સુપરસ્ટારે દારૂના નશામાં ધૂત એક્ટ્રેસની ઢીબી નાખી, વાળ પકડીને દિવાલમાં ઢસડી

ભોજપુરી સુપરસ્ટાર પવન સિંહને લઈ ચર્ચા છે કે તેણે દારૂના નશામાં ધૂત થઈને એક્ટ્રેસ અક્ષરા સિંહને માર માર્યો હતો

divyabhaskar.com | Updated - Apr 01, 2018, 03:21 PM
superstar pawan singh and akashara shooting in silvaasa

મુંબઈઃ ભોજપુરી સુપરસ્ટાર પવન સિંહને લઈ ચર્ચા છે કે તેણે દારૂના નશામાં ધૂત થઈને એક્ટ્રેસ અક્ષરા સિંહને માર માર્યો હતો. જર્નાલિસ્ટ શશિકાંતે આ વાત ફેસબુક પર પોસ્ટ કરી હતી. આ બનાવ ગુરૂવાર(29 માર્ચ)ના રોજ રાત્રે 11.30ની આસપાસ સિલવાસાની એક હોટલમાં બન્યો હતો. બંને અહીંયા શૂટિંગ અર્થે આવ્યા હતાં. કહેવાય છે કે જ્યારે હોટલના કર્મચારીએ અક્ષરાને બચાવવાનો પ્રયાસ કર્યો તો તેમની સામે જ એક્ટ્રેસને વાળથી પકડીને દિવાલમાં માથું પછાડ્યું હતું.


શૂટિંગ પરત કરી મુંબઈ આવવાની હતી અક્ષરા પરંતુ...
પત્રકારના મતે, અક્ષરાએ ફિલ્મનું શૂટિંગ પૂર્ણ કરી લીધું હતું અને તે મુંબઈ આવવાની હતી પરંતુ તે પોતાની કાર ચલાવીને મુંબઈ આવવાની હતી. જોકે, રાત થઈ ચૂકી હોવાથી તેણે બીજા દિવસ આવવાનો નિર્ણય કર્યો હતો.


કેમ પવન સિંહે માર્યો મારઃ
સૂત્રોના જણાવ્યા પ્રમાણે, પવન સિંહે વધુ દારૂ પીધો હતો અને તે આ જ હાલમાં પોતાના રૂમમાંથી બહાર નીકળવા લાગ્યો તો અક્ષરાએ તેને રોકવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, એક્ટરે તેને ગાળો આપવાની અને પછી માર મારવાની શરૂઆત કરી હતી. અવાજ સાંભળીને હોટલ સ્ટાફ ત્યાં આવી ગયો અને અક્ષરાને બચાવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, નશામાં ધૂત એક્ટરે એક્ટ્રેસનું માથું દિવાલ સાથે અથડાવ્યું હતું. અક્ષરાને હાથમાં ઈજા થઈ છે.


(વાંચો, પવન સિંહ ઈવેન્ટ્સમાં અક્ષરાને કહેતો, તમારી ભાભી છે....)

પત્રકારની એફબી પોસ્ટ
પત્રકારની એફબી પોસ્ટ

કોણ છે પવન સિંહઃ
'તુ લગાવેલુ જબ લિપિસ્ટિક' ગીત ગાનાર પવન સિંહ ફેમસ સિંગર અને એક્ટર છે. પવને 'ત્રિદેવ', 'પવન પુરબઈયા', 'એક દુજે કે લીયે', 'સંગ્રામ', 'જિદ્દી', 'સરકાર રાજ', 'લે કે આજા બેંડ બાજા એ પવન રાજા', 'વીર બલવાન', 'જાન લેબૂ કા', 'ગદર', 'સત્યા', 'તેરે જઈસા યાર કહા', 'ચેલેન્જ' સહિત ઘણી હિટ ફિલ્મ્સ કરી છે. 2015માં પવન સિંહે નીલમ સાથે લગ્ન કર્યાં હતાં. જોકે, લગ્નના ત્રણ મહિના બાદ જ નીલમે આત્મહત્યા કરી લીધી હતી. ત્યારે એવી ચર્ચા હતી કે નીલમ પતિ સાથે ખુશ નથી. પાંચ માર્ચ, 2018ના રોજ બીજા લગ્ન જ્યોતિ સિંહ સાથે લગ્ન કર્યાં છે.

 

અક્ષરા સાથે પવન સિંહ
અક્ષરા સાથે પવન સિંહ

અક્ષરા સાથે અફેરની ચર્ચાઃ
પવન સિંહ તથા અક્ષરા વચ્ચે છેલ્લાં કેટલાંય સમયથી અફેર ચાલી રહ્યું છે. ઘણી ઈવેન્ટ્સમાં પવન સિંહે અક્ષરાને એમ કહીને બોલાવી છે કે આ તમારી ભાભી છે. આ સિવાય પવન સિંહે અક્ષરા પ્રત્યેનો પ્રેમ પણ સ્વીકાર્યો છે. જોકે, પવનસિંહે બીજી કોઈ યુવતી સાથે બીજા લગ્ન કરીને તમામને ચોંકાવી દીધા હતાં. 

બીજી પત્ની સાથે પવન સિંહ
બીજી પત્ની સાથે પવન સિંહ

કોણ છે અક્ષરાઃ
ભોજપુરી સિનેમાની જાણીતી એક્ટ્રેસ અક્ષરા છે. 2013માં તેણે રવિ કિશનની સાથે 'સત્યમેવ જયતે'માં કામ કર્યું હતું. ત્યારબાદ 'કાલા ટિકા', 'સૂર્યપુત્ર કર્ણ' જેવી સીરિયલ્સમાં પણ કામ કર્યું છે. 

પહેલી પત્ની સાથે પવનસિંહ
પહેલી પત્ની સાથે પવનસિંહ
X
superstar pawan singh and akashara shooting in silvaasa
પત્રકારની એફબી પોસ્ટપત્રકારની એફબી પોસ્ટ
અક્ષરા સાથે પવન સિંહઅક્ષરા સાથે પવન સિંહ
બીજી પત્ની સાથે પવન સિંહબીજી પત્ની સાથે પવન સિંહ
પહેલી પત્ની સાથે પવનસિંહપહેલી પત્ની સાથે પવનસિંહ
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App