આ પાકિસ્તાની એક્ટર ફવાદ ખાનને આપે છે ટક્કર, ફિલ્મમાંથી કરે આટલી કમાણી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મુંબઈઃ પાકિસ્તાની એક્ટર શાન શાહિદ પાકિસ્તાનમાં સૌથી વધુ કમાણી કરનાર એક્ટર છે. શાહિદને ભારતમાં ઘણાં જ ઓછા લોકો ઓળખે છે. ભારતમાં ફવાદ ખાન, માહિરા ખાન તથા આતિફ અસલમ વધુ લોકપ્રિય છે. જોકે, શાહિદની લોકપ્રિયતા આ સ્ટાર્સ કરતાં ઓછી નથી. પાકિસ્તાનમાં શાન શાહિદને રોબર્ટ ડી નીરો કહેવામાં આવે છે. શાનદ છેલ્લાં બે દાયકાથી પાકિસ્તાન ફિલ્મ ઈન્ડસ્ટ્રિઝમાં સક્રિય છે. 

500થી વધુ ફિલ્મ્સમાં કર્યું કામઃ
શાને અત્યાર સુધીમાં 500થી વધુ ફિલ્મ્સમાં કામ કર્યું છે. જેમાં 'બુલંદી', 'ખુદા કે લિયે','વાર' જેવી બ્લોક બસ્ટર ફિલ્મ્સનો સમાવેશ થાય છે. ઉદ્રૂ સિવાય શાને પંજાબી ફિલ્મ્સમાં પણ કામ કર્યું છે. 

માત્ર એક્ટર નથીઃ
શાન શાહિદ માત્ર એક્ટર નથી. તે લેખક, મોડલિંગ પણ કરે છે. આટલું જ નહીં તેણે ડિરેક્શન પણ કરેલું છે. 

એક ફિલ્મની લે છે આટલી ફીઃ
શાન પાકિસ્તાનમાં એક ફિલ્મ માટે 50 લાખ થી લઈ 1 કરોડ રૂપિયા જેટલી ફી લે છે. આ સિવાય બ્રાન્ડ્સ એન્ડોર્સમેન્ટમાં પણ સારી કમાણી કરે છે. શાન દરેક મોટી બ્રાન્ડની પહેલી પસંદ છે. અનેક બિગ બ્રાન્ડ્સ શાહિદ પાસે છે. 

ફવાદને આપે છે ટક્કરઃ
શાન પાકિસ્તાની એક્ટર ફવાદને ટક્કર આપે છે. બે દાયકામાં કોઈ પણ સ્ટાર શાનના સ્ટેટ્સને હલાવી શક્યું નથી. ફવાદ ખાનની જેમ જ શાનને પણ બોલિવૂડમાં ઓફર મળી હતી. જોકે, તેણે રિજેક્ટ કરી હતી. 'ગજની'માં વિલનનો રોલ સૌ પહેલાં શાનને ઓફર થયો હતો પરંતુ તેણે ના પાડી દીધી હતી. શાન માત્ર પાકિસ્તાનમાં જ કામ કરવા માંગે છે. 

(આગળની સ્લાઈડ્સ પર ક્લિક કરીને જુઓ, શાન શાહિદની પરિવારની તસવીરો....)
અન્ય સમાચારો પણ છે...