તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આ ગુજરાતીની ડોક્યુમેન્ટ્રી 'એમી'ને મળ્યો બેસ્ટ ડોક્યુમેન્ટ્રીનો ઓસ્કાર એવોર્ડ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મુંબઈઃ 88માં ઓસ્કાર એવોર્ડ્સ ડોલ્બી થિયેટરમાં યોજાઈ ગયા. આ એવોર્ડ્સમાં ગુજરાતી મૂળના બ્રિટિશર આસિફ કાપડિયાની 'એમી'ને બેસ્ટ ડોક્યુમેન્ટ્રી ફિચરનો એવોર્ડ મળ્યો છે. આ ડોક્યુમેન્ટ્રી સ્વ. પોપ સ્ટાર એમી પર આધારિત છે. આ ડોક્યુમેન્ટ્રીને ગોલ્ડન ગ્લોબ તથા બાફ્ટા એવોર્ડ્સ મળ્યાં છે.

કોણ છે આસિફ કાપડિયાઃ
1972માં નોર્થ લંડનમાં પાકિસ્તાની મુસ્લિમ પરિવારમાં જન્મેલાં આસિફે યુનિવર્સિટી ઓફ વેસ્ટમિન્સ્ટરમાંથી ફિલ્મ. ટીવી અને ફોટોગ્રાફિક આર્ટ્સમાં બીએ ઓનર્સની ડિગ્રી મેળવી છે. જ્યારે રોયલ કોલેજ ઓફ આર્ટમાંથી ડિરેક્ટિંગ ફોર ફિલ્મ એન્ડ ટીવીમાં એમએ કર્યું છે.

રાજસ્થાન તથા હિમાલયમાં શૂટ થઈ હતી પહેલી ફિચર ફિલ્મઃ
કાપડિયાની પહેલી ફિચર ફિલ્મ 'ધ વોરિયર' હિમાલય તથા રાજસ્થાના રણમાં શૂટ કરવામાં આવી હતી. આ ફિલ્મ બાફ્ટા એવોર્ડ્સમાં નોમિનેટ થઈ હતી. આ ફિલ્મને 2003માં એલેક્ઝેન્ડર કોરડા એવોર્ડ મળ્યો હતો. આ ફિલ્મે ડિનાર્ડ ફિલ્મ ફેસ્ટિવલમાં ગ્રાન્ડ પ્રિક્સ એવોર્ડ જીત્યો હતો.

એમી વાઈનહાઉસ પર આધારિત છે 'એમી':
2011માં આલ્કોહોલ અને ડ્રગ્સના ઓવરડોઝને કારણે એમી વાઈનહાઉસનું અવસાન થયું હતું. પોપ સ્ટારને શ્રદ્ધાંજલી આપવા માટે આસિફે આ ડોક્યુમેન્ટ્રી બનાવી હતી. 3 જુલાઈ, 2015ના રોજ યુકે, ન્યૂયોર્ક તથા લોસ એન્જલ્સમાં આ ફિલ્મ રીલિજ થઈ હતી. 10 જુલાઈના રોજ વર્લ્ડવાઈડ આ ફિલ્મ રીલિઝ કરવામાં આવી હતી. કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં આ ફિલ્મને પાંચમાંથી પાંચ રેટિંગ આપવામાં આવ્યા હતાં. યુકેમાં આ ફિલ્મ બીજી સૌથી વધુ કમાણી કરનારી ડોક્યુમેન્ટ્રી ફિલ્મ બની હતી.

(આગળની સ્લાઈડ્સ પર ક્લિક કરીને જુઓ આસિફ કાપડિયાની ડોક્યુમેન્ટ્રી 'એમી' તસવીરોમાં...)
અન્ય સમાચારો પણ છે...