આ કારણથી નેસ્તનાબૂદ કરી દેવામાં આવશે 'બાહુબલી'નો સેટ, બન્યો હતો 35 કરોડમાં

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

હૈદરાબાદઃ હૈદરાબાદમાં આવેલા રામોજી ફિલ્મસિટીમાં એસ એસ રાજામૌલીની ફિલ્મ 'બાહુબલી'નો સેટ ટૂંક સમયમાં જ તોડી નાખવામાં આવશે. ફિલ્મસિટીના એક ગાઈડે divyabhaskar.com સાથેની વાતચીતમાં કહ્યું હતું કે 'બાહુબલી'ની સફળતા બાદ ફિલ્મસિટીની ટીમે મેકર્સ પાસેથી પાંચ કરોડ રૂપિયામાં આ સેટ ખરીદી લીધો હતો. પછી જાહેર જનતા માટે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. જ્યારે આ સેટ પબ્લિક માટે ખુલ્લો મૂકવામાં આવ્યો ત્યારે ટૂર ટિકિટ ફટોફટ વેચાઈ ગઈ હતી. ફિલ્મસિટીએ પાંચ કરોડ કરતાં વધુ કમાણી કરી લીધી છે. 


કેમ તોડવામાં આવશે સેટઃ
ગાઈડને જ્યારે આ પૂછવામાં આવ્યું ત્યારે તેણે કહ્યું હતું કે ફિલ્મસિટીમાં હવે બીજી ફિલ્મનો સેટ બનાવવામાં આવી રહ્યો છે અને આ સેટ 'બાહુબલી'ના સેટ પર જ બનાવવામાં આવશે. નવા સેટનું નિર્માણ આવતા વર્ષે જાન્યુઆરીમાં કરવામાં આવશે. તેથી જ હવે 'બાહુબલી'નો સેટ તોડી નાખવામાં આવશે.


35 કરોડમાં બન્યો હતો સેટઃ
ફિલ્મસિટીનો કુલ એરિયા 2000 એકર છે. 15 એકરમાં 'બાહુબલી'નો સેટ બનાવવામાં આવ્યો હતો. સેટ પ્રોડક્શન ડિઝાઈનર સાબુ સાયરિલે કર્યું હતું. ફિલ્મના ફર્સ્ટ પાર્ટમાં માહિષ્મતિ કિંગડમનો સેટ બનાવવા માટે 28 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો. સિક્વલમાં આ જ સેટ પર કેટલાંક નવા એલિમેન્ટ્સ ઉમેરવામાં આવ્યા હતાં. આ સિવાય કુંતલ રાજ્યનો સેટ બનાવવામાં આવ્યો હતો. જેનો ખર્ચ સાત કરોડ રૂપિયા થયો હતો. આ સેટ 50 દિવસમાં 500 લોકોએ તૈયાર કર્યો હતો. 


(જુઓ, 'બાહુબલી'ના સેટની અંદરની તસવીરો...)

અન્ય સમાચારો પણ છે...