‘બાહુબલી’ સાથેના અફેર પર 'દેવસેના'એ તોડ્યું મૌન, કર્યો ચોકાવનારો ખુલાસો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

બોલિવૂડ ડેસ્કઃ છેલ્લા ઘણા સમયથી બાહુબલી એટલે કે પ્રભાસના સાઉથની એક્ટ્રેસ અનુષ્કા શેટ્ટી વચ્ચે અફેર હોવાની ચર્ચા ચાલી રહી છે. એક અહેવાલ અનુસાર બંને એકબીજાને ડેટ કરી રહ્યાં છે અને ટૂંક સમયમાં લગ્ન કરી લેશે. જોકે અનુષ્કાએ આ બધી અટકળોનો અંત લાવવા માટે પ્રભાષ સાથેના સંબંધો પર ખુલાસો કર્યો છે. તાજેતરમાં આપેલા એક ઈન્ટરવ્યૂમાં અનુષ્કાએ કહ્યું કે,‘અમે સારા મિત્રો છીએ, અમારી વચ્ચે મિત્રતા સિવાય કોઈ સંબંધ નથી. અમે લગ્ન નથી કરી રહ્યાં. મારા લગ્ન થશે ત્યારે બધાને ખબર પડી જ જશે.’

 

બંનેના સગાઈની વાતો ફરતી થઈ હતી....
- છેલ્લા અમુક સમયથી પ્રભાસ અને અનુષ્કા સગાઈ કરવા જઈ રહ્યાં છે તેવી વાતો ફરતી થઈ હતી.
- તાજેતરમાં એક ઈન્ટરવ્યૂમાં પ્રભાસે કહ્યું કે,‘મને મારી પ્રાઈવેટ લાઈફ વિશે વાત કરવું નથી ગમતું. ઘણા લોકો મને મારા અફેર, હું ક્યારે લગ્ન કરીશ તે વિશે પૂછતા હોય છે. પરંતુ આ લોકો મને નથી સમજતા. હું મારી પર્સનલ લાઈફને પ્રાઈવેટ રાખવા માંગુ છું. હા જ્યારે લગ્ન કરીશ ત્યારે બધાને ખબર પડી જશે.’
- અનુષ્કાએ જણાવ્યું હતું કે,‘મારા લગ્ન અંગે ઘણી અફવાઓ ચાલી રહી છે. મારા માતા-પિતા લગ્ન માટે કોઈ જ દબાણ નથી કરી રહ્યાં. તેઓ એક સારો લાઈફ પાર્ટનર શોધશે અને મને ગમશે તો હું લગ્ન કરીશ. આ લગ્માં ફ્રેન્ડ્ઝ, ફેમિલી અને ફેન્સ બધાને આમંત્રણ આપીશ.’

 

(આગળની સ્લાઈડ્સમાં જુઓ પ્રભાસ અને અનુષ્કાની વધુ તસવીરો........)

અન્ય સમાચારો પણ છે...