Home » Bollywood » Gujarati Cinema » Karsandas Pay & Use is romantic comedy film directed by Krishnadev Yagnik

Movie Review: કરસનદાસ પે એન્ડ યૂઝ

Divyabhaskar.com | Updated - May 19, 2017, 11:47 AM

ક્રિષ્નદેવ યાજ્ઞિકની કોમેડી ફિલ્મ 'છેલ્લો દિવસ'એ ધૂમ મચાવી હતી. હવે તેઓ 'કરસનદાસ પે એન્ડ યૂઝ' લઇને આવ્યા છે.

 • Karsandas Pay & Use is romantic comedy film directed by Krishnadev Yagnik
  +1બીજી સ્લાઈડ્સ જુઓ
  'છેલ્લો દિવસ'નું ડિરેક્શન કર્યા પછી ક્રિષ્નદેવ યાજ્ઞિક મયુર ચૌહાણ, દિક્ષા જોશી, હેમાંગ શાહ અને જય ભટ્ટ જેવા સ્ટાર્સને લઇને 'કરસનદાસ પે એન્ડ યુઝ' લઇને આવ્યા છે. આવો જાણીએ કેવી બની છે આ ફિલ્મ...
  ફિલ્મ રિવ્યૂઃ કરસનદાસ પે એન્ડ યુઝ
  રેટિંગઃ 3.5/5
  સ્ટારકાસ્ટઃ મયુર ચૌહાણ ઉર્ફ માઇકલ, દિક્ષા જોશી, હેમાંગ શાહ, જય ભટ્ટ
  ડિરેક્ટરઃ ક્રિષ્નદેવ યાજ્ઞિક
  નિર્માતાઃ વૈશલ શાહ, નિલય ચોટાઇ
  સંગીતઃ કેદાર અને ભાર્ગવ
  પ્રકારઃ રોમાન્ટિક કોમેડી ડ્રામા
  વાર્તાઃ
  આ ફિલ્મની સ્ટોરી તિલોક (મયૂર ચૌહાણ)ની છે. જે શાસ્ત્રીનગરમાં આવેલા કરસનદાસ પે એન્ડ યુઝનો કેરટેકર હોય છે. તિલોકની સાથે સુંદર (હેમાંગ શાહ) પણ અહીં જ કામ કરતો હોય છે. જયા (દિક્ષા જોશી) શાસ્ત્રીનગરમાં જ રહેતી હોય છે અને છ બહેનમાં સૌથી મોટી હોય છે. એકવાર જયા કરશનદાસ પે એન્ડ યુઝમાં શૌચ માટે આવે છે અને અહીંથી જ બન્નેને લવ એટ ફર્સ્ટ સાઇટ થઇ જાય છે. આ બન્નેની લવસ્ટોરીની જાણ જયાના પપ્પા ચિનુભા(ચેતન દૈયા)ને થાય છે અને જોરદાર ડખો થાય છે. આ પછી કાળુભા (જય ભટ્ટ) તિલોક તરફથી સમાધાન માટે જયાના પપ્પાને વાત કરે છે પરંતુ આ દરમિયાન ફરી તિલોક અને ચિનુભા વચ્ચે ઝઘડો થાય છે. ચિનુભા તિલોકનું અપમાન કરે છે અને તિલોકને હાડોહાડ લાગી આવે છે. તિલોક ચિનુભાને પડકારતા ચેલેન્જ આપે છે કે હું તમારા કરતા મહિનામાં એક રૂપિયો વધારે કમાવીને બતાવીશ અને અહીંથી જ હલકી ફુલકી કોમેડીથી સાથે તિલોકની રૂપિયા કમાવાની પળોજણ શરૂ થાય છે. શું તિલોક ચિનુભાને આપેલી ચેલેન્જ પૂરી કરી શકશે.? શું તિલોક અને જયાનો પ્રેમ તેની મંજીલ સુધી પહોંચશે.? આ જાણવા માટે તો તમારે થિયેટર સુધી જ જવું પડશે.
  ડિરેક્શનઃ
  ફિલ્મના ડિરેક્શનની ધૂરા ક્રિષ્નદેવ યાજ્ઞિકે જ સંભાળી છે. ફિલ્મનો કોન્સેપ્ટ એકદમ ક્રિએટિવ અને ઇન્ટરેસ્ટિંગ છે. ફિલ્મનું મોટાભાગનું શૂટિંગ અમદાવાદ અને વડોદરામાં થયું છે. ફિલ્મમાં સીનની બારીકાઇ ક્રિષ્નદેવે સારી રીતે બતાવી છે. ખાસ કરીને ફિલ્મમાં સ્લોમોશનનો સારો ઉપયોગ કરાયો છે. ગ્લાસનું પડવું, તિલોકની સ્ટાઇલ તેમજ તિલોક-જયાની મુલાકાત સમયે જે પણ સિચ્યુએશન બતાવી છે તે કમાલની છે.
  ફિલ્મના મોનોલોગ કમાલના છે. ફિલ્મની વચ્ચે આવતા એક એક વનલાઇનર ઉંડે સુધી સ્પર્શી જાય તેવા છે. ઉપરાંત કેમેરાવર્ક પણ સારી રીતે ફિલ્માવાયું છે. ફિલ્મમાં કોમેડી દર્શાવીને ક્રિષ્નદેવ યાજ્ઞિકે સમાજમાં પ્રવર્તતી સ્થિતિ પ્રત્યે હળવા ચાબખાં પણ સારી રીતે માર્યા છે. ફિલ્મમાં પરિસ્થિતિને એક પછી એક જે રીતે ફિલ્માવવામાં આવી છે તે પરથી લાગે છે કે ફિલ્મના એડિટિંગ પર પણ ખાસ્સુ કામ કરાયું છે.
  સ્ટારકાસ્ટનું પર્ફોર્મન્સઃ
  'છેલ્લો દિવસ'માં 'અમો-તમો' ફેમ મયૂર ચૌહાણ ઉર્ફ માઇકલે આ ફિલ્મમાં પણ જમાવટ કરી છે. તેની બીડી પીવાની સ્ટાઇલથી લઇને ડાયલોગ ડીલિવરી લાજવાબ છે. ફિલ્મની લીડ એક્ટ્રેસ દિક્ષા જોશી સિમ્પલ પણ નેચરલ લુકમાં સારી લાગે છે. તેણે પણ યોગ્ય એક્સપ્રેશન સાથે સારી એક્ટિંગ કરી છે. ખાસ કરી સિમ્પલ લુકમાં તેના એક્સપ્રેશન જોવાલાયક હોય છે. સુંદરના રોલમાં હેમાંગ શાહની એક્ટિંગ પર પણ ઓડિયન્સ તાળીઓ પાડી ઉઠે છે. આ ઉપરાંત ફિલ્મના અન્ય કલાકારોએ પણ એક્ટિંગમાં કોઇ કચાશ રાખી નથી.

