ફિલ્મ સિટીમાં યોજાયા રામોજી રાવની પૌત્રીના ભવ્ય લગ્ન

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હૈદરાબાદઃ ચાલુ વર્ષની શરૂઆતમાં પદ્મવિભૂષણથી સમ્માનિત રામોજી રાવની પૌત્રી સહારીના લગ્ન 28 જુલાઈના રોજ ભરત બાયોટેકના ચેરમેનના દિકરા વીરેન્દ્ર દેવ સાથે થયા હતા. આ ગ્રાન્ડ વેડિંગ હૈદરાબાદના રામોજી ફિલ્મ સિટીમાં થયા હતા. ફંક્શનમાં નિકટના મિત્રો સિવાય મુખ્યમંત્રીઓ, મંત્રીઓ અને બોલિવૂડ તથા સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝના સ્ટાર્સ સામેલ થયા હતા. અભિષેક બચ્ચનથી લઈ ચંદ્રા બાબુ સહિતના સેલેબ્સ રહ્યા ઉપસ્થિત
 
- ઉલ્લેખનીય છે કે, સહારી રામોજી રાવના મોટા દિકરા કિરણ રાવ અને માર્ગદર્શી શૈલજા કિરણની દીકરી છે.
- મેરેજ ફંક્શનમાં એનડીએના ઉપરાષ્ટ્ર પતિ પદના ઉમેદવાર વેંકૈયા નાયડુ, તેલંગાણાના મુખ્યમંત્રી કેસીઆર અને આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુ હાજર રહ્યા હતા.
-આ સિવાય આ સમારોહમાં કેન્દ્રીય મંત્રી અશોકગજપતિ રાજુ, બંડારૂ દત્તાત્રેય સહિત અનેક મંત્રીઓ આશીર્વાદ આપવા માટે આવ્યા હતા.
- એક્ટર-એક્ટ્રેસમાં અભિષેક બચ્ચન, પવન કલ્યાણ, બાહુબલીના ડિરેક્ટર રાજામૌલી, એક્ટ્રેસ રામ્યા કૃષ્ણન(શિવગામી)આ લગ્નમાં સામેલ થયા હતા.
 
કોણ છે રામોજી રાવ
-ચેરુકુરી રામોજી રાવ આંધ્રપ્રદેશના કૃષ્ણા જિલ્લામાંથી આવે છે. રામોજી રાવ બિઝનેસમેન હોવાથી મીડિયા ગ્રુપ ઈનાડુના માલિક છે.
- રામોજી રાવને ભારતના રૂપર્ટ મર્ડોક કહેવામાં આવે છે. રામોજી ગ્રુપમાં ફિલ્મ સિટી, માર્ગદર્શી ચીટ ફંડ, તેલુગુ ન્યૂઝ પેપર ઈનાડુ, ઈટીવી નેટવર્ક, પ્રિયા ફૂડ્સ, ડોલ્ફીન હોટલ્સ, ઉષા કિરણ મૂવીજ વગેરે સામેલ છે.
- રામોજીને બે દિકરાઓ કિરણ પ્રભાકર અને સુમન પ્રભાકર છે. જેમાં નાના દિકરા સુમનનું મોત થઈ ગયું છે.
 
આગળની સ્લાઈડ્સમાં રામોજી રાવની પૌત્રીના લગ્નમાં આવેલા ફિલ્મ સ્ટાર્સ અને નેતાઓના ફોટોઝ
અન્ય સમાચારો પણ છે...