તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સાઉથ સુપરસ્ટાર ચિરંજીવીની પત્ની છે કોમેડિયનની દીકરી, રહે છે લાઈમલાઈટથી દૂર

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

હૈદરાબાદઃ ફિલ્મ ‘બાહુબલી’ બાદ હિન્દી ફેન્સ પણ સાઉથની ફિલ્મ પ્રત્યે આકર્ષાયા છે. આ ઉપરાંત તેઓ સાઉથના સુપર સ્ટાર તથા તેમના પરિવારજનો અંગે ઘણું જાણવા માગે છે. સાઉથ સિનેમાના સુપરસ્ટાર એવા ચિરંજીવી 22 ઓગસ્ટના રોજ પોતાનો 63મો જન્મદિવસ સેલિબ્રેટ કરી રહ્યાં છે. આ પ્રસંગે અમે તમારી સમક્ષ ચિરંજીવી અને તેના પરિવાર વિશે જણાવી રહ્યાં છે. તાજેતરમાં ચિરંજીવીએ ભત્રીજા અલ્લૂ અર્જુનનો જન્મદિવસ સેલિબ્રેટ કર્યો હતો. અલ્લૂ અર્જૂન પણ સાઉથ સિનેમાનો સુપરસ્ટાર છે. આ ઉપરાંત ચિરંજીવી પોતાની તેલુગુ ફિલ્મ ‘સે રા નરસિમ્હા રેડ્ડી’ના કારણે ચર્ચામાં છે. આ ફિલ્મમાં અમિતાભ બચ્ચન પણ કેમિયો કરતા જોવા મળશે અને તેમના લુકની તસવીર પણ વાયરલ થઈ હતી. ઉલ્લેખનીય છે કે, લાઈમલાઈટથી દૂર રહેતી ચિરંજીવીની દીકરી જાણીતા કોમેડિયનની દીકરી છે.

 

ચિંરજીવીનું વાસ્તવિક નામ


- ચિરંજીવીનો જન્મ 22 ઓગસ્ટ 1955ના રોજ આંધ્ર પ્રદેશના પશ્ચિમી ગોદાવરી પાસેના મોગલથુરમાં થયો હતો. ચિરંજીવીનું વાસ્તવિક નામ કોનીડેલા શિવશંકર વારા પ્રસાદ છે.
- એક્ટરે પોતાની માતાના કહેવા પર ફિલ્મ્સમાં ચિરંજીવી નામ રાખ્યું. આ નામનો અર્થ થાય છે કે હંમેશા જીવીત રહો. ચિરંજીવી સાઉથ ઈન્ડસ્ટ્રીના જાણીતા સ્ટાર ચિરંજીવી કોણિદેલ વેંકટ રાવ અને અંજના દેવીનું સંતાન છે.

 

કોમેડિયનની દીકરી છે પત્ની


- ચિરંજીવીના લગ્ન 1980માં સુરેખા સાથે થયા હતા. સુરેખા સાઉથ ફિલ્મ્સના જાણીતા કોમેડિયન અલ્લૂ રામલિંગઈની દીકરી છે.
- સુરેખાના પિતાને ચિરંજીવી એટલા ગમ્યા હતા કે તેમણે પોતાની દીકરી સાથે તેમના લગ્નનો નિર્ણય કર્યો હતો. ચિરંજીવીના લગ્ન પરિવારની સહમતિથી થયા હતા. 
- સુરેખા સિમ્પલ લાઈફ જીવવાનું પસંદ કરે છે. તેમને લાઈમલાઈટમાં આવવું જરાય ગમતું નથી. તે સામાન્ય હાઉસવાઈફની જેમ જ પરિવારની કાળજી રાખવાનું પસંદ કરે છે. 
- ચિરંજીવી-સુરેખાને બે દીકરીઓ સુસ્મિતા અને સિરિજા તથા એક દીકરો રામ ચરણ તેજા છે.

 

પરિવારના ઘણા લોકો ફિલ્મ્સ ઈન્ડસ્ટ્રીથી જોડાયેલા છે


- ચિરંજીવીના પરિવારના મોટાભાગના લોકો એક્ટિંગ સાથે સંબંધ ધરાવે છે.
- ચિરંજીવીના ભાઈ નાગેન્દ્ર બાબૂ અને પવન કલ્યાણ ફિલ્મ ઈન્ડસ્ટ્રી સાથે જાડાયેલા છે. ચિરંજીવીની પત્નીનો ભાઈ અલ્લૂ અરવિંદ એક પ્રોડ્યૂસર અને તેના સસરા અલ્લૂ રામલિંગા એક કોમેડિયન એક્ટર છે.
- ચિરંજીવીનો ભત્રીજો અલ્લૂ અર્જુન તેલુગુ ફિલ્મ્સમાં ઘણો લોકપ્રિય છે.

 

'ક્રાઈમ પેટ્રોલ' છોડ્યા બાદ રાજ બબ્બરના જમાઈ અનુપ સોનીનું મેકઓવર, ઓળખવો થયો મુશ્કેલ