારબાદ દિનેશે ગાજીપુરના મલિકપુરા કોલેજમાંથી બીકોમનો અભ્યાસ પુરો કર્યો.
- દિનેશના પિતા ઇચ્છતા હતા કે તેનો પુત્ર ભણી ગણીને કોઇ સારી નોકરી કરે પરંતુ દિનેશને બીજું જ પસંદ હતું.
- દિનેશ પોતાના પિત્રાઇ ભાઇ બિરહા ગાયક વિજય લાલ યાદવથી ખૂબ પ્રભાવિત થયા અને તેમના જ નક્શે કદમ પર ગાયનના ક્ષેત્રે આગળ વધ્યાં.
 
મ્યૂઝિક આલ્બમે અપાવી સફળતાં
-દિનેશના નાના ભાઇ પ્રવેશે જણાવ્યું હતું કે ભાઇએ ખૂબ સ્ટ્રગલ કર્યો છે. ઘરમાં સાઇકલ પણ નહોતી. જ્યાં પણ જતો હતો તે પગપાળા જ જતો હતો.
- વર્ષ 2003માં દિનેશ લાલ યાદવનું મ્યૂઝિક આલ્બમ 'નિરહુઆ સટલ રહે' સુપરહિટ થયું.આથી તેઓ સ્ટાર બન્યાં.
- આ પહેલા 2001માં તેના બે મ્યૂઝિક આલ્બમ 'બુઢવા મેં દમ બા' અને 'મલાઇ ખાએ બુઢવા' રીલિઝ થયા હતાં. જેથી તેમને ઓળખ મળી. ધીરે ધીરે તે ભોજપુરી ફિલ્મ્સના સ્ટાર બન્યા અને આ પછી તેમને ફિલ્મ્સમાં કામ કરવાની તક મળી. દિનેશનો ભાઇ પ્રવેશ પણ ભોજપુરી ફિલ્મ્સમાં કામ કરે છે.
 
આવી રીતે શરૂ થઇ એક્ટિંગ સફર
-2005માં દિનેશ મુંબઇ આવ્યો એક ફિલ્મ ડિરેક્ટરના કહેવાથી તેમને ફિલ્મ 'ચલત મુસાફિર...'માં બે ગીત ગાયા ત્યારબાદ તેમણે એક્ટિંગ પણ કરી.
- આ ફિલ્મમાં દિનેશ યાદવ ઉર્ફે 'નિરહુઆ'એ બિહારીના દોસ્તનો રોલ કર્યો અને ફિલ્મ સારી ચાલી.
- ત્યારબાદ તેમની પાસે અનેક રોલની ઓફર આવવા લાગી. પરંતુ તેના મનમાં હિરો બનવાની ઇચ્છા હતી. દિનેશના બન્ને દીકરા આદિત્ય અને અમિતને પણ ફિલ્મ્સ ગમે છે.
 
આગળની સ્લાઇડ્સમાં વાંચો નિરહુઆની પર્સનલ લાઇફ વિશે...
અન્ય સમાચારો પણ છે...