તમિલનાડુ / રજનીકાંતની ફિલ્મ ‘પેટ્ટા’ જોવા ગયેલા કપલે થિયેટરની બહાર લગ્ન કર્યાં, કહ્યું, ‘રજની સર તો અમારા ભગવાન છે’

DivyaBhaskar.com | Updated - Jan 11, 2019, 12:22 PM
નવદંપતી અનબરસુ (35) અને કામ્યાચી (28)
નવદંપતી અનબરસુ (35) અને કામ્યાચી (28)

  • રજનીકાંતની ફિલ્મ ‘પેટ્ટા’ ગુરુવારે રિલીઝ થઈ
  • એક કપલે પહેલા શો વખતે જ થિયેટરની બહાર લગ્ન કર્યાં
  • નવદંપતીએ કહ્યું કે શુભ કાર્યોમાં ઈશ્વરનું આહ્વાન કરાય છે અને રજની સર અમારા ભગવાન છે

ચેન્નઈ (તમિલનાડુ): રજનીકાંતની નવી ફિલ્મ ‘પેટ્ટા’ ગુરુવારે રિલીઝ થઈ. આ પ્રસંગે એક કપલે ફિલ્મ જોતાં પહેલાં થિયેટરની બહાર જ લગ્ન કર્યાં. આ પળને યાદગાર બનાવવા માટે એમણે પોતાનાં સગાંસંબંધી અને મિત્રોને પાર્ટી પણ આપી.

નવદંપતી અનબરસુ (35) અને કામ્યાચી (28)એ મીડિયાને કહ્યું કે લગ્ન વખતે ઈશ્વરનું આહ્વાન કરવામાં આવે છે. એટલે જ લગ્ન ધાર્મિક સ્થળ કે ઘરમાં કરવામાં આવે છે. રજનીકાંત અમારા માટે ભગવાન છે. અમે અમારા ભગવાનનું આહ્વાન કરવા માટે એમની ફિલ્મ ચલાવી રહેલા સિનેમા હૉલ પર પસંદગી ઉતારી.

પેટ્ટામાં રજનીકાંત સાથે નવાઝુદ્દીન સિદ્દીકી પણ દેખાશે
ફિલ્મ સમીક્ષકોનું કહેવું છે કે રજનીકાંતની ફિલ્મ પેટ્ટા એડવાન્સ બુકિંગ થકી જ લગભગ 32.85 કરોડ રૂપિયાની કમાણી કરી ચૂકી છે. તેમાં રજનીકાંત ઉપરાંત વિજય સેતુપતિ, સિમરન અને હિન્દી સ્ટાર નવાઝુદ્દીન સિદ્દીકીએ પણ એક્ટિંગ કરી છે. ફિલ્મના ડિરેક્ટર કાર્તિક સુબ્બારાજ છે.

X
નવદંપતી અનબરસુ (35) અને કામ્યાચી (28)નવદંપતી અનબરસુ (35) અને કામ્યાચી (28)
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App