તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

એક સમયે લાકડા વેચતો'તો આ ભારતીય, મસ્ક્યુલર લુકથી હોલિવૂડમાં મચાવે છે ધૂમ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મુંબઇઃ બિહારના મોતિહારી જિલ્લાનો રહેવાસી પ્રભાકર શરણ હોલિવૂડ ફિલ્મમાં લીડ રોલ કરી રહ્યો છે. પ્રભાકરે પોતાનો અભ્યાસ હરિયાણામાંથી કર્યો છે. પટનાના સેન્ટ્રલ સ્કૂલમાંથી અભ્યાસ કરનાર પ્રભાકરન સંઘર્ષના દિવસોમાં કપડાની દુકાનમાં પણ કામ કરતો હતો અને તે મુલતાની માટી અને લાકડા પણ વેચતો હતો. બોલિવૂડમાં કામ કરવા માટે તેણે અનેક પ્રયાસ કર્યા હતાં પરંતુ તેને સફળતા મળી નહોતી. આ પછી તેને હોલિવૂડમાં કામ કરવાનો ચાન્સ મળ્યો હતો.
 
મનોજ વાજપેયીના પિતાનો લેટર લઇ પહોંચ્યો હતો ડિરેક્ટર-પ્રોડ્યુસર પાસે
-પ્રભાકરે વાતચીતમાં જણાવ્યું કે જ્યારે તેણે બોલિવૂડમાં એક્ટિંગ કરવાનું વિચાર્યું હતું કે મનોજ  વાજપેઈના પિતા પાસે પહોંચ્યો હતો. આ પછી પ્રભાકરે તેમની પાસે એક લેટર લખાવ્યો અને તેને લઇને બોલિવૂડના અનેક ડિરેક્ટર અને પ્રોડ્યુસર્સ પાસે પહોંચ્યો હતો પરંતુ બધા લોકોએ તેને રોલ આપવાની ના પાડી હતી.
-આ પછી પ્રભાકર બિઝનેસ માટે લેટિન અમેરિકાના કોસ્ટારિકા પહોંચી ગયા હતાં. તેણે મુલ્તાની માટી, અગરબત્તી, લાકડી વેંચવાનું શરૂ કર્યું હતું. આ પછી તેણે ટેક્સટાઇલમાં પણ હાથ અજમાવ્યો હતો. અને પછી ફિલ્મ ડિસ્ટ્રિબ્યૂટર અને 'મોન્સ્ટર ટ્રક જેમ શો'માં પણ કામ કર્યું હતું.
-આ પછી પ્રભાકરે કોસ્ટારિકામાં બોલિવૂડની પાંચથી છ ફિલ્મ્સના હકો ખરીદીને રીલિઝ કરાવી હતી. 2006માં તેણે લેટિન અમેરિકામાં અક્ષય કુમારની ફિલ્મ 'ગરમ મસાલા', 'કહો ના પ્યાર હૈ', 'બનારસ' જેવી ફિલ્મ્સ રીલિઝ કરી હતી.
-એ સમયે તે ફિલ્મ 25-30 લાખ રૂપિયામાં ખરીદતો હતો જ્યારે તેની આવક માત્ર 2-3 લાખ જ થતી હતી.
 
માતા-પિતા બન્ને ગ્રામીણ બેંકમાં મેનેજર
-પ્રભાકરે પ્રભુનાથ શરણ અને મોમ શુભદ્રા પ્રસાદ બન્ને રિટાયર્ડ બેન્કર છે. હાલ તેઓ મોતિહારીમાં જ રહે છે. પ્રભાકરે જણાવ્યું કે કોસ્ટારિકામાં સફળતા નહીં મળતા તે આર્થિક સંકડામણમાંથી પસાર થઇ રહ્યો હતો. તે 2010થી ચાર વર્ષ પંચકુલામાં રહ્યો હતો. આ દરમિયાન પત્ની તેની દીકરીને લઇને કોસ્ટારિકા ચાલી ગઇ.
-તે સમયે પ્રભાકર ખૂબ તાણમાં રહેતો હતો પરંતુ તેણે હાર ના માની અને બીજી વાર કોસ્ટારિકા પરત ફર્યો હતો.
 
14 દેશમાં રીલિઝ થઇ હતી પહેલી ફિલ્મ
-પ્રભાકરે જણાવ્યું કે લેટિન અમેરિકામાં હોલિવૂડ ફિલ્મ 'ઇનરેદાદોસઃ લા કન્ફ્યૂઝન' તેની પહેલી ફિલ્મ હતી. ફિલ્મ આ વર્ષે 9 ફેબ્રુઆરીના રોજ રીલિઝ થઇ હતી જેમાં તે લીડ રોલમાં હતો. આ ફિલ્મ અમેરિકા સહિત 14 દેશમાં રીલિઝ થઇ હતી.
પ્રભાકરની આ ફિલ્મના ડિરેક્ટર આશિષ મોહન છે. જેણે 2012માં આવેલી અક્ષય કુમારની ફિલ્મ 'ખિલાડી 786'નું ડિરેક્શન કર્યું હતું.
-આ ફિલ્મનું નિર્માણ કોસ્ટારિકાની ટેરેસા રોડ્રિગ્સે કર્યું છે. હવે પ્રભાકર પોતાની આ ફિલ્મને હિંદી અને અંગ્રેજી ભાષામાં ડબ કરાવવા ઇચ્છે છે.
 
આગળની સ્લાઇડ્સમાં જુઓ પ્રભાકર શરણ અને તેની ફિલ્મ્સના અન્ય Photos..
અન્ય સમાચારો પણ છે...