  આગળની સ્લાઇડમાં ક્લિક કરી જાણો કેવું છે ફિલ્મનું સંગીત....
 • Karsandas Pay & Use is romantic comedy film directed by Krishnadev Yagnik
  'કરસનદાસ પે એન્ડ યૂઝ'નું પોસ્ટર
  સંગીતઃ
  ફિલ્મનું ગીત 'આઇ જ્યો...' પહેલાથી જ હિટ રહ્યું હતું. આ ઉપરાંત રોમાન્ટિક સોંગ 'મને કહી દે...કહી દે' પણ કર્ણપ્રિય અને વારંવાર ગણગણવું ગમે તેવું છે. ફિલ્મના બેકગ્રાઉન્ડ મ્યૂઝિક પર ખાસ ધ્યાન આપવામાં આવ્યું છે. જે ફિલ્મ સાથે આવતી સિચ્યુએશન્સમાં જમાવટ કરે છે.
   
  ફિલ્મ જોવી કે નહી.? :
  ક્રિષ્નદેવ યાજ્ઞિકે ઓડિયન્સને નવું આપવામાં ભરપૂર મહેનત કરી તે આ ફિલ્મમાં દેખાઇ આવે છે. આ ફિલ્મ પણ સહપરિવાર જોવાલાયક છે.
(Latest Masala Gujarati News) સાથે જોડાયેલા અન્ય (TV Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in
(Read News in Gujarati from Divya Bhaskar)

More From Bollywood

Trending

વીડિયો વધુ જુઓ