લૂંટ પછી બદલી ગ્લેમરસ કિમની Lifestyle, જડબેસલાક હોય છે Security

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
લોસ એન્જલસઃ પેરિસ રોબરી પછી રિયાલિટી સ્ટાર કિમ કર્ડેશિયને પોતાની સિક્યોરિટી વધારી છે.  તે જ્યાં પણ જાય છે. તેની સાથે સિક્યુરિટી ગાર્ડ રહે છે. માત્ર કિમ જ નહીં કર્ડાશિયન ફેમિલીના અન્ય મેમ્બર્સે પણ પોતાની સિક્યુરિટી વધારી છે. તાજેતરમાં જ તે હસબન્ડ કેન્યે વેસ્ટ સાથે ડિનર પર સ્પોટ થઇ હતી. ઉપરાંત તે કેલિફોર્નિયામાં પણ શોપિંગ કરતી જોવા મળી હતી. બન્ને જગ્યાએ કિમની સાથે સિક્યોરિટી ગાર્ડ હતાં.
 
રોબરીએ બદલી લાઇફસ્ટાઇલ
-કિમ કર્ડેશિયને એક મેગેઝિનને આપેલા ઇન્ટરવ્યૂમાં જણાવ્યું કે, પેરિસની રોબરીએ તેની અને સમગ્ર ફેમિલીની લાઇફસ્ટાઇલ બદલી નાખી છે. હવે તે 24 કલાક સિક્યોરિટીની દેખરેખ હેઠળ હોય છે.
-નોંધનીય છે કે કિમ કર્ડેશિયને તાજેતરમાં જ લાઇવ થયેલા રિયાલિટી શો 'Keeping Up With the Kardashians'માં પોતાની સાથે થયેલી લૂંટની ઘટના વિશે જણાવ્યું હતું. શોમાં તેણે જણાવ્યું કે,"મને લાગ્યું કે હવે હું નહીં બચી શકું. કિડનેપર મને શૂટ કરવા ઇચ્છતા હતાં. તેમણે મને કિડનેપ કરી અને હોટલના રૂમમાં લઇ ગયાં. આ પછી કિડનેપરે મારી જ્વેલરી લીધી અને મને બાથટબમાં ફેકી દીધી હતી. તે મને ગોળી મારવા ઇચ્છતા હતાં. મેં તેમને કહ્યું કે હું જીવવા ઇચ્છું છું."
 
આગળની સ્લાઇડ્સમાં ક્લિક કરી જુઓ, કિમના અન્ય Photos...
અન્ય સમાચારો પણ છે...