Home » Bollywood » Hollywood » શાહી લગ્નમાં ભારતીય મહિલાઓ I Indian Woman Group in Royal Wedding

Royal Weddingમાં સ્પેશ્યિલ ગેસ્ટ હતી આ ભારતીય મહિલાઓ, બનારસી સાડીમાં પાડ્યો વટ

Divyabhaskar.com | Updated - May 20, 2018, 04:20 PM

મુંબઈના માયના મહિલા ફાઉન્ડેશનની સુહાની જલોતા સહિત ચાર મહિલાઓનું ગ્રુપ પણ આ શાહી લગ્નમાં હાજર રહ્યું હતું

  • શાહી લગ્નમાં ભારતીય મહિલાઓ I Indian Woman Group in Royal Wedding
    +3બીજી સ્લાઈડ્સ જુઓ
    રોયલ વેડિંગમાં પ્રિન્સ હેરી અને મેગન, બીજી તસવીરમાં ભારતીય મહિલાઓનું ગ્રુપ.

    મુંબઈઃ એવું નથી કે માત્ર પ્રિયંકા ચોપરા બ્રિટનના પ્રિન્સ હેરી અને મેગન માર્કલના શાહી લગ્નમાં આકર્ષણનું કેન્દ્ર બનનારી ભારતીય વ્યક્તિ રહી હોય, પરંતુ 23 વર્ષીય ભારતીય સામાજીક કાર્યકર અને મુંબઈના માયના મહિલા ફાઉન્ડેશનની સુહાની જલોતા સહિત ચાર મહિલાઓનું ગ્રુપ પણ આ શાહી લગ્નમાં હાજર રહ્યું હતું. આ મહિલાઓ રોયલ કપલ દ્વારા શાહી લગ્ન માટે બોલાવવામાં આવેલા વિશેષ મહેમાનોની લિસ્ટમાં સામેલ હતી. આ મહિલાઓનું એનજીઓ ઓછી કિંમતે સેનિટરી પેડ્સ તૈયાર કરી સ્લમ વિસ્તારમાં વહેંચે છે. આ શાહી લગ્નમાં એકમાત્ર એવું એનજીઓ હતું જેને રોયલ કપલ વેડિંગ ગિફ્ટ્સ તરીકે મળેલી ભેટમાંથી દાન આપવા માટે પસંદગી કરી છે.

    આ મહિલાઓ પહોંચી હતી શાહી લગ્નમાં...


    - સુહાની જલોતાની સાથે દેબોરાહ દાસ, અર્ચના આમ્બ્રે અને ઈમોગેન મેન્સફિલ્ડ 1200 મેહમાનોની યાદીમાં સામેલ હતા જેમને વેડિંગ પિકનીક પાર્ટી માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું. આ મહિલાઓએ લગ્નમાં સામેલ થવા માટે બનરાસી અને ચંદેરી સારીની પસંદગી કરી હતી. રોયલ વેડિંગમાં સામેલ થયા બાદ આ મહિલાઓ લંડનના અમુક જાણીતા સ્થળોની મુલાકાત લેવાના છે. ભારત પરત ફર્યા બાદ તેઓ એનજીઓ દ્વારા કરવામાં આવતા સેવાના કામમાં પરત લાગી જશે. ઉલ્લેખનીય છે કે, પ્રિન્સ હેરી અને મેગન માર્કલે પોતાના શાહી લગ્નમાં 7 એનજીઓ-સંગઠનના લોકોને જ આમંત્રણ આપ્યું હતું અને મુંબઈનું આ એનજીઓ એકમાત્ર વિદેશી એનજીઓ/સંગઠન હતું જેને આમંત્રણ આપવામાં આવ્યું હોય. આ ભારતીય મહિલા સંગઠન ઓછી કિંમતે સેનિટરી પેડ્સ બનાવવા સ્લમ એરિયાની મહિલાઓને જ નોકરી પણ આપે છે. આ સાથે સ્લમ એરિયાની મહિલાઓને માસિક મુદ્દે વધુ જાગૃત કરે છે. મેગન માર્કલે ભારતની મુલાકાત લીધી ત્યારે તેમણે આ સંગઠનના કામને નિહાળ્યું હતું. સુહાનીએ જણાવ્યું કે,‘અમને એ વાતની ખુશી છે મેગને અમને કરેલો વાયદો પુરો કર્યો. જેમાં તેણે અમને સારા કામમાં બનતી મદદ કરવાની વાત કહી હતી.’

    (આગળની સ્લાઈડ્સમાં જુઓ સંબંધિત તસવીરો................)

  • શાહી લગ્નમાં ભારતીય મહિલાઓ I Indian Woman Group in Royal Wedding
    +2બીજી સ્લાઈડ્સ જુઓ
    મુંબઈના માયના મહિલા ફાઉન્ડેશનની સુહાની જલોતા સહિત ચાર મહિલાઓનું ગ્રુપ પણ આ શાહી લગ્નમાં હાજર રહ્યું હતું.
  • શાહી લગ્નમાં ભારતીય મહિલાઓ I Indian Woman Group in Royal Wedding
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
    મેગન માર્કલે ભારતની મુલાકાત લીધી ત્યારે તેમણે આ સંગઠનના કામને નિહાળ્યું હતું.
  • શાહી લગ્નમાં ભારતીય મહિલાઓ I Indian Woman Group in Royal Wedding
    આ ભારતીય મહિલા સંગઠન ઓછી કિંમતે સેનિટરી પેડ્સ બનાવવા સ્લમ એરિયાની મહિલાઓને જ નોકરી પણ આપે છે.
(Latest Masala Gujarati News) સાથે જોડાયેલા અન્ય (TV Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in
(Read News in Gujarati from Divya Bhaskar)

More From Bollywood

Trending

વીડિયો વધુ જુઓ