Divya Bhaskar

Home » Bollywood » Hollywood » the rock has a his own private jet and luxurious villa

આ સુપરસ્ટાર પાસે છે પોતાનું 435 કરોડ રૂ.નું જેટ, જીવે છે આ રીતે ઠાઠ-માઠથી

Divyabhaskar.com | Updated - Nov 10, 2017, 05:58 PM

WWEથી પોતાની અલગ ઓળખ બનાવનાર ડ્વેન જોનસનને ચાહકો 'ધ રોક'ના નામથી ઓળખે છે

  • the rock has a his own private jet and luxurious villa
    મુંબઈઃ WWEથી પોતાની અલગ ઓળખ બનાવનાર ડ્વેન જોનસનને ચાહકો 'ધ રોક'ના નામથી ઓળખે છે. રિંગનો બાદશાહ કહેવાતો રોક ઘણાં વર્ષોથી એક્ટર તરીકે કામ કરી રહ્યો છે. ધ રોક વિશ્વના સૌથી અમિર એક્ટર્સની યાદીમાં સામેલ છે.

    એક્ટિંગ પહેલાં કરતો હતો આ કામઃ
    ડ્વેન પહેલાં ફૂટબોલ પ્લેયર હતો. ત્યારબાદ તે WWEમાં આવીને રેસલિંગનો બેતાજ બાદશાહ બન્યો હતો. પછી તેણે એક્ટિંગમાં હાથ અજમાવવાની શરૂઆત કરી હતી.

    વર્ષે 400 કરોડથી વધુ આવકઃ
    ધ રોકની કમાણી વર્ષે 400 કરોડથી વધુ હોવાનું ચર્ચાય છે.

    પોતાની કંપનીઃ
    ડ્વેન પોતાની પ્રોડક્શન કંપની ચલાવે છે. આ કંપની સફળ ફિલ્મ્સ તથા ટીવી શો બનાવે છે.

    પોતાને કરે છે પ્રમોટઃ
    ડ્વેન પોતાના ચાહકો માટે અવાર-નવાર માર્કેટમાં પોતાનું બ્રાન્ડિંગ કરે તે રીતની વસ્તુઓ લઈને આવે છે. અંડર આર્મર કંપની સાથે ડ્વેને કોન્ટ્રાક્ટ કર્યો છે. આ કંપનીની સાથે મળીને ડ્વેન ફૂટવિયર, બેગ તથા કપડાં વેચે છે.

    અનેક બંગલાઃ
    ધ રોકે ફ્લોરિડામાં અંદાજે 10 ઘર ખરીદ્યા છે. આ ઘર છેલ્લાં 10 વર્ષમાં લીધા હોવાનું ચર્ચાય છે. આટલું જ નહીં ધ રોક પાસે ફ્લોરિડામાં એક વીલા છે, જેની કિંમત 37 કરોડ રૂપિયા છે. અન્ય એક પાંચ બેડરૂમવાળા વીલાની કિંમત 23 કરોડ રૂપિયા છે. 2012માં કેલિફોર્નિયામાં છ રૂમનું ઘર 33 કરોડ રૂપિયામાં લીધું હતું. વર્જેનિયામાં પણ ધ રોકનું ફાર્મ હાઉસ છે.

    પ્રાઈવેટ જેટઃ
    ધ રોક પાસે પ્રાઈવેટ જેટ ગલ્ફસ્ટ્રિમ જી 650 છે. ડ્વેન પરિવાર સાથે આ પ્રાઈવેટ જેટમાં જ મુસાફરી કરવાનું પસંદ કરે છે. આ જેટની માર્કેટ કિંમત 435 કરોડ રૂપિયા હોવાનું ચર્ચાય છે.

    ઘડિયાળ છે પસંદઃ
    ડ્વેનને ઘડિયાળનો ઘણો જ શોખ છે. તે દુનિયાની સૌથી મોંઘી ઘડિયાળ રોલેક્સ પહેરવાનું પસંદ કરે છે.

    (જુઓ, ધ રોકની લક્ઝૂરિયસ લાઈફ તસવીરોમાં.....)
(Latest Masala Gujarati News) સાથે જોડાયેલા અન્ય (TV Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in
(Read News in Gujarati from Divya Bhaskar)

More From Bollywood

Trending