તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

'દેવસેના' બની ભક્તિમય, આ મંદિરે આવી પરિવાર સાથે કરી પૂજા-અર્ચના

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મુંબઈઃ 'બાહુબલી'ની દેવસેના એટલે કે અનુષ્કા શેટ્ટી હાલમાં ભક્તિમય બની ગઈ હોય તેમ લાગી રહ્યું છે. થોડાં સમય પહેલાં જ તેણે કોલ્લુરના મૂકામ્બિકા મંદિરની મુલાકાત લીધી હતી. હવે, અનુષ્કા શેટ્ટી પરિવાર સાથે કેરળના જાણીતા શ્રી મહાલિંગેશ્વર મંદિરે પરિવાર સાથે પૂજા કરતી જોવા મળી હતી. 

'બાહુબલી' હિટ જતાં કરી પૂજાઃ
સૂત્રોના જણાવ્યા પ્રમાણે, અનુષ્કાએ 'બાહુબલી 2' સફળ થતાં ભગવાનનો આભાર માન્યો હતો અને પૂજા કરાવી હતી. અહીંયા તેણે ગાયોને ચારો પણ નાખ્યો હતો.

થોડા સમય પહેલાં આર્યુર્વેદના સ્ટોર પર મળી હતી જોવાઃ
થોડાં સમય પહેલાં જ અનુષ્કા શેટ્ટી પલક્કડમાં 'ભાગમતી'ના કો-સ્ટાર સાથે ઉન્ની મુકુંદન સાથે આર્યુર્વેદ સ્ટોરમાં જોવા મળી હતી. આ સ્ટોર ઉન્નીનો ફ્રેન્ડ અંશદ ચલાવે છે. અનુષ્કા આર્યુર્વેદ ફેસપેક તથા અન્ય કોસ્મેટિક તેલને લઈ જાણવા ઉત્સુક હતી. 

(આગળની સ્લાઈડ્સ પર ક્લિક કરીને વાંચો, અનુષ્કા શેટ્ટીની ખાસ વાતો....)
અન્ય સમાચારો પણ છે...