ગ્રેમી એવોર્ડ / ભારતીય મૂળના ફાલ્ગુની શાહ, પ્રશાંત મિસ્ત્રી અને સતનામ કૌર ગ્રેમી એવોર્ડ માટે નોમિનેટ, વિજેતા ન બન્યાં

Indian-origin Prashant Mistry, Satnam Kaur and Falguni Shah nominated for Grammy Awards

divyabhaskar.com

Feb 11, 2019, 02:24 PM IST

હોલિવૂડ ડેસ્ક: મ્યુઝિક માટે અપાતો સર્વોચ્ચ એવોર્ડ ગ્રેમી એવોર્ડ આજે લોસ એન્જલસ, કેલિફોર્નિયામાં યોજાયો. 61મા ગ્રેમી એવોર્ડના નોમિનેશનમાં આ વખતે મૂળ 3 ભારતીયો અલગ અલગ કેટેગરીમાં નોમિનેટ થયા છે. લંડનના પ્રશાંત મિસ્ત્રી, યુએસના સતનામ કૌર અને ન્યૂ યોર્કના ફાલ્ગુની શાહ ગ્રેમી એવોર્ડ માટે નોમિનેટ થયાં હતાં, જોકે તેઓ વિજેતા બન્યાં નથી.

પ્રશાંત મિસ્ત્રી

આલ્બમ - સિમ્બોલ (Symbol)
કેટેગરી - બેસ્ટ ઇમર્સ ઓડિયો આલ્બમ

પ્રશાંત મિસ્ત્રી મ્યુઝિક પ્રોડ્યૂસર, મિક્સિંગ અને માસ્ટરીંગ એન્જિનિયર છે. એમણે જણાવ્યું કે, હું ફીડ ચેક કરી રહ્યો હતો. જ્યોર્જ સ્મિથ, બેસ્ટ ન્યૂ આર્ટિસ્ટ કેટેગરી માટે નોમિનેટ થઇ છે કારણકે એનો હું રેકોર્ડ એન્જિનિયર હતો, અને તેમાં હું મારું નામ જોઈને શોક્ડ થઇ ગયો.

ફાલ્ગુની શાહ

આલ્બમ - ફાલુ'સ બાઝાર (Falu’s Bazaar)
કેટેગરી - બેસ્ટ ચિલ્ડ્રન્સ આલ્બમ

ન્યૂ યોર્કમાં રહેતી ફાલ્ગુની શાહ 4 વર્ષના દીકરાની માતા છે. તેણે આ આલ્બમ પોતાના 4 વર્ષના દીકરા નિષાદને તે પ્રિ-સ્કૂલમાં બીજાં બાળકોથી કેમ અલગ છે, એ સમજાવવા માટે બનાવ્યું. નોમિનેશન વિશે ફાલ્ગુનીએ જણાવ્યું કે, હું એકદમ શોક્ડ હતી અને થોડીવાર તો હું કંઈ રિએક્ટ જ ન કરી શકી. જ્યાં સુધી મારા દીકરાએ મને ગલીપચી કરીને કહ્યું, મા, શું થયું? બોલો.

સતનામ કૌર

આલ્બમ - બિલવ્ડ (Beloved)
કેટેગરી - ન્યૂ એજ આલ્બમ

યુએસની સતનામ કૌરે શાંતિ દૂત તરીકે આખી દુનિયા ફરી અને ન્યૂ એજ ઇન્ડિયન ડિવોશનલ મ્યુઝિક, કીર્તન પર્ફોર્મ કર્યું. તેણે 8 સોંગ પર્ફોર્મ કર્યાં છે. સતનામે જણાવ્યું કે, આ દરેક પીસને તૈયાર કરવામાં મેં ઘણો સમય આપ્યો છે, કારણ કે હું ઇચ્છતી હતી કે દરેક પીસ સાથે લોકો કનેક્ટ થઇ શકે.

X
Indian-origin Prashant Mistry, Satnam Kaur and Falguni Shah nominated for Grammy Awards
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી