1

Divya Bhaskar

Home » Bollywood » Regional Cinema » એવું તે શું થયું કે સાઉથની આ એક્ટ્રેસ જાહેર રસ્તા પર નિર્વસ્ત્ર થઈને બેસી ગઈ?| Telugu actor Sri Reddy strips on the street to protest against casting couch

એવું તે શું થયું કે સાઉથની આ એક્ટ્રેસ જાહેર રસ્તા પર નિર્વસ્ત્ર થઈને બેસી ગઈ?

Divyabhaskar.com | Last Modified - Apr 07, 2018, 09:41 PM IST

અભિનેત્રીનું કહેવું છે કે ટેલિવૂડનાં અનેક ફિલ્મ મેકર, ડિરેક્ટર્સે તેને કામ આપવાના બદલામાં તેનું યૌન શોષણ કર્યું છે.

  • છેલ્લા ઘણા સમયથી હોલિવૂડથી લઈને બોલિવૂડ સુધી કાસ્ટિંગ કાઉચનો જોરદાર વિરોધ થઈ રહ્યો છે ત્યારે હવે આ વિરોધમાં તેલુગુ એક્ટ્રેસ શ્રી રેડીએ ઝંપલાવ્યું છે. સાઉથની એક્ટ્રેસ શ્રી રેડ્ડીએ જાહેરમાં નિવસ્ત્ર થઈને વિરોધ કર્યો છે, શ્રી રેડ્ડીએ શનિવાર સવારે હૈદરાબાદ સ્થિત ફિલ્મ ચેમ્બર ઓફિસની બહાર પહોંચી હતી. ત્યાં પહોંચીને તેણે રસ્તાની વચ્ચે જ જાહેરમાં કપડા ઉતારવાનું શરૂ કરી દીધુ અને ટૉપલેસ થઈને રસ્તાની વચ્ચે બેસી ગઈ હતી અભિનેત્રીનું કહેવું છે કે ટેલિવૂડનાં અનેક ફિલ્મ મેકર, ડિરેક્ટર્સ અને એક્ટર્સે તેને કામ આપવાના બદલામાં તેનું યૌન શોષણ કર્યું છે. જેઓનાં નામ તે આગામી સમયમાં જાહેર કરશે. આ બાબતે એણે મુખ્યમંત્રી કે ચંદ્રશેખરને મળવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. પરંતુ તેને મળવા નહીં દેવામાં આવતા તેણે અંતે આ પગલું ભર્યુ હતું. રેડ્ડીએ ફિલ્મ ચેમ્બર્સ પર કાસ્ટિંગ કાઉચના મુદ્દે ચૂપ રહેવાનો આરોપ લગાવ્યો છે. તેનું કહેવું છે કે કાસ્ટિંગ કાઉચની વિરુદ્ધ કોઈ એક્શન નહીં લેવાથી ઘટનાની જાણ પોલીસને થતાં જ એક્ટ્રેસને સ્પોટ પરથી હટાવી દેવાઈ હતી. હાલ શ્રી રેડ્ડી પોલીસ કસ્ટડીમાં છે. એના પર જાહેરમાં નિર્વસ્ત્ર થવાનો ગુનો દાખલ કરાયો છે. અભિનેત્રીએ ચિમકી આપી છે કે તે આ પ્રોટેસ્ટને નેશનલ ઉપરાંત ઈન્ટરનેશનલ લેવલ પર લઈ જશે.

(Latest Masala Gujarati News) સાથે જોડાયેલા અન્ય (TV Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in
(Read News in Gujarati from Divya Bhaskar)

More From Bollywood

Trending