સન્ની લિયોનીએ અમદાવાદ આવી કહ્યું, ''બિગ બોસ'થી મારી દુનિયા ચેન્જ થઇ ગઇ, મને ફરી બોલાવશે તો હું જરૂર જઇશ''

karenjit kaur season 2 Promotion Sunny Leone Interview

DivyaBhaskar.Com

Sep 10, 2018, 10:45 AM IST

અમદાવાદ: 'કરનજિત કૌર-ધ અનટોલ્ડ સ્ટોરી ઓફ સન્ની લિયોની'ની વેબ સીરિઝની બીજી સિઝન શરૂ થઇ રહી છે. આ સીરિઝના પ્રમોશન અર્થે સન્ની લિયોની અમદાવાદની મુલાકાતે આવી હતી. આ દરમિયાન તેણે divyabhaskar.Com સાથે રસપ્રદ વાતચીત કરી હતી.

વાતચીતના અંશોઃ

બીજી વખત લાઇફ જીવવી કેટલી મુશ્કેલ હતી?

આ બે સિઝન શૂટ કરવી મારા માટે ઘણી ડિફિકલ્ટ હતી. આ ઘણી જ ઇમોશનલ જર્ની હતી.

બીજા પાર્ટમાં શું ડિફરન્ટ છે?
ફર્સ્ટ સિઝનમાં કેરેક્ટર અને તેમાં બતાવવામાં આવેલા નિર્ણયો મેં કઈ રીતે લીધા, ફેમિલીનું રિએક્શન શું હતું, તે વાત કહેવામાં આવી હતી. બીજી સિઝનમાં ઇમોશનલ જર્ની છે.

ફિટનેસ વિશે શું કહેશો?
જ્યારે તમારા માઇન્ડમાં ડિસીઝન લો છો, તમારે માઇન્ડ ચેન્જ કરવુ જોઇએ, હા હું કરીશ. સ્મોલ ચેન્જિસથી ઘણું મોટો ચેન્જ આવશે. તમે એક વખત નક્કી કરી લો કે આ અઠવાડિયે ચામાં ખાંડ નહીં નાખીએ, નેકસ્ટ વીકમાં તમે કંઇક અલગ કરો. આવી નાની નાની વસ્તુઓ કરવાથી મોટો બદલાવ આવશે.

'બિગ બોસ'ના ઘરમાં તમે ફરી જશો?
'બિગ બોસ' મને બોલાવે તો યસ હું જરૂરથી જઈશ.

'બિગ બોસ'નો એક્સપિરીઅન્સ કેવો હતો?
'બિગ બોસ'માં જેવા અમે એક રૂમમાં છીએ તેવો એક બોક્સ હતો. કોઇ ફોન નહોતો, સોશ્યિલ મીડિયા નહોતું. ટીવી, ન્યૂઝપેપર, મેગેઝિન કંઇ નહોતું, ડિફિકલ્ટ હતું. તે અનુભવ મારા માટે ઘણો જ સારો હતો અને મેં ઘણું જ એન્જોય કર્યું હતું. 'બિગ બોસ'થી મારી દુનિયા ચેન્જ થઇ ગઇ, એવરિથીંગ ચેન્જ

X
karenjit kaur season 2 Promotion Sunny Leone Interview
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી